બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / virat kohli made 7 unique records in ipl 2023 even after losing rcb vs gt

IPL 2023 / RCB હાર્યું પણ કોહલી તો કિંગ જ છે! બનાવી નાંખ્યા 7 'વિરાટ' રેકોર્ડ

Manisha Jogi

Last Updated: 02:03 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીએ 13 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો છે. RCB IPLમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ કોહલીએ આ સીઝનમાં અનેક રેકોર્ડ નોંધાવ્યા છે.

  • કોહલીએ 61 બોલ પર 101 રનની શાનદાર ઈનિંગ રમી
  • કોહલીએ અનેક રેકોર્ડ નોંધાવ્યા
  • વિરાટ કોહલીએ IPLમાં સાત સદી ફટકારી

વિરાટ કોહલીએ 61 બોલ પર 101 રનની શાનદાર ઈનિંગ રમી છે. વિરાટ કોહલીએ 13 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો છે. મેચમાં હારી જવાને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) IPLમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ કોહલીએ આ સીઝનમાં અનેક રેકોર્ડ નોંધાવ્યા છે. 

વિરાટ કોહલીએ IPLમાં સાત સદી ફટકારી છે. તેમણે ક્રિસ ગેલને પણ પણ પાછળ છોડી દીધા છે. તમને જણાવી દઈએ કે, ક્રિસ ગેલે IPLમાં છ સદી ફટકારી છે. કોહલીએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કુલ 4 સદી ફટકારી છે. આ સ્ટેડિયમમાં પણ સૌથી વધુ સદી ફટકારવાના મામલે પણ કોહલીના નામે રેકોર્ડ નોંધાયેલ છે. 

વિરાટ કોહલીએ બેક ટૂ બેક બે IPL સદી ફટકારી છે. શુભમન ગિલે પણ સદી ફટકારી છે અને 104 રન કર્યા છે. આ બંને ખેલાડીએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારી હતી. વિરાટ કોહલી આ પ્રકારે કરનાર ખેલાડીઓના ક્લબમાં શામેલ થઈ ગયા છે. વર્ષ 2020માં શિખર ધવને સૌથી પહેલા બે સદી ફટકારી હતી અને વર્ષ 2022માં જોસ બટલરે બે સદી ફટકારી હતી.

વિરાટ કોહલીએ IPLમાં 57 અડધી સદી ફટકારી છે અને વોર્નરે 65 અડધી સદી ફટકારી છે. જેથી આ રેકોર્ડ બનાવવા બાબતે વિરાટ કોહલી માત્ર વોર્નરથી પાછળ છે. શિખર ધવને IPLમાં 52 અડધી સદી ફટકારી છે, જેથી ત્રીજા નંબર પર છે અને વિરાટ કોહલી બીજા નંબર પર છે. 

વિરાટ કોહલીએ IPL 2023માં 103 મીટર દૂર છગ્ગો ફટકાર્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદના બોલર નીતીશ કુમાર રેડ્ડીએ બોલિંગ કરતા કોહલીએ તેના બોલ પર આ છગ્ગો ફટકાર્યો છે. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીના કરિઅરમાં સૌથી લાંબી સિક્સ છે.

IPLમાં 7,000થી વધુ રન કરવાના મામલે વિરાટ કોહલી એકમાત્ર ખેલાડી છે. તેમણે 237 મેચમાં 37.24ની એવરેજ અને 130.02 સ્ટ્રાઈક રેટથી 7,263 રન ફટકાર્યા છે. કોહલીએ આ સીઝનમાં ફાફ ડુ પ્લેસિસ સાથે 939 રનની પાર્ટનરશીપ કરી છે. આ પ્રકારે તેમણે એબી ડેવિલિયર્સ સાથે વર્ષ 2016માં 939 રનની પાર્ટનરશીપ કરવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ