બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohali give up on captaincy or was he removed know what sourav ganguly told

ક્રિકેટ / વિરાટ કોહલીએ સામેથી કેપ્ટનશીપ છોડી હતી કે પછી હટાવી દેવાયો હતો? ગાંગુલીએ આખરે તમામ વિવાદો પર કર્યા મોટા ખુલાસા

Arohi

Last Updated: 10:55 AM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohali Captaincy: BCCIના પૂર્વ બોસ સૌરવ ગાંગુલીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે કઈ રીતે વિરાટ કોહલીએ જ્યારે ટેસ્ટની કેપ્ટન્સી છોડી હતી તો બોર્ડ તેના માટે તૈયાર ન હતું.

  • વિરાટ કોહલીએ છોડી હતી ટેસ્ટની કેપ્ટન્સી 
  • બોર્ડ ન હતું તેના માટે તૈયાર 
  • સૌરવ ગાંગુલીએ કર્યો તેના અંગે આ ખુલાસો 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને મળેલી હારથી ખલબલી મચી ગઈ છે. ભારતને સતત બીજી વખત ફાઈનલમાં હાર મળી છે. આ હારની સાથે જ ઘણી જીતની વાતો પણ સામે આવી છે. આવો જ કોઈ ખુલાસો  BCCIના પૂર્વ બોસ સૌરવ ગાંગુલીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે કઈ રીતે વિરાટ કોહલીએ જ્યારે ટેસ્ટની કેપ્ટન્સી છોડી હતી તો બોર્ડ તેના માટે તૈયાર ન હતું.  

શું કહ્યું ગાંગુલીએ? 
સૌરવ ગાંગુલીએ કહ્યું, "મેં રોહિત શર્માને ત્રણ ફોર્મેટમાં કેપ્ટન બનાવવવાનું સમર્થન આપ્યું હતું. ત્યાર બાદ વિરાટ કોહલીએ ટેસ્ટની કેપ્ટન્સીને છોડી દીધી. જોકે BCCI ઈચ્છે છે કે કોહલી ટેસ્ટની કેપ્ટન્સી પોતાની પાસે રાખી લે પરંતુ આમ ન થયું."

સૌરવ ગાંગુલીએ રોહિત શર્માની કપ્ટન્સીને લઈને કહ્યું, "મારૂ માનવું છે કે હાલના સમયમાં રોહિત શર્મા ત્રણ ફોર્મેટમાં કેપ્ટન્સીનો સારો વિકલ્પ છે. જોકે આ સિલેક્ટર્સનું કામ છે. વિરાટ કોહલીએ પોતે 2 વર્ષ પહેલા કેપ્ટન્સી છોડી હતી. જો તમે મને પુછશો કે ટીમ માટે શું યોગ્ય છે તો હું કહીશ કે કેપ્ટનની રીતે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ ટીમ માટે સૌથી યોગ્ય છે."

તેમણે આગળ કહ્યું, "મને લાગે છે કે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ આ વર્ષે થવા જઈ રહેલા વન ડે વિશ્વ કપ સુધી તો ટીમનું નેતૃત્વ કરશે જ જોકે મને એ નથી ખબર કે વિશ્વ કપ બાદ રોહિત શર્માની યોજના શું રહેશે પરંતુ આ સમયમાં રોહિત શર્મા અને રાહુલ દ્રવિડથી સૌથી સારૂ બીજુ કોઈ નથી."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ