ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / viral video of chennai saree shop shows massive crowd violating covid norms

Video / સાડીની દુકાનમાં ભીડ જોઈ IPS અધિકારી ચોંકી ગયા, કહ્યું આટલી ભીડમાં તો કોરોના પણ ન ઘૂસી શકે

Published By: Parth

Last Updated: 09:45 PM, 21 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નઈમાં એક દુકાનમાં સાડી માટે લોકો મહામારીનું ભાન ભૂલ્યા હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ADVERTISEMENT

  • સાડી માટે લોકોએ કરી પડાપડી 
  • દુકાનમાં ખચોખચ ભીડ, સીલ કરાઈ 
  • IPS અધિકારીએ કહ્યું આટલી ભીડ છે કે કોરોના પણ ઘુસી શકે 

શું છે સમગ્ર મામલો ? 

કોરોના વાયરસના વધતાં કેસના કારણે લોકો બહાર શોપિંગ કરવા જઈ રહ્યા નથી અને માર્કેટમાં પણ સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરીને ઓછી ભીડ જોવા મળી રહી છે. જોકે હવે ભારતમાં તહેવારોની સીઝન શરુ થઇ રહી છે અને એવામાં ઘણા બધા લોકો શોપિંગ કરવા માટે ઓનલાઈન રસ્તો જ અપનાવી રહ્યા છે. જોકે ચેન્નઈની એક સાડીની દુકાનનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો ચોંકી ગયા, જોકે હવે તે દુકાનને સીલ કરી દેવામાં આવી છે. આ વીડિયો પર એક આઈપીએસ અધિકારીએ જે રીએક્શન આપ્યું તે જાણી તમે વિચારમાં પડી જશો. 

IPS અધિકારીએ શેર કર્યો વીડિયો : 

અરુણ બોથરાએ આ વીડિયો શેર કરતા લખ્યું કે ચેન્નઈમાં સાડીની દુકાન, કોરોના પણ અંદર ઘુસી નહીં શકે, ભીડ જોઈ રહ્યા છો ને...

નિયમોના ઉડ્યા લીરેલીરા : 

વીડીયોમાં જોઈ શકાય છે કે દુકાનમાં ખચોખચ ભીડ છે અને લોકૉ સાડી માટે એકબીજા પર પડાપડી કરી રહ્યા છે. દુકાનમાં કોઈ કોરોનાનાં નિયમોનું પાલન કરી રહ્યું નથી અને દુકાન દ્વારા ખુએલામ નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લાખોની સંખ્યામાં લોકોએ તેને લાઈક અને શેર કર્યા છે. 

તંત્રએ કરી કાર્યવાહી : 

જોકે તે બાદ સરકાર દ્વારા દુકાન પર કાર્યવાહી પણ કરવામાં આવી છે. ચેન્નઈ કૉર્પોરેશન દ્વારા ટ્વિટ કરીને આપવામાં આવેલ માહિતી અનુસાર ટી નગરની આ દુકાનને સીલ કરવામાં આવી છે કારણ કે ત્યાં અત્યાધિક ભીડને એકઠી થવા દેવામાં આવી અને કોરોના વાયરસના પ્રોટોકોલનો ભંગ કરવામાં આવ્યો. દુકાનના માલિકને સુરક્ષા પ્રોટોકોલનું કડકપણે પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. 

નોંધનીય છે કોરોના વાયરસકાળમાં દુકાનોને હવે ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ તેમાં માસ્ક, સેનેટાઈઝર અને સોશ્યલ ડીસ્ટન્સ જેવા અનેક નિયમોનું પાલન કરવું આવશ્યક છે છતાં ઘણી જગ્યાએ તેનો ભંગ જોવા મળે છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus covid 19 viral video કોરોના વાયરસ કોવિડ 19 coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ