બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / VTV NEWS reality check on AMC Commissioner circular

કાર્યવાહી ક્યારે / અમદાવાદમાં કમિશનરે ટ્રકના ટાયર ધોવા આદેશ કર્યો પણ સાઇટ પર નથી થઈ રહ્યો અમલ, રિયાલિટી ચેકમાં સામે આવ્યું સત્ય

Malay

Last Updated: 11:25 AM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC કમિશનરના પરિપત્રના VTV NEWSના રિયાલિટી ચેકમાં બિલ્ડરોની બેદરકારી સામે આવી છે. કેટલીક કન્સ્ટ્રક્શન સાઈટો પર ટ્રકના ટાયરોનું ધોવાણ થતું નથી, તો કેટલીક સાઈટો પર RCC રોડ પણ બનાવવામાં આવ્યો નથી.

 

  • AMC કમિશનરના પરિપત્રનું રિયાલિટી ચેક
  • AMC કમિશનરના પરિપત્રનું ઉલ્લંઘન
  • પરિપત્રનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ કાર્યવાહી થશે?

અમદાવાદ શહેરમાં ધૂળના કારણે અનેક બીમારીઓનો લોકો ભોગ બને છે. હવાના પ્રદૂષણને રોકવા માટે થઈ અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક પગલાં લેવા સૂચના આપી છે. AMC કમિશનર પરિપત્ર જાહેર કરીને કન્સ્ટ્રક્શન સાઈટો માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદમાં બાંધકામ સાઈટોને લઈ AMC કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રનું VTV NEWS દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં કેટલીક જગ્યાએ AMC કમિશનરના પરિપત્રનો છડેચોક ઉલાળીયો થતો જોવા મળ્યો. 

કમિશનરના પરિપત્રનું ઉલ્લંઘન
VTV NEWSના રિયાલિટી ચેકમાં બિલ્ડરોની બેદરકારી પણ સામે આવી છે. VTV NEWSના રિયાલિટી ચેકમાં શહેરના હેલ્મેટ ચાર રસ્તા પાસે આવેલી સહદેવ કેપિટોલ સાઈટ પર AMC કમિશનરના પરિપત્રનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું. સહદેવ કેપિટોલ સાઈટ પર ટ્રકના ટાયર ધોવામાં આવતા નથી. ટ્રકના ટાયર ન ધોવાતા રોડ પર ધૂળ જોવા મળે છે. ધૂળના કારણે લોકો બીમાર પડે છે. AMC કમિશનરે ટ્રકોના અવર-જવર માટે RCC રોડ બનાવવા પણ આદેશ કર્યો હતો. પરંતુ આ સાઈટ પર RCC રોડ પણ જોવા મળ્યો નહોતો. AMC કમિશનરના આદેશ બાદ પણ  સહદેવ કેપિટોલ સાઈટ પર RCC રોડ જોવા મળ્યો નહોતો. 

સંઘવી મનોર આનંદ સાઈટ પર પરિપત્રનુ નથી થતું પાલન
આ ઉપરાંત VTV NEWS દ્વારા ઇસ્કોન પાસે આવેલ બાંધકામ સાઈટ પર પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જ્યાં સંઘવી મનોર આનંદ સાઈટ પર પરિપત્રનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું. આ સાઈટ પર પણ ટ્રકના ટાયર ધોવામાં આવી રહ્યા નથી. ટ્રકના ટાયર ન ધોવાતા રોડ પર ધૂળની ડમરી ઉડી છે. જેના કારણે પ્રદૂષણ પણ ફેલાય છે. આ સાઇટ પર પણ મ્યુ.કમિશનરના પરિપત્રનું પાલન થઈ રહ્યું છે. સાઈટ પર મનપા અધિકારીઓ ચેકીંગ કરી રહ્યા નથી. પરિપત્ર તો જાહેર કરાયો છે પરંતુ કડક અમલીકરણનો અભાવ જોવા મળી રહ્યો છે.

હવામાં પ્રદૂષણને રોકવા AMCએ જાહેર કર્યો છે પરિપત્ર 
અમદાવાદ શહેરમાં કન્સ્ટ્રક્શન સાઈટ્સમાંથી ઉડતી ધૂળને કારણે લોકો શ્વાસ સબંધિત તેમજ અન્ય બીમારીનો ભોગ બની રહ્યા છે ત્યારે મુનિસિપલ કમિશનર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં બાંધકામ સાઇટ લઈને કેટલાક નિયમો બનાવ્યા છે જેનું પાલન કરવું જરૂરી છે. જે બાંધકામ સાઈટ ઉપર આ નિયમોનું ઉલ્લંઘન થશે તેની સામે દંડનાત્મક કાર્યવાહી કરવાની વાત પણ કરવામાં આવી છે. 

ટ્રકના ટાયરને નિયમિત સાફ કરવાના રહેશે
બાંધકામ સાઈટો પર માલ સામાન લાવવા અને લઈ જવા માટે જે ભારે વાહનોને ટ્રકોનો ઉપયોગ કરે છે તેના પૈડાને નિયમિત સાફ કરવાના રહેશે. ટ્રકના ટાયર ઉપર રહેલી માટી ટ્રક સાઈટ પર નીકળી રોડ પર આવે છે ત્યારે ટાયર સાફ કરવા પડશે. બાંધકામ સાઈટ ઉપર ખોદકામથી જે માટી નીકળે છે તેનો નિકાલ કરતી ટ્રકો અને ભારે વાહનોના સાઈટ પર પાર્કિંગ માટે આરસીસી પેવિંગ કરવાનું રહેશે. આ ઉપરાંત બાંધકામ સાઈટથી રોડના 50 રનિંગ મીટર સુધી આંતરિક રોડનું તેઓએ આરસીસી રોડ પેવિગ કરવાનું રહેશે. 

RCC રોડ બનાવવાની પણ અપાઈ છે સૂચના
ટાયરોમાં માટી ભરાઈને રોડ ઉપર આવે છે. જેના કારણે રોડને અને ફૂટપાથને નુકસાન થતું હોય છે. રોડ પર માટીના કારણે ધૂળ ઉડે છે અને લોકોના આરોગ્યને નુકસાન થાય છે. જેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે બાંધકામ સાઈટ ઉપર ટ્રકોના ટાયરોને નિયમિત ધોવાના રહેશે. સાઈટ ઉપર આરસીસી પાર્કિંગ બાંધકામ અને આંતરિક રોડનું 50 ટકા રનિંગ મીટર સુધી આરસીસી પેવિંગ કરવા માટેનો સૂચના આપી છે. 

નિયમોનું ઉલ્લંઘન કરનારની રજાચિઠ્ઠી રદ થશે
પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જે પણ વોર્ડ અને ઝોનમાં બાંધકામ ચાલતી હોય તેવી સાઈટોની એસ્ટેટ વિભાગના ઝોનલ સ્ટાફ દ્વારા નિયમિત મુલાકાત લેવાની રહેશે. જો કોઈપણ શરતોનો ભંગ થતો હોય તો આવા બાંધકામ સાઈટના બિલ્ડરને નોટિસ આપી અને તેની રજાચિઠ્ઠી રદ કરવા સુધીના કડક આદેશ પણ મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા આપી દેવામાં આવ્યા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ