બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / મનોરંજન / ગુજરાત / ગુજરાતી સિનેમા / Vtv Exclusive star talk with Gujjubhai Siddharth Randeria said first love was drama Subhash Ghai film role was done under compulsion

સ્ટાર ટૉક / ‘ગુજ્જુભાઈ’ સિદ્ધાર્થ રાંદેરિયાનો પહેલો પ્રેમ તો નાટક જ, કહ્યું સુભાષ ઘાઈએ ઑફર કરેલો રોલ તો મજબૂરીમાં કર્યો હતો

Megha

Last Updated: 04:19 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

‘ગુજ્જુભાઈ’થી ગુજરાતના દરેક ઘરમાં લોકપ્રિય બનેલા દિગ્ગજ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા સાથે ભૂમિકા શુક્લની ખાસ વાતચીત

  • આપણા ‘ગુજ્જુભાઈ’ સિદ્ધાર્થ રાંદેરિયાનો પહેલો પ્રેમ નાટક જ છે
  • તેમની કાર્તિક આર્યન સાથેની ‘સત્ય પ્રેમ કી કથા’ ફિલ્મ રિલીઝ થઈ રહી છે
  • ‘ચાલ જીવી લઈએ’ એક કલ્ટ ફિલ્મ બની ગઈ. આવું તો કોઈએ વિચાર્યું ન હતું - સિદ્ધાર્થ રાંદેરિયા

‘ગુજ્જુભાઈ’ શબ્દ બોલાય અને દરેક ઘરમાં સિદ્ધાર્થ રાંદેરિયાનાં ‘ગુજ્જુભાઈ’ સિરીઝની ફિલ્મમાં કે નાટકમાં ભજવેલાં વિવિધ પાત્ર તમારા દિમાગમાં ઉપસવા લાગે તેનાથી મોટી સફળતા શી હોઈ શકે? અત્યાર સુધીમાં ૯૦ કરતાં વધુ નાટક અને ૧૨,૦૦૦ કરતાં વધુ લાઈવ પર્ફોર્મન્સ આપનારા આપણા ‘ગુજ્જુભાઈ’ સિદ્ધાર્થ રાંદેરિયાનો પહેલો પ્રેમ નાટક જ છે, જોકે તે ફિલ્મ પણ કરી રહ્યા છે. આ મહિને તેમની કાર્તિક આર્યન સાથેની ‘સત્ય પ્રેમ કી કથા’ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. તેઓ ખૂલીને કેટલીક વાત શેર કરી રહ્યા છે. 

      View this post on Instagram                      

A post shared by Siddharth Randeria - ગુજ્જુભાઈ (@randeria_siddharth)

થિયેટર્સમાં એસ્ટાબ્લિશ થયેલા કલાકારને ફિલ્મમેકર સુભાષ ઘાઈની ફિલ્મ  ‘ખલનાયક’માં સંજય દત્તના પિતાનો રોલ કઈ રીતે ઓફર થયો હતો? 
જુઓ, મારે એ વખતે પણ ફિલ્મ કરવી જ ન હતી. એક મિત્ર દ્વારા સુભાષ ઘાઈએ રોલ ઓફર કર્યો અને મેં કરી લીધો, પરંતુ મારો જીવ તો માત્ર થિયેટર્સમાં જ હતો. એ સમયે હું મહિનામાં નાટકોના ૩૬-૩૬ શો કરતો હતો. હું જ દિગ્દર્શક અને હું જ એક્ટર હતો. તેથી સાચું કહું તો મને નાની નાની વાતો કે નાના નાના રોલમાં રસ ન હતો. મને એ તરફ જવાનું કોઈ એટ્રેક્શન પણ ન હતું. મેં તે રોલ મજબૂરીમાં કર્યા હતા. મારો ફિલ્મ લાઈનનો ખરો પ્રવેશ તો હું ‘ગુજ્જુભાઈ’ને જ માનું છું.

‘ગુજ્જુભાઈ’ને ફિલ્મ સ્વરૂપે રજૂ કરવાનો વિચાર કોનો હતો અને કેવી રીતે આવ્યો?
મારા દીકરા ઈશાને ડિરેક્ટિંગનો કોર્સ કર્યો હતો. તેણે મને કહ્યું, ‘પપ્પા આપણે ફિલ્મ બનાવીએ તો, હું ડરી ગયો’. મેં તેને કહ્યું, ‘ભાઈ, આ મારું ક્ષેત્ર જ નથી. હું મારું કામ કરું છું અને તે એન્જોય કરું છું. તમે ભૂસકો તો મારી લો છો, પરંતુ પછડાવવાનો ડર પણ લાગે છે.’ તેણે આશ્વાસન આપ્યું, ‘પપ્પા હું છું, તમે ચિંતા ન કરો. હું તો સ્ક્રિપ્ટ અને ડિરેક્શનને પણ ખૂબ મહત્ત્વ આપનાર વ્યક્તિ છું’, જોકે ઈશાનનો આ પ્રયોગ સફળ રહ્યો. તે ટેકનિકલી સુસજ્જ છે અને ડિરેક્ટર તરીકે પણ સારો છે તે સમજાઈ ગયું. આ રીતે મારો ફિલ્મમાં પ્રવેશ થયો. ‘ગુજ્જુભાઈ’ એક એસ્ટાબ્લિશ કેરેક્ટર બની ગયું. વર્લ્ડના ઈતિહાસમાં કદી આવું બન્યું નથી કે રંગભૂમિની આવી સિક્વલ કે પ્રિક્વલ બને. ‘ગુજ્જુભાઈ’ ની સિરીઝ બનતી ગઈ. 

      View this post on Instagram                      

A post shared by Tejal Vyas (@21tejalvyas)

કોકોનટ મોશન પિક્સર્ચની ‘ચાલ જીવી લઈએ’ અને ‘કહેવતલાલ પરિવાર’ ફિલ્મોને મળેલા જબરદસ્ત પ્રતિસાદથી કેવું લાગ્યું? 
આ બંને ફિલ્મ કરવાની તો ખૂબ મજા આવી, પરંતુ   ‘ચાલ જીવી લઈએ’ એક કલ્ટ ફિલ્મ બની ગઈ. આવું તો કોઈએ વિચાર્યું ન હતું. બહુ અદ્ભુત ફિલ્મ બની હતી અને લોકોને તે ખૂબ જ ગમી. મારા પર શરૂઆતમાં સોશિયલ મીડિયા દ્વારા આ ફિલ્મને લઈ ૧૦૦ મેસેજ આવતા હતા. આજની તારીખે પણ મને ઓછામાં ઓછા ૧૦ મેસેજ મળે છે. આ ફિલ્મ ઓટીટી પર નથી તેનો અફસોસ પણ છે. 

દીકરા ઈશાન રાંદેરિયાએ લખેલી અને ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘બુશર્ટ ટીશર્ટ’માં કામ કરવાનો અનુભવ કંઈક અલગ લાગ્યો?
‘બુશર્ટ ટીશર્ટ‘   અલગ પ્રકારનો સબ્જેક્ટ હતો, પરંતુ ફિલ્મ સફળ રહી. ‘ધ કેરલા સ્ટોરી‘ જેવી ફિલ્મ સામે તે ટકી ગઈ. આજકાલના યંગસ્ટર્સ પોતાની જાતને જોરદાર અપડેટેડ રાખે છે. ટેકનિકલી પણ તેઓ સાઉન્ડ હોય છે. ઈશાન પોતાના કેમેરામેનને કદી રિપીટ કરતો નથી. તેણે તેની ડીઓપીની ટીમને મદ્રાસથી બોલાવી હતી. તે નાની નાની બાબતોનું ધ્યાન રાખે છે. મને પણ નવા નવા પ્રયોગ કરવાની મજા આવે છે. 

તમને જોઈને મોટો થયેલો ઈશાન જ્યારે કેમેરા પાછળથી એક્શન કે કટ બોલે ત્યારે એક પિતા તરીકે કેવું લાગતું હતું?
મને દીકરાને આ રીતે જોઈને એક પિતા તરીકે ગર્વ તો થાય જ છે, પરંતુ તે બહુ સારો ડિરેક્ટર છે. તેથી તેની સાથે કામ કરવાની મજા પણ ખૂબ આવે છે.   

ઈશાનની ફિલ્મના સેટ પર તમે ડિરેક્ટર્સ એક્ટર હો છો કે પછી એક પિતા તેમજ અનુભવી અને કસાયેલા કલાકાર તરીકે કોઈ સલાહ આપો છો?
સ્ટેજ પર અમે પિતા-પુત્ર નથી હોતા. અમારા ત્યાં એક્ટર અને ડિરેક્ટરના જ રિલેશન હોય છે. નથી અમે એકબીજાના ખભે હાથ રાખીને ફરતા કે નથી એકબીજા સાથે કામ સિવાયની વાત કરતા. રહી વાત સલાહ આપવાની તો મારા આટલાં વર્ષોના અનુભવના લીધે હું મને લાગે ત્યાં મારી વાત રજૂ કરું છું. ફક્ત ઈશાન સાથે જ નહીં, પરંતુ મારા તમામ ડિરેક્ટર સાથે હું ચર્ચા કરતો હોઉં છું, તે સ્વીકારવી કે નહીં તે ડિરેક્ટરની ચોઈસ હોય છે. 

      View this post on Instagram                      

A post shared by Siddharth Randeria - ગુજ્જુભાઈ (@randeria_siddharth)

દરેક ગુજરાતીને દીવાના બનાવનારા ‘ગુજ્જુભાઈ’નો નવો અવતાર કેવો હશે અને ક્યારે જોવા મળશે?
‘ગુજ્જુભાઈ’ ૧૦૦ ટકા પાછા આવશે, એની ‌સ્ક્રિપ્ટ લખાઈ રહી છે, પરંતુ હાલમાં ઇશાન થોડો બિઝી છે. તેનું હિન્દી ફિલ્મનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતી સાથે હું મોસ્ટ કમ્ફર્ટેબલ છું અને મારે હિન્દી તરફ ભાગવું નથી. તેથી ‘ગુજ્જુભાઈ’ પણ ફરી જોવા મળશે જ. 

તમારી કોમેડી લોકો માટે સ્ટ્રેસ બસ્ટર તો બની જાય છે, પરંતુ તમે પોતે સ્ટ્રેસ દૂર કરવા શું કરો છો?
મારા માટે મારાં નાટકો સ્ટ્રેસ બસ્ટિંગ અનુભવ છે. મને થિયેટર્સ કરવાં ખૂબ ગમે છે. જો હું કોઈ શો ભજવું અને તે જોઈ મારી સાથે લોકો પણ હસે તો મારી જર્નીનો થાક પળભરમાં ઊતરી જાય છે. નાટકોમાં કંઈ લાખોનું વળતર મળતું નથી હોતું. ઘણી વખત એક નાટકના શો માટે ૧૦થી ૧૫ કલાકનું ટ્રાવેલિંગ પણ કરવું પડતું હોય છે અને તે થકવી દેનારું હોય છે, પરંતુ જ્યારે શો હાઉસફુલ જોઈએ ત્યારે મજા પડી જાય છે અને ખૂબ આનંદ આવે છે તથા થાક ગાયબ થઈ જાય છે. સ્ટ્રેસ લાગતો જ નથી. મને નાટકમાં કંઈક ખૂટ્યાનો અહેસાસ થાય તો   ગ્રાન્ડ રિહર્સલમાં પણ મેં તેને બંધ કરી દીધું હોય એવું પણ બનેલું છે.   

આટલાં નાટક, આટલી ફિલ્મ બાદ હવે ‘ગુજ્જુભાઈ’નો ફ્યૂચર પ્લાન શું છે?
હવે મારી હિન્દી ફિલ્મ પણ આવી રહી છે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સાથે ‘સત્ય પ્રેમ કી કથા’ રિલીઝ થઈ રહી છે. આ ઉપરાંત બીજી ત્રણ હિન્દી ફિલ્મ રેડી થઈ રહી છે, પરંતુ મારો પહેલો પ્રેમ માત્ર થિયેટર્સ જ રહેશે. હું ટ્રાય કરતો રહું છું કે મોટાં બેનર આપણી ભાષા ગુજરાતીમાં આવે અને ગુજરાતી ફિલ્મ બનાવે. તેઓ આપણા અને આપણી ભાષા પર શ્રદ્ધા મૂકે.

      View this post on Instagram                      

A post shared by Siddharth Randeria - ગુજ્જુભાઈ (@randeria_siddharth)

તમારા દિલની સૌથી વધુ નજીક હોય તેવું નાટક કયું?
આમ તો મારાં બધાં જ નાટક મારા દિલની નજીક છે. મને જે નાટક પસંદ ન પડે એ હું કરું જ શું કામ, અહીં કોઈ ગવર્નમેન્ટની નોટિસ તો આવવાની નથી. મને ગમે છે, મારું કામ-મારા પ્લે. લોકોને હસાવવા અને લોકોની સાથે હસવું.

સિદ્ધાર્થ રાંદેરિયા પાસે ફુરસદનો સમય હોય ત્યારે તેઓ શું કરે છે? 
ફુરસદનો સમય મળતો જ નથી. હા, ક્યારેક કાઢી લેવો પડે છે અને પરિવારને આપું છું. પહેલાંની લાઇફ સ્લો મોશન હતી, આજની લાઇફ અતિશય ફાસ્ટ થઈ ગઈ છે. હવેના તો યંગસ્ટર્સ પણ એવું એન્જોય નથી કરતા જેવું અમે પહેલાં કરતા હતા. હું વરસાદમાં મારા પિતા સાથે વરસાદની મજા માણતો, સમય-સંજોગોને અમે માણતા. મેં આજે મારા દીકરાને એ રીતે કદી જોયો નથી. તે હંમેશાં તેના કામમાં વ્યસ્ત હોય છે. આજના કોઈ પણ યંગસ્ટર્સ પાસે સમય નથી, પરંતુ એ વાત ચોક્કસ કહીશ કે આજના યંગસ્ટર્સ જબરદસ્ત અપડેટેડ છે. તેઓ ફોકસ્ડ પણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ