બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Vivek Ramaswamy Can't Become President of USA: Out of Race, Endorses This Candidate

BIG NEWS / વિવેક રામાસ્વામી નહીં બની શકે USAના રાષ્ટ્રપતિ: રેસમાંથી થયા બહાર, આ ઉમેદવારને કર્યું સમર્થન

Megha

Last Updated: 11:31 AM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. રિપબ્લિકન પાર્ટી તરફથી ચૂંટણી લડી રહેલા ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ પોતાની ઉમેદવારી છોડી દીધી છે.

  • અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. 
  • વિવેક રામાસ્વામી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની રેસમાંથી બહાર થઈ ગયા. 

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રિપબ્લિકન પાર્ટીએ આયોવા કોકસમાંથી તેના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે. એટલે કે રિપબ્લિકન પાર્ટીના નેતા વિવેક રામાસ્વામી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની રેસમાંથી બહાર થઈ ગયા છે. એ વાત તો જાણીતી જ છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ પહેલા પણ ઘણી વખત ફરીથી રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.

વિવેક રામાસ્વામીએ આ નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ સામે આયોવા કોકસ હાર્યા બાદ લીધો છે. ઉમેદવારી રેસમાંથી ખસી જવાની જાહેરાત કરતા ભારતીય મૂળના રામાસ્વામીએ કહ્યું કે તેઓ ક્યાંય નથી જઈ રહ્યા અને તેમના લોકો માટે કામ કરવાનું ચાલુ રાખશે. તેણે એમ પણ કહ્યું કે તે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપશે અને તેમની સાથે કામ કરશે. આ દરમિયાન વિવેકના સમર્થકો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. 

અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેના માટે જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે.

વધુ વાંચો: 'રામ સિયારામ'ના નારાથી ગૂંજી ઉઠ્યું અમેરિકા, 'પ્રાણ પ્રતિષ્ઠા' પહેલા યોજાઈ ભારતીયોની ભવ્ય કાર રેલી

ટ્રમ્પે તેમના સમર્થકોને વિઝન 2024 આપ્યું 
ડોનાલ્ડ ટ્રમ્પ તેમની કઠોર ઈમિગ્રેશન નીતિઓ માટે પણ જાણીતા છે. વિવેક રામાસ્વામીએતેમના સમર્થકોને વિઝન 2024 આપ્યું છે. આ અંતર્ગત તેમણે કહ્યું છે કે સત્તામાં આવ્યા બાદ તેઓ અમેરિકાની સરહદો બંધ કરી દેશે અને ગેરકાયદેશર પ્રવેશ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેણે એમ પણ કહ્યું છે કે અત્યારે અમેરિકા ખતરામાં છે અને દેશની સરહદો પર હુમલા થઈ રહ્યા છે. ચીનને લઈને ટ્રમ્પની નીતિઓ પણ ઘણી કડક રહી છે અને એક વખત તેમણે કોરોના મહામારી માટે ચાઈનીઝ વાયરસ શબ્દનો ઉપયોગ પણ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ