બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Video: Why Virat Kohli burst into Mumbai airport? said he wants to take his daughter home, please man...

ક્રિકેટ / Video: મુંબઈ એરપોર્ટ કેમ ભડક્યો વિરાટ કોહલી? કહ્યું દીકરીને ઘરે લઈ જવી છે, પ્લીઝ યાર...

Megha

Last Updated: 01:23 PM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ એરપોર્ટ પર વિરાટ કોહલી ખુશ નહીં પરંતુ ગુસ્સાથી ભરેલો જોવા મળ્યો હતો. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં તે ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે.

મુંબઈ એરપોર્ટ પર વિરાટ કોહલી ખુશ નહીં પરંતુ ગુસ્સે દેખાયો 
કેમેરાપર્સન પર ગુસ્સે ભરાયો કિંગ કોહલી 
મારી દીકરી મારી સાથે છે મારે ઘરે વહેલું પહોંચવાનું છે

વર્લ્ડકપ 2023 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે, માત્ર ત્રણ મેચ બાદ આખી દુનિયાને ખબર પડશે કોણ છે વર્લ્ડ ચેમ્પિયન? ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જેના માટે ટીમ ઈન્ડિયા મુંબઈ પહોંચી ગઈ છે. આ મેચમાં તમામની નજર વનડેમાં 49 સદી ફટકારનાર વિરાટ કોહલી પર રહેશે. આ સમયે તે મુંબઈ પણ પહોંચી ગયો છે.

પરંતુ મુંબઈ એરપોર્ટ પર વિરાટ કોહલી ખુશ નહીં પરંતુ ગુસ્સાથી ભરેલો જોવા મળ્યો હતો. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે.

વિડીયોમાં જોવા મળે છે કે એરપોર્ટથી બહાર નીકળતી વખતે તે પહેલા કેમેરાપર્સનને ત્યાં જ ફોટો ક્લિક કરવા માટે અપીલ કરી રહ્યો છે પરંતુ તેને કારની નજીક ફોટો ક્લિક નહીં કરવા મળે. શરૂઆતમાં તે હળવાશથી વાત કરી રહ્યો હતો પરંતુ તરત જ કેટલાક કેમેરા પર્સન્સે તેનો ફોટો ક્લિક કરવાનો પ્રયાસ કર્યો, તે ગરમ થઈ ગયો અને કહ્યું, 'જલ્દી કરો, મારે ઘરે જવું છે.'

આ પછી તેણે ગુસ્સામાં કહ્યું, 'મારી દીકરી મારી સાથે છે મારે ઘરે વહેલું પહોંચવાનું છે, સવારનો સમય છે, હું ફોટો ખેંચાવવા નહીં ઉભું' અને આ પછી તે કેમેરા પર્સનને બાજુમાં ધકેલીને આગળ વધતો જોવા મળ્યો અને કોઈ પણ પ્રશ્નનો જવાબ પણ ન આપ્યો, જેના પર કેટલાક કેમેરા પર્સન્સે પણ કહ્યું કે, 'તેમને જવા દો.'

'પાંચ મિનિટ રાહ જોઈ હોત તો શું થાત?'
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોઈએ વિરાટના વખાણ કર્યા છે તો કોઈ વિરાટને નમ્રતાથી વર્તન કરવાની સલાહ આપી રહ્યું છે. કોઈએ લખ્યું કે 'વિરાટે આટલું વલણ ન બતાવવું જોઈતું હતું, જો પાંચ મિનિટ રાહ જોઈ હોત તો શું થાત?' તો કોઈએ કહ્યું કે 'કેમેરા પર્સનને પણ વસ્તુઓ સમજવી જોઈએ.'

દીકરી વામિકાનો ચહેરો મીડિયાને બતાવવામાં આવ્યો ન હતો
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંનેએ આજ સુધી પોતાની દીકરી વામિકાના ચહેરાને મીડિયાને બતાવ્યો નથી. આ માટે તેમણે અનેકવાર અપીલ પણ કરી છે. સોશિયલ મીડિયા પર લોકો એવું પણ કહી રહ્યા છે કે 'કદાચ વિરાટ એરપોર્ટ પર એકલો હોત તો તેણે કેમેરા પર્સનને ના ન પાડી હોત, પરંતુ આ વખતે તેનો પરિવાર તેની સાથે હતો, એટલે જ કદાચ તે આટલો ગુસ્સે થયો હતો.'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ