બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Virat kept drinking water as a water boy, Rohit disappeared

WI vs IND / વોટર બોય બનીને પાણી પીવડાવતો રહ્યો વિરાટ, રોહિત ગાયબ: આ રીતે વર્લ્ડ કપ જીતશે ઈન્ડિયા? વેસ્ટઈન્ડિઝે ધોઈ નાંખ્યા

Priyakant

Last Updated: 09:38 AM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WI vs IND News: ટીમ ઈન્ડિયાએ નવા સંયોજનો શોધવા માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વન-ડેને 'પ્રેક્ટિસ મેચ'માં ફેરવી દીધી અને અંતે નવી કેરેબિયન ટીમ દ્વારા છ વિકેટે પરાજય થયો

  • ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વન-ડેને 'પ્રેક્ટિસ મેચ'માં ફેરવી દીધી
  • મના બે સૌથી અનુભવી બેટ્સમેન કેપ્ટન રોહિત-કોહલી આ મેચમાં રમ્યા ન હતા 
  • તેમની જગ્યાએ ટીમ મેનેજમેન્ટે સંજુ સેમસન અને અક્ષર પટેલને XIમાં સામેલ કર્યા 

ટીમ ઈન્ડિયા તેમની બેન્ચ સ્ટ્રેન્થ ચકાસવા અને વર્લ્ડ કપ પહેલા નવા સંયોજનો શોધવા માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વન-ડેને 'પ્રેક્ટિસ મેચ'માં ફેરવી દીધી હતી. જેના પરિણામે નવી કેરેબિયન ટીમ દ્વારા છ વિકેટે પરાજય થયો. પ્રયોગના નામે આ મેચમાં વધુ પડતા પ્રયોગો જોવા મળ્યા હતા. ટીમના બે સૌથી અનુભવી બેટ્સમેન કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી આ મેચમાં રમ્યા ન હતા અને તેની જગ્યાએ ટીમ મેનેજમેન્ટે સંજુ સેમસન અને અક્ષર પટેલને XIમાં સામેલ કર્યા હતા. જોકે આખી ટીમ માત્ર 181 રનમાં ઓલઆઉટ થઈ જતાં બંને સિનિયરોને આરામ આપવાનો નિર્ણય બેકફાયર લાગતો હતો.
 
તમે વિરાટ કોહલીને રમતથી દૂર રાખી શકો છો, પરંતુ વિરાટ કોહલીથી રમત દૂર નથી. જ્યારે તે મેદાન પર પહોંચ્યો ત્યારે તેને બેટ નહિ પરંતુ તેના હાથમાં બોટલો દેખાઈ. ડ્રેસિંગ રૂમમાં આરામ કર્યા બાદ તે યુઝવેન્દ્ર ચહલ સાથે પાણી લઈને મેદાન પર પહોંચ્યો હતો. જ્યારે 37મી ઓવર પછી ભારતનો સ્કોર 167/7 હતો ત્યારે શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવ ક્રિઝ પર સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે કેમેરામેને મેદાનમાં પ્રવેશી રહેલા બે ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તે બીજું કોઈ નહીં પણ વિરાટ કોહલી અને યુઝવેન્દ્ર ચહલ હતા.

તમામ પ્રયોગો નિષ્ફળ ગયા
વર્લ્ડ કપ પહેલા પોતાની પ્લેઈંગ ઈલેવનને અજમાવવાને બદલે અલગ-અલગ પ્રયોગો કરી રહેલી ટીમ ઈન્ડિયા આ મેચમાં નિષ્ફળ ગઈ. સંજુ સેમસન વિશ્વ કપ ટીમ સાથે બીજા કે ત્રીજા વિકેટ કીપર બેટ્સમેન તરીકે જોડાઈ શકે છે. આવી સ્થિતિમાં તેનો બેટિંગ ઓર્ડર પાંચમો કે છઠ્ઠો હોઈ શકે છે, પરંતુ તેને અહીં ત્રીજા ક્રમમાં વિરાટની જગ્યાએ મોકલવામાં આવ્યો હતો. તે વધુ આશ્ચર્યજનક હતું જ્યારે અક્ષર પટેલને હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને રવિન્દ્ર જાડેજાની ઉપર ચોથા નંબર પર મોકલવામાં આવ્યો હતો પરંતુ તે બંને સસ્તામાં આઉટ થઈ ગયા અને પ્રયોગ નિષ્ફળ ગયો.

ટીમ ઈન્ડિયાનો છ વિકેટે પરાજય થયો 
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 181 રનમાં જ પૂર્ણ થઈ ગઈ હતી. બ્રિજટાઉનમાં રમાયેલી આ મેચમાં જો ઓપનિંગ કરવા આવેલા ડાબોડી બેટ્સમેન ઈશાન કિશન (55) અડધી સદી ન ફટકારી હોત તો ટીમની હાલત વધુ ખરાબ થઈ હોત. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 37મી ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ 1 ઓગસ્ટે રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ