બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'કિર્ગિસ્તાનમાં ભારે અંધાધૂંધી છે હાલમાં..' વીડિયોકોલથી સુરતની રિયાએ જણાવી ગ્રાઉન્ડની સ્થિતિ
Last Updated: 02:16 PM, 23 May 2024
સુરત: કિર્ગિસ્તાનમાં 13 મેથી હિંસા ભડકી રહી છે. ત્યારે આ વચ્ચે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે, જેમાંથી ગુજરાતની પણ ઘણી વિદ્યાર્થિનીઓ છે. શિક્ષણ માટે ગયેલી વિદ્યાર્થિનીઓ કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં ફસાઈ છે. ત્યારે કિર્ગિસ્તાનમાં ફસાયેલી સુરતની રિયા લાઠીયાએ પરિવારજનો સાથે વોટ્સએપમાં વીડિયોકોલ પર વાત કરી છે અને હાલ તે સલામત હોવાની અંગે જાણ કરી છે.
ADVERTISEMENT
કિર્ગિસ્તાનમાં ફસાયેલી સુરતની રિયાએ પોતાના પરિવારજનો સાથે વોટ્સએપમાં વીડિયોકોલ દ્વારા વાત કરી છે. રિયાએ તેના પરિવારને જણાવ્યું કે તે સલામત છે અને કિર્ગિસ્તાનમાં હાલ કોઈ ચિંતા જેવો માહોલ નથી. સાથે જ તેણે પરિવારને જણાવ્યું કે આજથી કિર્ગિસ્તાનથી ભારતની ફ્લાઇટ શરૂ થઈ છે અને ભારત સરકાર પણ પ્રયત્ન કરી રહી હોવાનું જણાવ્યું છે. રિયા દોઢ વર્ષથી કિર્ગિસ્તાનમાં MBBSનો અભ્યાસ કરી રહી છે. હાલ ત્યાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને આ સમસ્યા ઉભી થઈ છે.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે રિયા લાઠીયાના માતા શર્મિષ્ઠા લાઠીયાએ સરકારને ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ કરવા માટે વિનંતી કરી છે. તેમણે કહ્યું કે કિર્ગિસ્તાનમાં પાણી અને ભોજનની વ્યવસ્થા નથી. વિદ્યાર્થીઓ બહાર નીકળી શકતા નથી. કિર્ગિસ્તાનમાં હાલ ભારે અંધાધૂંધી છે, ત્યારે સરકાર યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરી સાથે જ કહ્યું કે સરકારે વિદ્યાર્થીઓએ માટે વ્યવસ્થા કરવી જોઈએ. એરપોર્ટ પર બોંબ હોવાની વાત કરીને લોકોને ત્યાં જવા દેવામાં નથી આવતા. ત્યારે ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ માટે MLA કુમાર કાનાણી CMને રજૂઆત કરે. તેમણે કહ્યું કે તેમની દીકરી અહીં સલામત પાછી આવે તેવી તેમની માંગ છે.
કિર્ગિસ્તાનમાં રિયા સહિત અનેક લોકો ફસાયા છે. અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે વિદ્યાર્થીઓને એરપોર્ટ જવા દેવામાં આવતા નથી. કેટલીક વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક છેડતીની ઘટના બની હોવાની પણ ફરિયાદ સામે આવી છે. વિદ્યાર્થિનીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં છે. વિદ્યાર્થીઓ અને પરિવારના સભ્યોએ સરકારને બાળકોને સુરક્ષિત લાવવાની અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે કિર્ગિસ્તાનમાં 13 મેથી હિંસા ભડકી રહી છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓની સાથે ભારતીયોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમને મારવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે અહીં પાકિસ્તાની વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવે છે, હુમલાખોરો તેમની હોસ્ટેલમાં પ્રવેશ કરે છે અને આ અઠવાડિયે પરીક્ષાઓ યોજાવાની છે અને તે પહેલા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે સ્થિતિ એવી ઉભી થઈ છે કે હોસ્ટેલના રૂમમાં બંધ રહેવું પડે છે.
વધુ વાંચો: કિર્ગીસ્તાનમાં ગુજરાતની અનેક વિદ્યાર્થિનીઓ ફસાઇ, છેડતીની પણ ફરિયાદ, જાણો મામલો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગત સપ્તાહે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં કેટલાક સ્થાનિક લોકોએ પાકિસ્તાન અને ઇજિપ્તના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ પછી મામલો વધુ વણસી ગયો. 13 મેના વાયરલ થયેલા આ હુમલાના વીડિયોમાં પાકિસ્તાન અને ઈજિપ્તના વિદ્યાર્થીઓ હતા. પરંતુ તેનાથી સ્થાનિક લોકો એટલા ગુસ્સે થયા કે તેઓએ તમામ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.