ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / ભાઈ-ભાઈ! અમદાવાદમાં એકલતાં દૂર કરી આપતી કંપની શરુ કરાઈ, કલાકના 300 રુપિયા, જાણો શું શું કરશે?

VTV વિશેષ / ભાઈ-ભાઈ! અમદાવાદમાં એકલતાં દૂર કરી આપતી કંપની શરુ કરાઈ, કલાકના 300 રુપિયા, જાણો શું શું કરશે?

Published By: Nidhi Panchal

Last Updated: 10:00 AM, 21 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં લોકો પાસે સુવિધાઓ તો ઘણી છે, પરંતુ સૌથી મોટી કમી છે સાચા સાથીની. સોશિયલ મીડિયામાં હજારો ફૉલોવર્સ હોવા છતાં વાસ્તવિક જીવનમાં વાત કરવા કે ચા પીવા માટે એક મિત્ર પણ ન મળે, એ આજના યુવાનો અને વૃદ્ધો બંનેની હકીકત છે. આવી એકલતા દૂર કરવા હવે અમદાવાદમાં શરૂ થઈ છે એક કંપની – જ્યાં તમને મળે છે મિત્ર, જે તમારી સાથે સમય પસાર કરે અને તમારી વાતો ધ્યાનથી સાંભળે.

ADVERTISEMENT

આજની દોડધામભરી જિંદગીમાં માણસ પાસે બધું છે – મોબાઇલ, સોશિયલ મીડિયા, નોકરી, પૈસા – પરંતુ સૌથી મોટી કમી છે તો સાથ અને સંવાદની. સોશિયલ મીડિયામાં હજારો-લાખો ફૉલોવર્સ હોવા છતાં વાસ્તવિક જીવનમાં સાથે ચા પીવા કોઈ મિત્ર ન હોય, એ આજના યુવાનો અને વૃદ્ધો બંનેની હકીકત બની ગઈ છે. સોશિયલ મીડિયામાં ફોટા, વિડિયો અને સ્ટેટસ મૂકીને દુનિયાને પોતાની ખુશી બતાવતો માણસ હકીકતમાં અંદરથી ખુબ એકલો રહે છે, ખાસ કરીને આજની યુવા પેઢી અને વૃદ્ધો માટે આ એકલતા મોટું દુઃખ બની ગઈ છે.

alone

આ જ એકલતાની ખાલી જગ્યા પૂરવા માટે અમદાવાદમાં શરૂ થઈ છે એક અનોખી કંપની– જ્યાં તમને મળે છે એક મિત્ર, જે તમારી સાથે સમય પસાર કરે, તમારી વાતો સાંભળે અને તમારો મિત્ર બને. વિદેશમાં આવી કંપનીઓ પહેલેથી જ ચાલી રહી છે, પરંતુ હવે ગુજરાતમાં પણ આ નવી પહેલ શરૂ થતાં અનેક લોકોને એક મિત્ર મળ્યો છે, વૃદ્ધોને પોતાની સાથે સમય પસાર કરવા બાળકો મળ્યા છે. આ સેવા માત્ર મિત્રતા અને સંગાથ માટે છે, જેથી માણસને લાગણીસભર સહારો મળે અને તે જીવનમાં ફરીથી ખુશીઓ અનુભવી શકે છે.

કંપનીની શરૂઆત કેવી રીતે થઈ?

ગુજરાતના અમદાવાદના રહેવાસી ઋષિ જાની, જેમણે એક મહિના પહેલા કંપની શરૂ કરી હતી, તેમણે અમારી સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમના મિત્ર સાથે બનેલી એક ઘટના બાદ લાગ્યું કે એવા અનેક લોકો છે જેમને ફક્ત એક માણસ જોઈએ છે, જે તેમની સાથે બેસીને તેમની વાતો સાંભળે અને સમય પસાર કરે. એમના રિસર્ચ અનુસાર એવા પણ લોકો છે જે સાવ એકલા છે. તેમને ઇચ્છા તો હોય છે ફિલ્મ જોવાની કે પછી ચા પીવાની કે બહાર ફરવાની, પરંતુ તેમની સાથે કોઇ હોતું નથી. તો બસ આવા લોકો માટે જ આ કંપની કામ કરે છે.

rushi-jani

મિત્ર સાથે બની ઘટના

ઋષિ જાની તેમના મિત્રની સાથે બનેલી ઘટના જણાવતા કહે છે કે, "મારો મિત્ર રાજ (નામ બદલાયું છે), તેના બ્રેકઅપ બાદ એટલો દુઃખમાં અને એકલો થઈ ગયો હતો કે તેને ખ્યાલ જ આવતો નથી કે તે જીવી રહ્યો છે કે નહીં. પરંતુ અમે તેને ખૂબ જ સાથ આપ્યો જેના કારણે તે આ પીડામાંથી બહાર આવી શક્યો. બસ અહીંથી જ મને વિચાર આવ્યો કે એવા અનેક લોકો છે જેમને પોતાની વાત કહેવી છે, પરંતુ કોઇ માણસ નથી. ત્યારે મેં શરૂઆત કરી એક કંપનીની, જેને નામ આપ્યું Hangout Company. ચાલો જાણીએ કે આ શું છે?"

કંપનીનું શું કામ છે?

ઋષિ જાની જણાવે છે કે આ કંપની તે અને તેમનો એક મિત્ર મળીને ચલાવે છે. કંપનીની શરૂઆત હાલ અમણા જ કરી છે, જેથી અત્યારે તેમના મિત્ર અને તે પોતે લોકો સાથે જાય છે જે સાવ એકલા છે. કંપની દ્વારા એક કલાકના ફક્ત 300 રૂપિયા જ રાખવામાં આવ્યા છે. એટલે જો કોઇ વ્યક્તિને ફિલ્મ જોવા જવું હોય અને તેમની સાથે કોઇ ના હોય તો તે આ કંપનીનો સોશિયલ મીડિયા અથવા તો ફોન દ્વારા સંપર્ક કરીને 300 રૂપિયા આપીને મિત્ર બોલાવી શકે છે, જે તેમની સાથે ફિલ્મ જોવા જઈ શકે છે.

hangout

“અમે કોઇ ડેટિંગ કંપની નથી ખોલી”

ઋષિ જાની ખાસ કહે છે કે, “અમે કોઇ ડેટિંગ કંપની નથી ખોલી. આ કંપની ફક્ત મિત્રો બનાવે છે. સાથે અમારી કંપનીની અમુક પોલિસી છે, જેમ કે છોકરા સાથે છોકરો જ જાય અને છોકરી સાથે છોકરી જાય, જેથી સેફટી પણ રહે.” સાથે ખાસ વાત એ છે કે આ કંપની દ્વારા સિનિયર સિટિઝનને વધારે મહત્વ આપવામાં આવે છે, કારણ કે એવા અનેક વૃદ્ધો છે જેમની પાસે સમય પસાર કરવા કોઇ નથી હોતું. હાલ અત્યારે તેમની ટીમમાં કોઇ છોકરી ના હોવાના કારણે તેઓ ફક્ત યંગ જનરેશનમાં છોકરાની જ ઇન્ક્વાયરી લે છે.
app promo5

ઘણા વ્યક્તિઓને મળ્યા

રુસી જૈન વધુમાં જણાવે છે કે અત્યાર સુધી એક મહિનામાં તેઓ ઘણા વ્યક્તિઓને મળ્યા છે, જેમાં આજની જનરેશનના લોકો પણ છે અને સિનિયર સિટિઝન પણ છે. એવા સિનિયર સિટિઝન છે જેમની પાસે સમય પસાર કરવા કોઇ નથી. તેઓ અમને બોલાવે છે અને અમે તેમની સાથે રમત રમીએ છીએ જેથી તેમને ખુશી મળે છે.

આ પણ વાંચો : Google Geminiમાં ફોટો બનાવવો ક્યાંક ભારે ના પડે? ઉત્સાહિત યુવાનો નોટ કરી લેજો આ સેફ્ટી ટિપ્સ

આ કંપનીને હજી ઘણો સમય થયો નથી, જેથી ઋષિ જાની જણાવે છે કે લોકો સોશિયલ મીડિયા અને ફોન દ્વારા તેમનો સંપર્ક કરી શકે છે. હજી આગળ તેઓ આ કંપનીની ઑફિશિયલ વેબસાઇટ ખોલવાનું વિચારી રહ્યા છે. સાથે આમાં અનેક ફેરફાર કરવાનો પણ વિચાર છે, કારણ કે અનેક ફેક કોલ પણ આવતા હોય છે. જેથી સેફટી બેઝ પર પણ વર્ક કરવાનું બાકી છે. સાથે હજી સ્ટાફથી લઇને દરેક બાબતમાં વધારો કરવો છે. આ કંપની માત્ર મિત્રતા અને એકલતામાં રહેતા લોકોને કંપની મળે તે જ ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad startup Lonely people support Friendship service

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ