બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:31 PM, 10 January 2024
ADVERTISEMENT
ભારત અને અફગાનિસ્તાન વચ્ચે 3 મેચની ટી20 સિરિઝ ગુરૂવારે એટલે કે 11 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. આ સિરિનો પહેલો મેચ માહોલીમાં રમાશે. આ સિરિઝની સાથે જ ટીમ ઈન્ડિયાના બે સૌથી મોટા સ્ટાર રોહિત શર્મા અને વિરાટ કોહલી કે જે બંને એક વર્ષથી પણ વધુ સમય બાદ ટી20 ઈન્ટરનેશનલ મેચ રમવા માટે પરત ફરી રહ્યાં છે. જોકે ફેન્સને પહેલા ટી20માં રોહિત શર્માને રમતો જોવાનો મોકો મળશે. કારણ કે વિરાટ કોહલી આ મેચ રમી રહ્યાં નથી. ટીમના કોચ રાહુલ દ્રવિડએ મેચના એક દિવસ પહેલા આ જાણકારી આપી છે.
વધુ વાંચો : ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીથી નારાજ છે BCCI? દુબઈમાં પાર્ટી કરવાની મળી રહી છે સજા
ADVERTISEMENT
માહોલીમાં મેચના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફ્રન્સ કરીને ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે વિરાટ કોહલી પોતાના અંતગ કારણોને લઈને પહેલો ટી-20 મેચ રમી શકશે નહીં. જ્યારે તે બીજા અને ત્રીજા ટી20 મેચમાં જોવા મળશે. કોહલીએ નવેમ્બર 2022 બાદથી કોઈ ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો નથી. એડિલેડમાં ઈંગ્લેડ વિરૂદ્ધ ટી-20 વર્લ્ડ કપના સેમીફાઈનલમાં કોહલીએ અડધી સદી ફટકારી હતી. જે બાદથી કોહલી આ ફોર્મેટથી દુર હતો.
રોહિત પણ નથી પહોંચ્યો મોહાલી
છેલ્લા 14 મહિનાથી આ ફોર્મેટથી દુર રહેલા કોહલીને ફરી જોવા માટે ટીમ ઈન્ડિયાના ફેન્સ રાહ જોઈ રહ્યાં છે. જ્યારે કોહલીની જેમ 14 મહિના બાદ આ ફોર્મેટમાં પરત ફરી રહેલા કેપ્ટન રોહિત શર્મા પહેલા મેચથી જ વાપસી કરશે. જો કે રિપોર્ટ અનુસાર રોહિત મેચ એક દિવસ પહેલા સુધી તે મોહોલી પહોંચ્યો નથી.. તે ટીમની સામે મોહાલી નથી આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે આજે સાંજ સુધીમાં ચાર્ટર્ડ પ્લેનથી માહોલી પહોંચી શકે છે..
ADVERTISEMENT
ઓપનિંગ પર દ્રવિડનો ખુલાસો
કોચ દ્રવિડે પ્લેઈંગ ઈલેવનને લઈને તો કોઈ ખાસ ખુલાસો કર્યો નથી.પણ તેને એક મોટા સવાલનો પણ જવાબ આપ્યો છે. બધાની નજર એ વાત પર અટકેલી છે કે રોહિતની સાથે આ સિરીઝમાં ઓપનિંગ કોણ કરશે. ટીમ પાસે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલના રૂપમાં બે મુખ્ય દાવેદાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.