બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / VIDEO: Uma Bharti's furious look, liquor bottles smashed in shop, find out why spoiled

દારુબંધીની હિમાયત / VIDEO : ઉમા ભારતીનું ઉગ્ર રુપ,દુકાનમાં ઘુસીને ફોડી નાખી દારુની બોટલો,જાણો શું વાંકુ પડ્યું

Hiralal

Last Updated: 11:00 PM, 13 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશમાં દારુબંધીને લઈને પૂર્વ મુખ્યમંત્રીએ ઉમા ભારતી બરાબરના બગડ્યાં છે અને તેમણે દુકાનમાં ઘુસીને દારુની બોટલો તોડી નાખી.

  • મધ્યપ્રદેશના પૂર્વ સીએમ ઉમા ભારતી બગડ્યાં
  • ભોપાલમાં દારુની દુકાનમાં ઘૂસ્યા
  • ઈંટમારો કરીને દારુની બોટલો તોડી નાખી 

મધ્યપ્રદેશમાં દારુબંધી કરવા મેદાને પડેલા પૂર્વ સીએમ અને ભાજપના દિગ્ગજ નેતા ઉમા ભારતીએ  ભોપાલમાં એક જબરો કાંડ કરીને ચર્ચામાં આવ્યાં છે. ઉમા ભારતી રવિવારે ભોપાલની એક દુકાનમાં ઘૂસી ગયા હતા અને ઈંટમારો કરીને દારુની બોટલો તોડી નાખી હતી. ખુદ ઉમા ભારતીએ આ ઘટનાનો વીડિયો શેર કર્યો હતો. 

ખુદ વીડિયો ટ્વિટ કર્યો 
વીડિયો શેર કરતા ઉમા ભારતીએ  ટ્વિટ કરીને લખ્યું છે કે, ભોપાલના બરખેડા પઠાણી ઐઝાદ નગર ભેલમાં કામદારોના સેટલમેન્ટમાં દારૂની દુકાનોની કતાર લાગી છે. આ દુકાનો લોકોને દારૂ પીવડાવે છે. નજીકમાં મંદિરો છે, નાનાં બાળકોની શાળાઓ છે. જ્યારે છોકરીઓ અને મહિલાઓ છત પર ઉભી હોય છે, ત્યારે દારૂડિયાઓ અશ્લીલ હરકતો કરે છે.

કાર્યવાહી ન થતા ઉમા ભારતીએ જાતે ઉઠાવ્યું પગલું 
ઉમાએ લખ્યું, મજૂરોની આખી કમાણી આ દુકાનોમાં જાય છે. રહીશો અને મહિલાઓએ વાંધા નોંધાવ્યા હતા, આ દુકાન સરકારની નીતિની વિરુદ્ધમાં હોવાથી વિરોધમાં ધરણાં કર્યા હતા, તેથી વહીવટીતંત્રે દર વખતે તેને બંધ કરવાની ખાતરી આપી હતી, પરંતુ ઘણા વર્ષો વીતી ગયા પછી પણ તે થઈ શક્યું નહીં. આજે મેં વહીવટીતંત્રને ચેતવણી આપી છે કે એક અઠવાડિયામાં દુકાન બંધ કરી દેવામાં આવે.

મધ્યપ્રદેશમાં ઉમાએ ઉઠાવી દારુબંધીની માગ 

તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી ઘણા સમયથી રાજ્યમાં દારૂબંધીની માંગ કરી રહ્યા છે. તેમણે અગાઉ પણ અનેક વખત દારૂબંધી વિરુદ્ધ અભિયાન ચલાવવાનો પ્રયાસ કર્યો છે.

 'આવા પથ્થરમારા માટે ગૃહમંત્રીની પરવાનગી માગી ?'

ઉમા ભારતીનો પથ્થરમારો એમપીમાં કોંગ્રેસના મીડિયા કો-ઓર્ડિનેટર નરેન્દ્ર સલુજાએ દારૂબંધીના વિરોધમાં પણ આવા જ પથ્થરમારા માટે નરોત્તમ મિશ્રા પાસે પરવાનગી માગી છે. તેમણે લખ્યું, "હું પણ દારૂબંધીની વિરુદ્ધ છું અને આવો જ વિરોધ પ્રદર્શન કરવા માંગુ છું."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ