બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
14 જાન્યુઆરી એટલે કે આજે પોષ વિનાયક ચતુર્થી છે. આ દિવસે ગણેશજીની ખાસ પૂજા અને કેટલાક વિશેષ ઉપાય કરવાથી સિદ્ધિ વિનાયક આપણાં દુખ હરે છે અને પોતાની કૃપા વરસાવે છે. આજનાં દિવસે ગણેશજીને સિંદૂર ચઢાવવું. આ દરમિયાન 'सिन्दूरं शोभनं रक्तं सौभाग्यं सुखवर्धनम्। शुभदं कामदं चैव सिन्दूरं प्रतिगृहृताम्।। ओम गं गणपतये नम:' મંત્રનો જાપ કરવો. તેનાથી બાપા તમારા તમામ કષ્ટ હરી લેશે.
ADVERTISEMENT
દૂર્વા અર્પણ
વિનાયક ચતુર્થીનાં દિવસે દૂર્વાની માળા બનાવીને ભગવાન ગણપતિને અર્પિત કરવી. વિધ્નહર્તાને શુદ્ધ ઘી અને ગોળનો ભોગ અર્પણ કરીને "वक्रतुण्डाय हुं" મંત્રનો કુલ 54 વાર જાપ કરવો. પૂજા સમાપ્ત થાય ત્યારે આ ગોળ અને ઘીને ગાયને ખવડાવી દેવી. જ્યોતિષો અનુસાર તેનાથી ગણપતિજી પ્રસન્ન થાય છે અને ધન સંબંધિત મુશ્કેલીઓથી રાહત મળે છે.
બેઠેલા ગણપતિ
પોષ વિનાયક ચતુર્થી પર ઘરમાં બાપ્પાનાં સિદ્ધિ વિનાયક રૂપની સ્થાપના કરવું અત્યંત લાભકારી હોય છે. સિદ્ધિ વિનાયક ગણેશ બેઠેલી મુદ્રામાં છે. વાસ્તુ અનુસાર બેઠેલા ગણપતિ ઘરમાં સ્થાપિત કરવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.
ADVERTISEMENT
બુદ્ધિ તેજ કરવાનો ઉપાય
જો બાળક ભણતરમાં કાચો છે તો પોષ વિનાયક ચતુર્થીનાં દિવસે વિધ્નહર્તા ગણેશજીની પૂજામાં ત્રણ વાટવાળા ઘીનો દીવો પ્રગટાવવો. બાળક પાસે આ મંત્રનો જાપ કરાવવો જોઈએ: त्रयीमयायाखिलबुद्धिदात्रे बुद्धिप्रदीपाय सुराधिपाय। लनित्याय सत्याय च नित्यबुद्धि नित्यं निरीहाय - માન્યતા અનુસાર આ મંત્રથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે.
ADVERTISEMENT
નારિયેળ અર્પિત કરવું
ગણપતિ બુદ્ધિ અને વાણીનાં દેવતા છે. પોષ વિનાયક ચતુર્થી પર બાપ્પાને નારિયેળ અર્પિત કરવું અને પોતાની મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરવી. કહેવાય છે કે જે લોકોને બોલવામાં તકલીફ હોય છે તેમને આવું કરવાથી રાહત મળે છે.
વધુ વાંચો: ઉત્તરાયણના દિવસે ધનલાભ માટેનો ખાસ ઉપાય: સૂર્યદેવની સાથે મહાદેવના પણ મળશે આશીર્વાદ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.