Vtv Exclusive 20 year old gujarati girl selected in us navy
ગૌરવ /
EXCLUSIVE INTERVIEW : અમદાવાદમાં ભણેલી પાટીદાર યુવતી અમેરિકન નેવીમાં થઈ સિલેક્ટ
Team VTV01:59 PM, 16 Jun 21
| Updated: 02:21 PM, 16 Jun 21
ખાલી દહિં ખાઇને આર્મીમાં જોડાવાનું સાહસ એક ગુજરાતી છોકરીએ કરી બતાવ્યું છે અને એ પણ અમેરિકન નેવી માં.
ગુજરાતી યુવતીનો અમેરિકામાં ડંકો
અમેરિકન નેવીમાં પસંદગી પામી ચીખલીની દીકરી
નેત્રી પટેલે ગુજરાતનુ નામ કર્યું રોશન
ગુજરાતના ચિખલી તાલુકાની પાટીદારની દિકરીએ અહીં અમેરિકામાં રંગ રાખ્યો છે. અમદાવાદની પાલડી ખાતેની શાળામાં અભ્યાસ કરીને, ઉચ્ચ અભ્યાસ માટે અહીં અમેરિકામાં પોતાના નાના-નાનીના ઘરે આવેલી મૂળ ચિખલી તાલુકાના વાંઝણા ગામની નેત્રી પટેલે અમેરિકાની નેવીમાં પસંદગી પામીને પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કર્યુ છે.
પહેલેથી જ હતો પાયલટ બનવાનું સપનું
અમેરિકામાં મીસીસીપી ખાતે કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતી, નેત્રી પટેલને પહેલેથી જ પાયલટ બનવું હતું, અહીં અમેરિકામાં આવ્યા બાદ તેને અહીંના આર્મી ઓફીસર ને જોઇને આર્મીમાં જવાનો વિચાર કર્યો. અને ત્યારબાદ તેને નેવીમાં જોડાવા માટે પ્રવેશ મેળવ્યો. 10 અઠવાડીયાની અઘરી ટ્રેનીંગ લઇને અંતે નેત્રી અમેરિકન નેવીમાં પસંદગી પામી છે....
ખાલી દહિં ખાઇને આર્મીમાં જોડાવાનું સાહસ એક ગુજરાતી છોકરીએ કરી બતાવ્યું છે. અને એ પણ અમેરિકન નેવીમાં..
ગુજરાતના ચિખલી તાલુકાની પાટીદારની દિકરીએ અહીં અમેરિકામાં રંગ રાખ્યો છે. અમદાવાદની પાલડી ખાતેની શાળામાં અભ્યાસ કરીને, ઉચ્ચ અભ્યાસ માટે અહીં અમેરિકામાં પોતાના નાના-નાનીના ઘરે આવેલી મૂળ ચિખલી તાલુકાના વાંઝણા ગામની નેત્રી પટેલે અમેરિકાન નેવીમાં પસંદગી પામીને પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કર્યુ છે. અમેરિકામાં પહેલી એવી કોઇ ગુજ્જુ યુવતી છે કે, જે અમેરિકન નેવીમાં પસંદગી પામી હોય.
નેત્રી સાથે VTVની ખાસ વાતચીત...
સવાલ: નેત્રી કેમ નેવી પસંદ કરી?
જવાબ: કારણ કે હું જ્યારે સાત વર્ષની હતી ત્યારથી મને પાયલોટ બનવું હતું અને ફાઈટર જેટ પાયલોટ બનવું હતું. મને ખબર હતી કે ભારતમાં છોકરીઓ પાયલોટ બને પણ નેવીમાં ના જાય. મારે જવું હતું. હું એન્જિનિયરિંગ જ કરું છું અત્યારે રેગ્યુલર કોલેજમાં પરંતુ સાઈડમાં મેં નેવી જોઈન કર્યું. મને ખબર હતી કે થોડું હાર્ડ પડશે મમ્મી પપ્પાને મનાવવાનું કે નેવીમાં મને જવા દો. મમ્મી-પપ્પાને હું કહ્યા કરતી હતી એટલે એમને લાગ્યું કે છોકરી કદાચ સિરિયસ છે. એટલે પછી ફાઈનલી તેમણે હા પાડી દીધી.
સવાલ: તમારું મૂળ જર્નાલિઝમ તરફનુ છે. શોખ ભલે હતો પરંતુ અમેરિકન નેવી જ કેમ?
જવાબ: શોખની વાત તો ખરી પણ. મને પપ્પાએ ક્યારેય ન્હોતુ કહ્યું કે ઘરમાં જર્નાલિઝમનો માહોલ છે તો તારે પણ તેવું કરવું. ઘરમાં ક્યારેય પ્રેશર ન્હોતું કે આપણા ઘરનુ બેકગ્રાઉન્ડ આવું છે તો તારે પણ આમ કરવું. જે કંઈ પણ કરવું હોય તેના માટે ઘરમાંથી પૂરતી ફ્રીડમ હતી. જ્યારે અહીંયા અમેરિકા આવી ત્યારે શરૂઆતમાં કમ્પ્યૂટર સાયન્સ કરવાનું નક્કી કર્યું. મેં જ્યારે અહીં આવી મિલેટ્રીના લોકોને જોયાં. તેઓ જે રીતે રહે, પોતાની જાતને પ્રેઝન્ટ કરે એ બધું મને બહુ ગમ્યું. પાછું ઈન્ડિયા જવાનુ હતું નહીં એટેલે ઈન્ડિયાની મિલેટ્રીમાં હું જઈ શકીશ કે નહીં તે શંકા હતી. અમેરિકામાં જ રહેવાનું હતું આથી અમેરિકાની નેવી જ મારે માટે ઓપ્શન હતો.
સવાલ: કેટલી અઘરી રહી ટ્રેનિંગ?
જવાબ: મારી ટ્રેનિંગ 10 અઠવાડિયાની હતી અને ઘણી બધી વસ્તુઓ હતી. જેમકે સ્વીમિંગ. મેં આજ સુધી ક્યારેય સ્વીમિંગના ક્લાસ ન્હોતા કર્યાં. મને એ લોકોએ સ્વીમિંગ શીખવાડ્યું. મને ગન ચલાવતાં શીખવાડ્યું. અત્યારે હું M-9 ચલાવું છું. એ લોકોએ મને આગ જોડે લડવાનું શીખવાડ્યું. એટલે હું અત્યારે સર્ટિફાઈડ ફાયર ફાઈટર પણ છું. જો ક્યાંય આગ લાગે તો તેઓ મને બોલાવી પણ શકે. ટ્રેનિંગ ઘણે દૂર હતી. આજ સુધી હું ઘરેથી ક્યારેય દૂર રહી ન હતી. મમ્મી-પપ્પાથી દૂર રહીને 10 અઠવાડિયા ફોન વગર અજાણી જગ્યાએ રહી. સવારથી રાત સુધી એ લોકો જેમ કરે તેમ કરવાનું. આપણે જે કમાન્ડ આપે તે જ કરવાનું.
સવાલ: ખાવા-પીવામાં કોઈ તકલીફ પડી કેમ કે આપણે મૂળ ગુજરાતી એટલે...
જવાબ: બહુ જ. ખાવાપીવાની સૌથી વધારે તકલીફ પડી. કારણ કે લંચ અને ડીનરમાં તેઓ માત્ર નોનવેજ આપે. ચીકન આપે, મીટ આપે ફિશ આપે એવું બધું. મેં 10 અઠવાડિયા સુધી લંચ અને ડિનરમાં સલાડ, ફ્રૂટ અને દહીં જ ખાધું છે.