બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / rishabh pant opens up on his life threatening accident

સ્પોર્ટ્સ / 'એવું લાગ્યું કે જાણે મારો સમય પૂરો થઇ ગયો', અકસ્માત બાદ પ્રથમવાર ઋષભ પંતે સંભળાવી આપવિતી

Manisha Jogi

Last Updated: 11:14 AM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય બેટ્સમેન વિકેટકીપર ઋષભ પંતનો અકસ્માત થયો તે સમયે તેમને લાગતું હતું કે, તેમનો સમય પૂરો થઈ ગયો છે. ઋષભ પંત ગંભીર હાલતમાં ગાડીમાંથી બહાર નીકળી ગયા અને ત્યારપછી તેમની ગાડી ભડભડ કરીને બળવા લાગી.

  • અકસ્માત બાદ પ્રથમવાર ઋષભ પંતે સંભળાવી આપવિતી
  • વિકેટકીપર ઋષભ પંતનો થયો હતો અકસ્માત
  • 'લાગ્યું જાણે મારો સમય પૂરો થઇ ગયો'

ભારતીય બેટ્સમેન વિકેટકીપર ઋષભ પંતનો અકસ્માત થયો તે સમયે તેમને લાગતું હતું કે, તેમનો સમય પૂરો થઈ ગયો છે. ઋષભ પંત 30 ડિસેમ્બર 2022ના રોજ સવારે તેઓ તેમના ગૃનગર રૂડકી જઈ રહ્યા હતા તે સમયે તેમની ગાડી ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો. ઋષભ પંત ગંભીર હાલતમાં ગાડીમાંથી બહાર નીકળી ગયા અને ત્યારપછી તેમની ગાડી ભડભડ કરીને બળવા લાગી. 

ઋષભ પંતે આ અકસ્માત અંગે પહેલી વાર વિગતવાર વાત કરતા જણાવ્યું હતું કે, ‘30 ડિસેમ્બર 2022ના રોજ સવારે ડિવાઈડર સાથે અથડાયા પછી આગ લાગતા લાગી રહ્યું હતું કે, હું મરી જ જઈશે.’ આ દુર્ઘટનામાં ઋષભ પંતના જમણા પગનું લિગામેન્ટ ફાટી ગયું અને માથામાં પણ ઈજા થઈ હતી. ત્યારથી તેઓ મેદાન પર ક્રિકેટ રમવા માટે ઉતર્યા નથીય 

ઋષભ પંતે જણાવ્યું કે, ‘જીવનમાં પહેલી વાર મને એવું લાગ્યું હતું કે, આ દુનિયામાં મારો સમય પૂરો થઈ ગયો છે. દુર્ઘટના સમયે મને ખબર હતી કે, મને ગંભીર ઈજા થઈ છે. મને એવું લાગી રહ્યું હતું કે, કોઈએ મને બચાવી લીધો છે. મેં ડોકટરને પૂછ્યું કે, ઠીક થવામાં કેટલો સમય લાગશે. ડોકટરે જણાવ્યું કે, આ બધુ રિકવર થવામાં 16-18 મહિના લાગશે. મને ખબર હતી કે, આ ઈન્જરીમાંથી ઝડપથી રિકવર થવા માટે મારે ખૂબ જ મહેનત કરવી પડશે.’

વધુ વાંચો: સરફરાઝની ભારતીય ટીમમાં એન્ટ્રી તો થઇ ગઇ, પરંતુ પ્લેઇંગ 11માં સ્થાન મળવું મુશ્કેલ! જાણો કેમ

દુર્ઘટનાને કારણે ઋષભ પંતે મુંબઈમાં સર્જરી કરાવવી પડી હતી અને તેમને આશા હતી કે, તેઓ IPLમાં વાપસી કરશે. ગયા વર્ષે દુબઈમાં IPL 2024ની હરાજીમાં ઋષભ પંત ફ્રેન્ચાઈઝી પ્રતિનિધિમંડળનો હિસ્સો રહ્યા હતા. જેથી ઋષભ પંત IPLમાં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્ત્વ કરે તેવી સંભાવના છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ