બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Ind vs Eng Sarfaraz has entered the Indian team, but it is difficult to get a place in the playing 11

સ્પોર્ટ્સ / સરફરાઝની ભારતીય ટીમમાં એન્ટ્રી તો થઇ ગઇ, પરંતુ પ્લેઇંગ 11માં સ્થાન મળવું મુશ્કેલ! જાણો કેમ

Megha

Last Updated: 10:31 AM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરફરાઝ ખાનને ટીમમાં તો જગ્યા મળી ગઈ છે પરંતુ શું પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે? તેની સામે વોશિંગ્ટન સુંદર પાસે ચાર ટેસ્ટનો અનુભવ છે અને તે જાડેજાની જગ્યાએ ઈલેવનમાં સામેલ થઈ શકે છે.

  • સરફરાઝ ખાને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી લીધી છે. 
  • યુપીના સ્પિનર ​​સૌરભ કુમારને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો. 
  • ટીમમાં જગ્યા મળી પણ સરફરાઝને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે? 

ડોમેસ્ટિક ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કર્યા બાદ હવે સરફરાઝ ખાને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી લીધી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 69.85ની એવરેજ સાથે રન બનાવનાર સરફરાઝ ખાનને પસંદગીકારોએ ટીમમાં મોકો આવવાનો મોકો આપ્યો છે. સોમવારે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી જેમાં યુપીના સ્પિનર ​​સૌરભ કુમારને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

જાણીતું છે કે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને બેટ્સમેન કેએલ રાહુલ ઈજાના કારણે 2 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી શક્યા નથી. જાડેજાને પ્રથમ ટેસ્ટ દરમિયાન પગના સ્નાયુમાં ઈજા થઈ હતી જ્યારે રાહુલે તેની જમણી જાંઘમાં દુખાવાની ફરિયાદ કરી હતી. બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

હવે અહીં સવાલ એ છે કે સરફરાઝ ખાનને ટીમમાં તો જગ્યા મળી ગઈ છે પરંતુ શું તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે? વોશિંગ્ટન સુંદર પાસે ચાર ટેસ્ટનો અનુભવ છે. તેનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. તે જાડેજાની જગ્યાએ ઈલેવનમાં સામેલ થઈ શકે છે, પરંતુ કેએલ રાહુલના સ્થાને કોને સામેલ કરવામાં આવશે તે જાણવા માટે ચાહકો આતુર છે. 

જો કે એક્સપર્ટસનું એવું માનવું છે કે રજત પાટીદાર ડેબ્યૂ કરી શકે છે જે પહેલાથી જ ભારતની 15 ખેલાડીઓની ટીમમાં સામેલ છે. જો એવું થયું અને તેની સાથે સરફરાઝ ખાનને પણ મોકો આપવો છે તો સિલેક્ટર્સ ખરાબ ફોર્મમાં રહેલા શ્રેયસ અય્યર અથવા શુભમન ગિલની જગ્યાએ સરફરાઝને મેદાનમાં ઉતારી શકે છે. 

જાણીતું છે કે સરફરાઝે થોડા દિવસ પહેલા ઈંગ્લેન્ડ લાયન્સ સામે શાનદાર સદી ફટકારી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 14 સદી છે. ઈંગ્લેન્ડ લાયન્સ સામે ઈન્ડિયા A તરફથી પાંચ વિકેટ લેનાર સૌરભ પણ લયમાં હોય તેવું લાગી રહ્યું છે. ઉત્તર પ્રદેશના ડાબા હાથના સ્પિનર ​​સૌરભના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 290 વિકેટ છે અને તે 2022માં બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે ગયો હતો. જો કે તે તેના ડેબ્યુની રાહ જોઈ રહ્યો છે. જ્યારે સુંદર પાસે ચાર ટેસ્ટનો અનુભવ છે.

નોંધનીય છે કે પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે 28 રનથી મળેલી હાર બાદ ભારતીય ટીમ પાંચ મેચોની સીરિઝમાં 0-1થી પાછળ ચાલી રહી છે.

વધુ વાંચો: પહેલી ટેસ્ટ હાર્યા, હવે બીજી મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: જાડેજા અને આ ખેલાડી બહાર

બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમઃ 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ, અવેશ ખાન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર અને સૌરભ કુમાર. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ