બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / Vivek Bindra News: After 8 days of marriage with motivational speaker Vivek Bindra, wife reaches police station, these serious allegations, case registered

ગંભીર આરોપ / વાળ ખેંચી નાખ્યા, કાનનો પડદો ફાટી ગયો, પત્નીને માર મારવા બદલ મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા સામે નોંધાયો કેસ

Pravin Joshi

Last Updated: 08:52 AM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિવેક બિન્દ્રાએ 6 ડિસેમ્બર 2023ના રોજ યાનિકા સાથે લગ્ન કર્યા. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના 8 દિવસ બાદ બિન્દ્રાની પત્ની પોલીસ સ્ટેશન પહોંચી હતી. 14 ડિસેમ્બરે યાનિકાએ પોલીસ સ્ટેશન પહોંચીને આરોપ લગાવ્યો કે તેનો પતિ તેને ખૂબ મારતો હતો.

  • ઈન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા વિરુદ્ધ કેસ નોંધાયો 
  • વિવેક બિન્દ્રાએ 6 ડિસેમ્બર 2023ના રોજ યાનિકા સાથે લગ્ન કર્યા
  • યાનિકાએ આરોપ લગાવ્યો કે તેનો પતિ તેને ખૂબ મારતો હતો

નોઈડા પોલીસે ઈન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ કેસ અન્ય કોઈએ નહીં પરંતુ તેની પત્નીએ નોંધાવ્યો છે. બિન્દ્રાની પત્નીનો આરોપ છે કે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાના યુટ્યુબ પર 21.4 મિલિયન અને ઈન્સ્ટાગ્રામ પર 3.9 મિલિયન ફોલોઅર્સ છે. વિવેક બિન્દ્રાએ 6 ડિસેમ્બર 2023ના રોજ યાનિક સાથે લગ્ન કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના 8 દિવસ બાદ બિન્દ્રાની પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 14 ડિસેમ્બરે યાનિકાએ આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ તેને ખરાબ રીતે મારતો હતો. આ મામલે ફરિયાદ મળતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

યાનિકાને ઈજા થઈ 

કહેવામાં આવી રહ્યું છે કે હુમલાના આ મામલામાં યાનિકાને ઈજા થઈ છે. પોલીસ સ્ટેશન પહોંચેલી પત્નીની પણ આંખ કાળી હતી અને કહેવામાં આવી રહ્યું છે કે બિન્દ્રાની મારપીટને કારણે આ હાલત થઈ હતી. આ FIR નોઈડા પોલીસ સ્ટેશન સેક્ટર 126 વિસ્તારમાં નોંધવામાં આવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પત્નીની ફરિયાદ મળી છે અને તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. તપાસ બાદ જ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મારપીટ કરતો વીડિયો પણ સામે આવ્યો 

સાળા વૈભવે વિવેક બિન્દ્રા વિરુદ્ધ નોઈડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં વૈભવે જણાવ્યું છે કે તેની બહેનના લગ્ન આ વર્ષે 6 ડિસેમ્બરે વિવેક બિન્દ્રા સાથે લલિત માનનગર હોટલમાં થયા હતા. તેની બહેન અને બિન્દ્રા નોઈડાના સેક્ટર 94 સ્થિત સુપરનોવા વેસ્ટ રેસિડેન્સીમાં રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે વિવેકનો તેની પત્ની સાથે મારપીટ કરતો વીડિયો પણ સામે આવ્યો છે. વૈભવે પોલીસને જણાવ્યું છે કે વિવેકે તેની બહેનને એટલો માર માર્યો છે કે તે સાંભળવાની ક્ષમતા ગુમાવી બેઠી છે. આટલું જ નહીં, વિવેકે તેની બહેનના વાળ પણ ખેંચ્યા જેના કારણે તેના માથામાં પણ ઈજા થઈ. તેમને કૈલાશ દીપ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. વૈભવનો આરોપ છે કે આ લડાઈ દરમિયાન વિવેકે તેની બહેનનો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ