બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / America echoed with the slogan of Ram Siyaram a grand car rally of Indians was held before Pran Pratishtha

અયોધ્યા રામ મંદિર / 'રામ સિયારામ'ના નારાથી ગૂંજી ઉઠ્યું અમેરિકા, 'પ્રાણ પ્રતિષ્ઠા' પહેલા યોજાઈ ભારતીયોની ભવ્ય કાર રેલી

Megha

Last Updated: 09:21 AM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને ભારત સહિત આખા દેશમાં ઉજવણીનો માહોલ છે. અમેરિકામાં ભારતીય મૂળના લોકોમાં ઉત્સાહનો માહોલ છે અને ન્યુ જર્સીમાં કાર રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

  • રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને આખા ભારતમાં ઉજવણીનો માહોલ છે.
  • અમેરિકાના હિન્દુઓમાં પણ રામ મંદિરને લઈને ઉત્સાહ છે. 
  • ભારતીયોએ ન્યુ જર્સીના એડિસનમાં કાર રેલીનું આયોજન કર્યું હતું. 

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને આખા ભારતમાં ઉજવણીનો માહોલ છે. અયોધ્યામાં જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે તો વિદેશોમાં પણ રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને ભારતીય મૂળના લોકોમાં ઉત્સાહનો માહોલ છે. 

અમેરિકાના હિન્દુઓમાં પણ રામ મંદિરને લઈને ઉત્સાહ છે. આ જ કારણ છે કે અમેરિકામાં હિન્દુઓ દેશભરમાં કાર રેલીઓનું આયોજન કર્યું હતું. અમેરિકામાં ભારતીયોએ ન્યુ જર્સીના એડિસનમાં કાર રેલીનું આયોજન કર્યું હતું, જેમાં રેલીમાં 350થી વધુ કારોએ ભાગ લીધો હતો. આ કારનો કાફલો જય શ્રી રામના નારા સાથે એડિસનની શેરીઓમાંથી પસાર થયો હતો.

લોકો રસ્તાઓ પર 'રામ સિયા રામ' ગાતા જોવા મળ્યા હતા. અમેરિકાની ગલીઓ રામાયણના ગીતોથી ગુંજી રહી હતી. હાલ તેના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.  

હિન્દુ ધર્મના લોકો અયોધ્યામાં રામ મંદિરમાં અભિષેક સમારોહ પહેલા વિશ્વભરમાં કાર્યક્રમો અને ઉજવણીઓનું આયોજન કરી રહ્યા છે. દરમિયાન, વિશ્વ હિંદુ પરિષદ (VHP), યુએસ ચેપ્ટર, સમગ્ર અમેરિકામાં હિંદુઓ સાથે મળીને મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ 10 રાજ્યોમાં 40 થી વધુ હોર્ડિંગ્સ લગાવ્યા છે.

અગાઉ અમેરિકાના હ્યુસ્ટનમાં પણ ભવ્ય કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર રેલી દરમિયાન અમેરિકન હિન્દુઓએ હ્યુસ્ટનમાં 11 મંદિરોની મુલાકાત પણ લીધી હતી અને રામ ભજન ગાયા હતા. 22 જાન્યુઆરીએ યોજાનાર રામ લાલાના અભિષેક માટે વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા (VHPA)ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

વધુ વાંચો: અયોધ્યામાં આજથી વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞ સાથે ધાર્મિક વિધિઓ શરૂ, તો દિલ્હીમાં પણ કરાશે સુંદરકાંડના પાઠનું આયોજન

જણાવી દઈએ કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ અમેરિકામાં જોરશોરથી ચાલી રહી છે. સાથે જ VHPAએ અમેરિકામાં સ્થાયી થયેલા તમામ હિંદુ અમેરિકન નાગરિકોને 22 જાન્યુઆરીએ પોતાના ઘરમાં પાંચ દીવા પ્રગટાવવાની અપીલ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ