બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Voting in one phase in four states except Chhattisgarh, know on which date the election will be held

BIG BREAKING / છત્તીસગઢ સિવાય ચારેય રાજ્યોમાં એક તબક્કામાં મતદાન, જાણો કઇ-કઇ તારીખે યોજાશે ચૂંટણી

Priyakant

Last Updated: 12:54 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly Elections 2023 News: લોકસભા પહેલા સેમિફાઇનલ સમાન 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી, 3 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે મતગણતરી

  • લોકસભા પહેલા સેમિફાઇનલ સમાન 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી 
  • રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી 
  • છત્તીસગઢ સિવાય ચારેય રાજ્યોમાં એક તબક્કામાં મતદાન


લોકસભા પહેલા સેમિફાઇનલ સમાન 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા આજે બપોરે 12 કલાકે 5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.  રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. લોકસભા પહેલા યોજાનાર વિધાનસભા ચૂંટણી લોકસભાની હવાની દિશા નક્કી કરશે. મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન થશે. આ સાથે જ છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન થશે. રાજસ્થાનમાં 23મી નવેમ્બરે મતદાન, મધ્યપ્રદેશમાં 17મી નવેમ્બરે મતદાન યોજાશે. આ તરફ 17 નવેમ્બરે  મધ્યપ્રદેશમાં મતદાન યોજાશે.આ સાથે તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન યોજાશે. મહત્વનું છે કે, આગામી 3 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. 

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠક કરી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા. તેમના સૂચનો અને પ્રતિભાવો લીધા.

મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂરો થાય છે. બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. આ 5 રાજ્યોમાં 679 વિધાનસભા સીટો છે. આ રાજ્યોમાં 16.14 કરોડથી વધુ મતદારો છે. જેમાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો છે. આ રાજ્યોમાં 60.2 લાખ મતદાતાઓ છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે.

ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે તેમણે 40 દિવસમાં 5 રાજ્યોની મુલાકાત લીધી. તમામ રાજ્યોના અધિકારીઓ, પોલીસ, બેંક અધિકારીઓ, નાગરિક ઉડ્ડયન અધિકારીઓને મળ્યા જેઓ ચૂંટણી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હશે. અમે દરેકનો પ્રતિભાવ લીધો. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે આ રાજ્યોમાં કુલ 16.14 કરોડ મતદારો છે. જેમાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો હશે. આ વખતે 60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.

કયા રાજ્યમાં કેટલા મતદારો?

  • મધ્યપ્રદેશ 5.6 કરોડ
  • રાજસ્થાન 5.25 કરોડ
  • તેલંગાણા 3.17 કરોડ
  • છત્તીસગઢ 2.03 કરોડ
  • મિઝોરમ 8.52 લાખ

આજે ચૂંટણી પંચે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, મધ્યપ્રદેશમાં ભાજપ જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તામાં છે. કેસીઆરની પાર્ટી બીઆરએસ તેલંગાણામાં સત્તા પર છે. તો મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટની સરકાર છે.

આ 5 રાજ્યોમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી 
વર્ષ 2023માં આ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે- મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા. મિઝોરમમાં વિધાનસભાની કુલ 40 સીટો છે. અહીં લોકસભાની 1 સીટ અને રાજ્યસભાની 1 સીટ છે. મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 સીટો છે. અહીં લોકસભાની 29 અને રાજ્યસભાની 11 સીટો છે. રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 સીટો છે. અહીં લોકસભાની 25 અને રાજ્યસભાની 10 સીટો છે. છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટો છે. અહીં લોકસભાની 11 અને રાજ્યસભાની 5 સીટો છે. તો તેલંગાણામાં કુલ 119 વિધાનસભા સીટો છે. અહીં લોકસભાની 17 અને રાજ્યસભાની 7 સીટો છે.

શુક્રવારે યોજાઈ હતી ચૂંટણી પંચની મહત્વની બેઠક
ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતા પહેલા ચૂંટણી પંચે શુક્રવારે રણનીતિને અંતિમ સ્વરૂપ આપવા માટે પોતાના નિરીક્ષકોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં 5 રાજ્યોના લગભગ 900 ચૂંટણી નિરીક્ષકો સામેલ થયા હતા. બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર અને સિક્યુરીટી ઓબ્ઝર્વર પણ હાજર રહ્યા હતા. બેઠક દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાઈ હતી. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમાર અને બંને ચૂંટણી કમિશનર પણ હાજર રહ્યા હતા.

વિધાનસભા ચૂંટણીને લઈ ચૂંટણી પંચની પત્રકાર પરિષદ

  • 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખનું એલાન
  • રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ચૂંટણીની થશે જાહેરાત
  • છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમમાં ચૂંટણીની જાહેરાત
  • મિઝોરમ વિધાનસભાની મુદત 17 ડિસેમ્બરે પુરી થાય છે
  • ચુંટણી પંચની ટીમે 5 રાજ્યોની લીધી મુલાકાત - EC
  • તારીખ નક્કી કરતા પહેલા રાજકીય પક્ષો સાથે કરી ચર્ચા - EC

6 માસથી વિધાનસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલુ હતી - EC

  • પાંચેય રાજ્યોમાં મતદારોની કુલ સંખ્યા 16.1 કરોડ - EC
  • પાંચેય રાજ્યોમાં 60 લાખ નવા મતદારો - EC
  • પાંચેય રાજ્યોની 679 બેઠકો પર યોજાશે ચૂંટણી - EC
  • પાંચેય રાજ્યોમાં 8.2 કરોડથી વધુ પુરુષ મતદારો - EC
  • પાંચેય રાજ્યોમાં 7.8 કરોડથી વધુ મહિલા મતદારો - EC
  • મિઝોરમમાં 8.52 લાખ કુલ મતદારો - EC
  • મધ્ય પ્રદેશમાં કુલ 5.6 કરોડ કુલ મતદારો - EC
  • રાજસ્થાનમાં કુલ 5.25 કરોડ મતદારો - EC
  • તેલંગાણામાં કુલ 3.17 કરોડ મતદારો - EC
  • છત્તીસગઢમાં કુલ 2.03 કરોડ મતદારો - EC
  • પાંચેય રાજ્યોમાં 1.77 લાખ મતદાન મથકો રહેશે - EC
  • છત્તીસગઢમાં કુલ 24,109 મતદાન મથકો રહેશે - EC
  • મધ્ય પ્રદેશમાં કુલ 64,523 મતદાન મથકો રહેશે - EC
  • તેલંગાણામાં કુલ 35,356 મતદાન મથકો રહેશે - EC
  • રાજસ્થાનમાં કુલ 51,756 મતદાન મથકો રહેશે - EC

31 ઓક્ટોબર સુધી પક્ષોએ ખર્ચએ જાણકારી આપવાની રહેશે - EC

  • દરેક મતદાન મથક 2 કિમીથી દૂર નહીં હોય - EC
  • ચુંટણીવાળા રાજ્યોમાં 940 ચેક પોસ્ટ તૈયાર કરાઈ - EC
  • ચેક પોસ્ટથી તમામ ગતિવિધિઓ પર નજર રખાશે - EC
  • ડ્રગ્સ અને દારૂની હેરાફેરી પર રખાશે નજર - EC
  • છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન યોજાશે
  • છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું 7 નવેમ્બરે મતદાન
  • છત્તીસગઢમાં બીજા તબક્કાનું 17 નવેમ્બરે મતદાન
  • મિઝોરમમાં 7 નવેમ્બરે યોજાશે મતદાન
  • મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે યોજાશે મતદાન
  • રાજસ્થાનમાં 23 નવેમ્બરે યોજાશે મતદાન
  • તેલગાંણામાં 30 નવેમ્બરે યોજાશે મતદાન
  • 3 ડિસેમ્બરે તમામ રાજયોની મતગણતરી યોજાશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ