બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / બિલ્ડિંગ પર તરતી રહી, નીચે લાશ જોઈ', લેડી પત્રકારે વર્ણવ્યો મોત પછીનો અનુભવ, 24 મિનિટ મરીને જીવતી

મોત પછીની દુનિયા / બિલ્ડિંગ પર તરતી રહી, નીચે લાશ જોઈ', લેડી પત્રકારે વર્ણવ્યો મોત પછીનો અનુભવ, 24 મિનિટ મરીને જીવતી

Published By: Hiralal Parmar

Last Updated: 02:09 PM, 8 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

24 મિનિટ સુધી લેડી પત્રકારનો જીવ નીકળી ગયો, શરીરમાં આવ્યાં બાદ બોલી હેરાનીભર્યું, મોત પછી આવું પણ થાય છે

મૃત્યુ પછી શું થાય છે? આ પ્રાચીન પ્રશ્ન સદીઓથી માનવજાતને આકર્ષિત અને મૂંઝવણમાં મૂકે છે. જ્યારે વિજ્ઞાન અને મેડિકલ સાયન્સે નોંધપાત્ર પ્રગતિ કરી છે, તેમ છતાં તે હજુ સુધી ચોક્કસ જવાબ શોધી શક્યા નથી. મોત પછીના જીવનનો એક હેરાનીભર્યો કિસ્સો ફરી બન્યો છે. સ્પેનમાં 50 વર્ષીય મહિલા પત્રકાર ટેસા રોમેરોને મોત પછીની દુનિયાનો અનુભવ થયો છે.

લેડી પત્રકારને શું અનુભવ થયો

ટેસા રોમેરોએ પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે દીકરીને સ્કૂલે મૂકવા ગયા બાદ અચાનક તેના શ્વાસ બંધ થઈ ગયા અને હાર્ટ ફેલ થયું. ડોક્ટરોએ લગભગ 30 મિનિટ સુધી તેને ઉગારવાનો પ્રયાસ કર્યો અંતે તેમને સફળતા મળી અને હું જીવતી થઈ. હું લગભગ 40 મિનિટ મરેલી રહી હતી આ દરમિયાન તેણીએ ખૂબ જ શાંતિપૂર્ણ અને ઊંડાણપૂર્વક વાસ્તવિક કંઈક અનુભવ્યું. તેણે કહ્યું કે મારી બધી પીડા, ચિંતા જતી રહી અને એક અપૂર્વ શાંતિના જગતમાં હું પ્રવેશી. એવું લાગ્યું કે મારા ખભા પરથી એક મોટો ભાર દૂર થઈ ગયો છે. તેણે કહ્યું કે હું એક બિલ્ડિંગ પર તરવા લાગી હતી અને નીચે મારા શરીરને જોઈ રહી હતી. સમય ધીમો હતો, લાગણીઓ વધુ ઊંડી હતી, અને બધું જ અર્થપૂર્ણ હતું."

મરીને જીવતી થયા બાદ હેલ્થ સુધર્યું

લેડી પત્રકારે એવુ પણ કહ્યું કે ક્લિનિકલ મૃત્યુમાંથી પાછા ફર્યા પછી તેનું હેલ્થ સુધરવા લાગ્યું હતું અને આજે હું એકદમ શાંતિથી જીવન જીવી રહી છું.

મોત પછી આપણે એકલા નથી

લેડી પત્રકારે કહ્યું કે દરેક દિવસ એક ગિફ્ટ છે અને મેં જો કોઈ સૌથી મૂલ્યવાન ચીજ શીખી હોય તો તે એ છે કે ખરેખર મોત પછી પણ આપણે એકલા નથી.

શું બોલ્યાં 72 વર્ષીય ઘોડાપાલક

આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન્સ હોંકિગ્સથી આઈક્યુ ધરાવતાં અને અમેરિકામાં ઘોડાપાલનનું કામ કરતાં 72 વર્ષીય ક્રિસ લેંગને મોત બાદના જીવન પર પ્રકાશ ફેંક્યો છે. લેંગને બ્રહ્માંડના જ્ઞાનાત્મક-સૈદ્ધાંતિક મોડલ (CTMU) નામનો સિદ્ધાંત વિકસાવ્યો છે. આ સિદ્ધાંત 'મન અને વાસ્તવિકતા વચ્ચેનો સંબંધ' સમજાવવાનો દાવો કરે છે. લેંગને કહ્યું કે મર્યા પછી આત્મા બીજા દેહમાં ચાલ્યો જાય છે. મૃત્યુનો અર્થ એ છે કે તમે તમારા વર્તમાન ભૌતિક શરીર સાથેના તમારા જોડાણને સમાપ્ત કરો છો અને તમે તમારા મૂળ સ્વરુપ તરફ પાછો ફરો છો. તમને નવું શરીર અથવા 'ટર્મિનલ બોડી' મળી શકે છે જેનાથી તમારુ અસ્તિત્વ ટકી રહે છે. મૃત્યુનો અર્થ અસ્તિત્વ સમાપ્તીનો નથી. તેમણે કહ્યું કે નવા જીવનમાં ધ્યાનની અવસ્થામાં હોવાથી માણસ પોતાની જુની યાદો ભૂલી જાય છે.

મને ખબર છે મોત પછી શું થાય છે-અમેરિકી ડોક્ટર

અમેરિકન ડોક્ટર જેફરી લોંગનો દાવો છે કે મોત બાદ શું થાય તેની તેમને ખબર છે. આ ડોક્ટરે જેમનો મોતનો અનુભવ થયો હતો અથવા તો જેઓ કોમામાં હતા કે જેઓ મોતને માત આપીને ફરીથી જીવિત હતા તેવા 5000 લોકો પર રિસર્ચ કર્યું છે અને તેમના આ અનુભવને આધારે તેમણે મોત પછીનું રહસ્ય ઉકેલ્યું હોવાનો દાવો કર્યો છે. જેફરી લોંગનો દાવો છે કે મૃત્યુ પછી શું થાય છે તે તેમણે શોધી કાઢ્યું છે. તાજેતરના ઈનસાઈડર નામના મેગેઝિનમાં તેમણે એક લેખ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં તેઓ કહે છે કે જે વ્યક્તિ કાં તો કોમામાં હોય અથવા તબીબી રીતે મૃત્યુ પામેલી હોય તેને હૃદયના ધબકારા હોતા નથી, તેનો સ્પષ્ટ અનુભવ હોય છે. તે જોઈ શકે છે, સાંભળી શકે છે, લાગણીઓ અનુભવી શકે છે અને અન્ય જીવો સાથે વાતચીત કરી શકે છે.

મર્યા બાદ શું શું દેખાયાના દાવાઓ

સામાન્ય રીતે થોડા સમય પૂરતાં મરીને જીવતાં થયેલા લોકોએ મરવાના સમય દરમિયાન સફેદ પ્રકાશ, સંબંધીઓનું મિલન, ટનલમાંથી પસાર થવું વગેરે જેવી વાતો કરી છે. મોટા ભાગના લોકોને આવો સરખો અનુભવ થયો હતો પરંતુ હવે મરીને જીવતા થયેલા એક શખ્સે નવી વસ્તું જોયાનો દાવો કર્યો છે. 40 વર્ષથી એસ્ટ્રોફિઝિક્સમાં પીએચડી કરી રહેલા એક શખ્સે મોત પછીની દુનિયાનો તદ્દન નવો અનુભવ શેર કર્યો છે.

વધુ વાંચો : હાહાકાર! પત્નીની અદલાબદલી કરીને સેક્સ માણતાં ઝડપાયાં 27 કપલ, રિસોર્ટમાં રાખી પાર્ટનર સ્વેપિંગ પાર્ટી

7 મિનિટ માટે મરેલા શખ્સે શું દાવો કર્યો?

40 વર્ષથી એસ્ટ્રોફિઝિક્સમાં પીએચડી કરી રહેલા એક શખ્સે મોત પછીની દુનિયાનો તદ્દન નવો અનુભવ શેર કર્યો છે. સાત મિનિટ માટે મરીને જીવતા થયેલા આ શખ્સે એવો દાવો કર્યો કે મેં ત્રણ અંડાકાર આકૃતિઓ જોઈ હતી. પહેલી આકૃતિ પર પર્વતો, ધોધ, જંગલો અને વાદળો જોયા હતા. પહેલા તે સુંદર હતા પરંતુ પછી ધીમે ધીમે તેનો રંગ પીળો થવા લાગ્યો અને ખૂબ ખરાબ થઈને ઝાંખા પડી ગયાં ત્યાર બાદ બીજી આકૃતિ આવી જે લોખંડની ગરમ રીંગ અને તેમાંથી લોખંડના ટુકડા ધીમે ધીમે તૂટી રહ્યા હતા. આ સમયે મને લોખંડની ગંધ આવતી હતી અને પછી અચાનક ત્રીજી આકૃતિ ઉપસી આવી હતી જે સૌથી સુંદર સૂર્યોદય અથવા સૂર્યાસ્ત જેવા આછા ગુલાબી અને વાદળી રંગના સુંદર વાદળોથી ઢંકાયેલી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

journalist Tessa Romero NDE Spanish journalist Tessa Romero news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ