બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / VIDEO: The storm of pesticides came to America, it became haram to live while making noise all around

આતંક / VIDEO : અમેરિકામાં જીવડાંઓનું આવ્યું તોફાન, ચારેકોર હાહાકાર મચાવતાં જીવવું થયું હરામ

Vishal Khamar

Last Updated: 08:45 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યુયોર્ક શહેરમાં વિચિત્ર પ્રકારનાં ઉડતી જીવાત લોકોને ભયભીત કરી રહી છે. જીવાતનાં ટોળાને જોઈને લોકો ચિંતિત છે અને ટ્વીટ કરીને પોતાની સમસ્યાઓ જણાવી રહ્યા છે.

  • ન્યુયોર્ક શહેરમાં વિચિત્ર પ્રકારની ઉડતી જીવાતે મચાવ્યો આતંક
  • લોકો ટ્વિટ કરીને જીવાત વિશે તેઓનો અભિપ્રાય આપી રહ્યા છે
  • બદલાતા હવામાનને કારણે જીવાતોમાં વધારો થયો છેઃડૉ. કોરી મોરો

 અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં નાની પાંખવાળી જીવાતે આતંક મચાવ્યો છે.  જીવાતોના વધતા જતા પ્રકોપથી શહેરના લોકો ગભરાટમાં છે. આ જંતુઓની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેના માટે કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે આ જંતુઓ ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.  કેટલાક લોકો તેના ચેપને બાઇબલના પ્લેગ સાથે સરખાવી રહ્યા છે.

મેનહટન અને બ્રુકલિનની આસપાસ દેખાતી જીવાતો રાહદારીઓ અને સાયકલ સવારો માટે મુશ્કેલી બની ગયા છે. આ જંતુઓએ મેટ્રો પ્લેટફોર્મ, મોલ અને અન્ય સાર્વજનિક સ્થળોને તેમનું નવું ઘર બનાવ્યું છે. સ્થાનિક લોકો આ જંતુઓ વિશે સોશિયલ મીડિયા પર ઉગ્રતાથી લખી રહ્યા છે.
ટ્વિટર પર લોકોએ જીવાત વિશે પોતાનો અભિપ્રાય જણાવ્યા
ઉડતા જંતુઓની ક્લિપ શેર કરતા એક ટ્વિટર યુઝરે લખ્યું કે તે આપણા બધા માટે એક નવી સમસ્યા બની ગઈ છે. નાના હોવાને કારણે તે આપણા વાળ, કપડા અને નાકમાં પણ આવી જાય છે. યુઝરે દાવો કરતા લખ્યું કે આ જંતુઓ મચ્છર કરતા નાના છે. અન્ય એક યુઝરે ટ્વીટ કર્યું કે શું કોઈ કહી શકે છે કે ન્યૂયોર્કમાં શું થઈ રહ્યું છે? વધુમાં યુઝરે લખ્યું કે પહેલા તો મને લાગ્યું કે તે ખરાબ હવાની ગુણવત્તાનો ભંગાર છે, પરંતુ પછી મને સમજાયું કે મારા શરીર પર રહેલા આ તમામ નાના કણો જંતુઓ છે.

અચાનક જીવડાનો હુમલો અસામાન્ય છે ગભરાવાનું કોઈ કારણ નથીઃ ડૉ. કોરી મોરો
આ બાબતે સિટી યુનિવર્સિટીના કીટશાસ્ત્રી પ્રોફેસર ડેવિડ લોહમેને કહ્યું છે કે આ પાંખવાળા એફિડ છે.  એક જાણીતા અખબારે જણાવ્યું હતું કે, કોર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. કોરી મોરોએ કહ્યું છે કે અચાનક જીવડાનો હુમલો અસામાન્ય છે. પરંતુ ગભરાવાનું કોઈ કારણ નથી. આ હવામાનનું પરિણામ છે.
બદલાતા હવામાનને કારણે જીવાતોમાં વધારો થયો છે
મોરોએ વધુમાં ઉમેર્યું હતું કે એફિડ વિશે રસપ્રદ બાબત એ છે કે તે સામાન્ય રીતે પાર્થેનોજેનેટિક હોય છે. એટલે કે માદાઓ માદાઓને જન્મ આપે છે. જેથી યોગ્ય પર્યાવરણીય પરિસ્થિતિઓમાં તેમની વસ્તી વધી શકે. તેમણે વધુમાં કહ્યું કે આ ચેપનું કારણ ઉચ્ચ તાપમાન, વધેલી ભેજ અને તાજેતરનો વરસાદ છે. ન્યુ યોર્ક સિટી ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જંતુઓ સ્પષ્ટપણે ઉપદ્રવ છે, પરંતુ જંતુઓ આરોગ્ય માટે જોખમ ઊભું કરતા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ