બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / VTV Reality check: Vadodara head constable fumbles while replying to reporter about the heavy vehicles

VTV રિયાલિટી ચેક / VIDEO: બે મહિલાઓના ભોગ લેવાયા બાદ પણ વડોદરામાં ખૂલેઆમ નિયમોનો ભંગ... VTVએ સવાલ પૂછતાં પોલીસે ગોળ ગોળ જવાબ આપ્યો

Vaidehi

Last Updated: 07:03 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં અક્ષર ચોક પાસે ગઈકાલે 2 મહિલાઓનાં મોત થયાં બાદ પણ શહેરમાં પોલીસ જાહેરનામાનો ભંગ જોવા મળ્યો. ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારીનો પર્દાફાશ થયો. આજે પણ ભારે વાહનો મોત બનીને દોડતાં જોવા મળ્યાં.

  • વડોદરામાં અકસ્માતની ઘટનાઓ બાદ પણ ટ્રાફિક પોલીસ નિંદ્રામાં
  • VTV NEWSના રિયાલિટી ચેકમાં ભારે વાહન ખુલ્લેઆમ ફરતા નજરે પડ્યા
  • પોલીસ કમિશનરના જાહેરનામાનો ખુલ્લેઆમ થઈ રહ્યો છે ભંગ
  • 2 મહિલાના મોત બાદ પણ ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય જોવા મળી

વડોદરામાં અકસ્માતની ઘટનાઓ બાદ પણ ટ્રાફિક પોલીસ નિંદ્રામાં ઝડપાઈ છે. VTV NEWSના રિયાલિટી ચેકમાં વડોદરાનાં આ જ ચાર રસ્તા પર ભારે વાહન ખુલ્લેઆમ ફરતા નજરે પડ્યા કે જ્યાં ગઈકાલે રાત્રે 2 મહિલાઓનું ટ્રકથી ટક્કર થવાને લીધે મોત થયું હતું. આજે સવારથી જ પોલીસ કમિશનરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ  થઈ રહ્યો હતો. 2 મહિલાના મોત બાદ પણ ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય જોવા મળી હતી. શહેરમાં સવારે 7થી 1 અને સાંજે 4થી 8 વાગ્યા સુધી ભારે વાહન પર છે પ્રવેશ બંધી હોવા છતાં પણ ટ્રક અને અન્ય ભારે વાહનો શહેરમાં પ્રવેશી રહ્યાં હતાં. આ મામલે જ્યારે VTVનાં રિપોર્ટરે હેડકોનસ્ટેબલ સાથે વાત કરી ત્યારે પોલીસનો આ મુદે રવૈયો જોવા મળ્યો.

ગઈકાલે 2 મહિલાઓનું થયું હતું મોત
ગઈકાલે રાત્રે વડોદરાનાં અક્ષર ચોક પર  ટ્રેકની ટક્કરે 2 મહિલાનાં મોત થયાં. તેમ છતાં આજે આ સ્થળ પર ટ્રાફિક સંચાલન માટે કોઈ જ સુવિધા નથી કરવામાં આવી. વાહન ચાલકો રોન્ગ સાઈડ પર આવી રહ્યાં છે.  

VTV News અને હેડ કોનસ્ટેબલ વચ્ચેનો સંવાદ:

જ્યારે VTV દ્વારા હેડ કોનસ્ટેબલને સવાલ કરવામાં આવ્યો ત્યારે હેડ કોનસ્ટેબલે ગોળગોળ જવાબ આપ્યાં.

રિપોર્ટર: સાહેબ ભારે વાહનો પ્રવેશી રહ્યાં છે જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે તેમ છતાં શા માટે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી?

હેડ કોનસ્ટેબલ: ચાલુ જ છે...ચાલુ જ છે

રિપોર્ટર: સાહેબ અમે અહીં છેલ્લાં અડધા કલાકથી ઊભા છીએ..પોલીસ પણ નથી ને કોઈ કાર્યવાહી નથી

હેડ કોનસ્ટેબલ: ચાલુ જ છે... કાજ

રિપોર્ટર: અહીં 2 મહિલાઓનાં મોત થયાં સર..તેમ છતાં શા માટે કોઈ કાર્યવાહી નથી..

હેડ કોનસ્ટેબલ: કાર્યવાહી ચાલુ જ છે સર..

રિપોર્ટર: સાહેબ આ જે ટ્રક જઈ રહી છે એ શું આ આચારસંહિતાનો ભંગ છે? 

હેડ કોનસ્ટેબલ: હા ભંગ છે..કાર્યવાહી ચાલુ જ છે.

રિપોર્ટર: સાહેબ આટલા બધાં વાહનો જઈ રહ્યાં છે...2 પોલીસ પહોંચી વળે છે?

હેડ કોનસ્ટેબલ: છે..છે.. માણસો છે

રિપોર્ટર: ક્યાં છે માણસો તો નથી...

હેડ કોનસ્ટેબલ: ઓય...

VTVનાં રિપોર્ટરે જાગૃતતા દાખવીને DCPને ફોન કર્યો હતો. VTV રિપોર્ટરે જણાવ્યું કે, "અમે છેલ્લાં અડધા કલાકથી અહીં ઊભા હતાં અને અહીં કોઈ પોલીસકર્મી નહોતાં. DCPને ફોન કરવો પડ્યો અને હવે અહીં પોલીસકર્મીઓ પહોંચ્યાં છે.  ગઈકાલે 2 મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.  તેમ છતાં આજે પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. ભારે વાહનો પર પ્રતિબંધ કરવાની જરૂર હતી. અમે જ્યારે DCPને ફોન કર્યો ત્યારે અહીં પોલીસ પહોંચી છે."
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ