ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / Viral / VIDEO : પરણ્યા બાદ મસ્ત બની સાંસદ મહુઆ મોઈત્રા, પતિ સાથે કર્યો શાનદાર ડાન્સ, શેર કર્યો વીડિયો
Last Updated: 01:34 PM, 8 June 2025
ADVERTISEMENT
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જે વાયરલ થયો હતો, જેમાં તે જર્મનીમાં લગ્ન બાદ પતિ પિનાકી મિશ્રા સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે 30 મેના દિવસે મહુઆ મોઇત્રા અને ભૂતપૂર્વ બીજેડી સાંસદ પિનાકી મિશ્રા જર્મનીમાં ખાનગી લગ્ન કરી લીધા હતા. પરણ્યા બાદ મહુઆ રોમેન્ટિક થઈ હતી અને પતિ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. જોકે આ બધામાં પતિ પિનાકી મિશ્રાની અણઆવડત છતી થઈ હતી. તેને ડાન્સ કરતાં આવડતું નહોતું. મહુઆ તો સરસ ડાન્સ કરતી હતી પરંતુ પિનાકી ફાંફા મારતાં જોવા મળ્યાં હતા.
ADVERTISEMENT
TMC MP #MahuaMoitra shares video dancing with hubby Pinaki Misra at their wedding ceremony in Germany pic.twitter.com/tpGRzXhPye
— Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) June 8, 2025
કોણ છે પિનાકી મિશ્રા
ADVERTISEMENT
પિનાકી મિશ્રા ઓડિશામાં બીજુ જનતા દળના વરિષ્ઠ નેતા છે અને ઓડિશાના પુરી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેમના પહેલા લગ્ન સંગીતા મિશ્રા સાથે થયા હતા, જેમના બે બાળકો છે.
કોણ છે મહુઆ મોઈત્રા
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રા અગાઉ ઇન્વેસ્ટમેન્ટ બેંકર હતા અને 2019 માં ચૂંટણી લડ્યા પછીથી તેઓ બે વાર સંસદમાં ચૂંટાયા છે. મોઇત્રાના અગાઉ ડેનિશ ફાઇનાન્સર લાર્સ બ્રોર્સન સાથે લગ્ન થયા હતા.
ADVERTISEMENT
મહુઆ મોઈત્રા પર અભિનંદનનો વરસાદ
લગ્ન બાદ મહુઆ પર અભિનંદનનો વરસાદ થયો હતો. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે મહુઆ મોઇત્રા અને પિનાકી મિશ્રાને તેમના લગ્ન બદલ અભિનંદન આપ્યા અને X પર એક પોસ્ટમાં કહ્યું, "મારા સારા મિત્રો અને સાથીદારો, મહુઆ મોઇત્રા અને પિનાકી મિશ્રાને, લગ્નજીવનની શરૂઆત કરતી વખતે બધી ખુશીઓની શુભેચ્છા. તેઓ લાંબા અને આનંદી લગ્ન જીવન માટે સ્વર્ગના આશીર્વાદનો આનંદ માણે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Delhi CJP Protest / દિલ્હીમાં આજે ફરી CJPનું વિરોધ પ્રદર્શન, અનેક રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ઝન લાગુ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT