બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli had spit on me sensational revelation of former SA captain Dean Elgar

ક્રિકેટ / મારા પર થૂંકયો હતો વિરાટ કોહલી, બે વર્ષે માંગી માફી: આ પૂર્વ કેપ્ટનનો મોટો દાવો

Megha

Last Updated: 03:04 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન ડીન એલ્ગરે વિરાટ કોહલી સાથેની લડાઈનો ખુલાસો કરતાં કહ્યું કે મેચ દરમિયાન જાડેજા અને વિરાટ કોહલી મારા પર થૂંક્યા હતા.

  • સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટને વિરાટ કોહલી વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો. 
  • એલ્ગરે જણાવ્યું કે કેવી રીતે તેની અને વિરાટ વચ્ચે બોલાચાલી થઈ હતી. 
  • વર્ષ 2015માં મેચ દરમિયાન જાડેજા અને વિરાટ કોહલી મારા પર થૂંક્યા હતા. 

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન ડીન એલ્ગરે ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ડીન એલ્ગર 2015માં પહેલીવાર કિંગ કોહલીને મળ્યો હતો. એલ્ગરે તેમની પ્રથમ મુલાકાતને યાદ કરી અને જણાવ્યું કે કેવી રીતે તેની અને વિરાટ વચ્ચે બોલાચાલી થઈ હતી. 

એલ્ગર 2015માં પ્રથમ વખત ભારતની મુલાકાતે આવ્યો હતો. તે દરમિયાન એલ્ગર અને વિરાટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવો જાણીએ શું કહ્યું પૂર્વ આફ્રિકન ક્રિકેટરે.

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન ડીન એલ્ગરે એક યુટ્યુબ ચેનલ પર વિરાટ કોહલી સાથેની લડાઈનો ખુલાસો કર્યો છે. સાથે જ એલ્ગરે એમ પણ કહ્યું છે કે તે દરમિયાન વિરાટે તેના પર થૂંક્યું હતું, ત્યારબાદ એલ્ગરે કોહલીને કહ્યું હતું કે જો તું આવું કરશે તો હું તને મારા બેટથી મારીશ. આ સિવાય એલ્ગરે તે સમયગાળા દરમિયાન થયેલી જોરદાર બોલાચાલી વિશે પણ ખુલાસો કર્યો છે. એલ્ગરના આ નિવેદને ઘણા લોકોને ચોંકાવી દીધા છે. 

ડીન એલ્ગરે કહ્યું કે, "ભારતના પ્રવાસમાં પીચને લઈને ઘણી મજાક ઉડાવવામાં આવી હતી. જ્યારે હું બેટિંગ કરવા માટે ક્રિઝ પર આવ્યો ત્યારે હું આર અશ્વિનની સામે મારી લય જાળવી રાખવા માંગતો હતો. પરંતુ એ સમયે જાડેજા અને વિરાટ કોહલી મારા પર થૂંક્યા, ત્યારબાદ મેં બંનેને કહ્યું કે જો તમે આવું કરશો તો હું તમને આ બેટથી મારીશ."

જણાવી દઈએ કે એલ્ગરને પૂછવામાં આવ્યું કે શું કોહલી તમારી સ્થાનિક ભાષા સમજે છે, તો એલ્ગરે કહ્યું કે એબી ડી વિલિયર્સ આઈપીએલમાં આરસીબી તરફથી રમે છે અને બંને એક જ ટીમમાં છે. તેથી જ તે મારી ભાષા સમજી ગયો હતો.

વધુ વાંચો: 'એવું લાગ્યું કે જાણે મારો સમય પૂરો થઇ ગયો', અકસ્માત બાદ પ્રથમવાર ઋષભ પંતે સંભળાવી આપવિતી

એલ્ગરે આગળ કહ્યું કે"મેં એમને કહ્યું કે હું તને બેટથી મારીશ અને તને અહીં જ પટકી દઇશ અને મેં તેને ગાળો પણ આપી. એ પછી એમને પણ અપશબ્દો બોલવાનું શરૂ કર્યું અને કહ્યું કે તમે ખોટી જગ્યા પર વાત કરી રહ્યા છો. એ સમયે અમે ભારતમાં હતા અને અમારે પણ સાવચેત રહેવાની જરૂર હતી." જણાવી દઈએ કે ડીન એલ્ગરે એ પણ કહ્યું છે કે તે પછી વર્ષ 2017-18માં ભારતે સાઉથ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો, જ્યાં વિરાટે પોતાના વર્તન માટે માફી પણ માંગી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ