બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / સુરત / VTV's reality check showed the negligence of bus drivers and people

કાર્યવાહી ક્યારે / VIDEO : BRTSમાં વધ્યા અકસ્માત, વાંક કોનો? VTVના રિયાલિટી ચેકમાં બસ ડ્રાઈવરો સાથે લોકોની પણ બેદારકારી દેખાઈ

Vishal Khamar

Last Updated: 02:58 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત BRTS રૂટમાં અકસ્માતનાં કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. BRTS રૂટમાં વધતા અકસ્માતનાં કેસને લઈ VTV NEWS દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં BRTS રૂટમાં વાહન ચાલકો બેફામ વાહન ચલાવતા નજરે પડી રહ્યા છે.

  • સુરત BRTS રૂટમાં અકસ્માતનાં કિસ્સા વધારો
  • સુરત BRTSના વધતા અકસ્માત કેસને લઈને VTV NEWSનુ રિયાલીટી ચેક
  • BRTS બસના રૂટમાં લોકો બેફામ વાહનો ચલાવી રહ્યા છે
  • સુરતમાં લોકો BRTS રૂટ પર બેફામ વાહનો ચલાવી રહ્યા છે

તાજેતરમાં જ સુરતમાં બે BRTS બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા. અકસ્માત સર્જાયા બાદ લોકો દ્વારા બસ ડ્રાયવરને માર માર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું હતું. ત્યારે BRTS રૂટમાં વધતા જતા અકસ્માતનાં કિસ્સાને લઈ VTV NEWS દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં BRTS  રૂટમાં લોકો બેફામ વાહનો ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. તો ટુ વ્હીલરથી માંડી ફોર વ્હીલર તેમજ થ્રી વ્હીલર વાહન ચાલકો પણ બિદાસ્ત રીતે નિયમોની ઐસી તૈસી કરી બેફામ વાહન ચલાવી રહ્યા હતા. તો વાહન ચાલકો પણ બિંદાસ્ત કોઈ પણ જાતનાં ડર વગર BRTS  રૂટમાં વાહન  હંકારતા નજરે પડી રહ્યા છે. તો આ લોકો સામે ક્યારે કાર્યવાહી કરાશે તે એક પ્રશ્ન છે. BRTS રૂટમાં વાહન હંકારનાર સામે કાર્યવાહી ક્યારે?

BRTS રૂટમાં જીવનાં જોખમે ઘુસેલ વાહન ચાલક

BRTS બસ ચાલકો પણ બેફામ બસ હંકારી રહ્યા છે
તો બીજી તરફ વાહન ચાલકોની સાથે સાથે BRTS  નાં બસ ચાલકો પણ બેફામ રીતે તેમજ મુસાફરોનો જીવ જોખમમાં મુકાય તે રીતે બસ બચાવતા વીડિયોમાં જોઈ શકાય છે. ત્યારે BRTS બસનાં ડ્રાયવરોને પણ કોઈ કહેનાર ન હોય તેમ નિયમો તોડીને અમુક જગ્યાએ સ્પીડ લીમીટ કરતા વધુ સ્પીડે BRTS બસ હંકારી રહ્યા છે. ત્યારે આ તમામ બાબતે જાણે વહીવટી તંત્રને કોઈ ચિંતા જ ન હોય તેમ કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી.

આ વાહન ચાલોક દ્વારા માત્ર માથુ હલાવીને જ જવાબ આપ્યો કે નિયમ તો તોડ્યો જ છે

BRTS રૂટમાં વાહન ચલાવનાર વાહન ચાલકોને કાયદાનો ડર જ નહી

આ બાબતે VTV NEWS  દ્વારા BRTS રૂટમાં વાહન ચલાવતા વાહન ચાલકોને BRTS  રૂટમાં નિયમો નેવે મુકીને વાહન ચલાવવા બાબતે પૂછતા તમામ વાહન ચાલકો દ્વારા કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. એક બાઈક ચાલકને પૂછતા બાઈક ચાલકે માત્ર માથુ જ હલાવ્યું હતું. પણ જવાબ આપવાનું ટાળ્યું હતું. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ