બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Video of Surendranagar Dhrangadhra bypass accident, 3 killed in total 5 accidents today, 10 tractors of farmers overturned in Ahmedabad

અકસ્માત / સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા બાયપાસ અકસ્માતનો વીડિયો, આજે કુલ 5 એક્સિડન્ટમાં 3ના મોત, અમદાવાદમાં ખેડૂતોના 10 ટ્રેક્ટર ફંગોળ્યા

Dinesh

Last Updated: 04:43 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Accident News: પાટણના ચાણસ્મા પાસે ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે

  • સાણંદ વિરમગામ હાઇવે પર ઇયાવા ગામ પાસે અકસ્માત
  • રાત્રીના સમયે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા ટ્રેક્ટરોને નુક્સાન
  • ટક્કર લાગતા 10થી 12 ટ્રેક્ટરો અને ડાંગરના પાકને પણ નુકશાન


રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. વિવિધ વિસ્તારમાં છ જેટલની અકસ્માતની ઘટનામાં 3ના મોત થયા છે. સાણંદ વિરમગામ હાઇવે પર ઇયાવા ગામ પાસે અકસ્માત સર્જાયો છે. રાત્રીના સમયે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા ટ્રેક્ટરોને નુક્સાન થયું છે. પાટણના ચાણસ્મા પાસે  ટ્રેલર અને  બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. તો બીજી તરફ બનાસકાંઠાના ડીસામાં સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માતની ઘટની ઘટી છે. કુરુંગા-દ્વારકા હાઇવે પર ઓખા મઢી પાસે અકસ્માત સર્જાયો છે.

ટ્રકની પાછળ ઘૂસી કાર, આર્મી જવાન અને પત્નીનું માથું ધડથી અલગ થઈ ગયું,  ગુજરાતમાં રહે છે પરિવાર | Horrific road accident: The roof of the car  disappeared, the army jawan and his

ઓખા મઢી પાસે અકસ્માત 
કુરુંગા-દ્વારકા હાઇવે પર ઓખા મઢી પાસે અકસ્માત સર્જાયો છે. ડાંગર ભરેલા ટ્રેક્ટરો ખાડામાં પડ્યા હતા. ટક્કર લાગતા 10થી 12 ટ્રેક્ટરો અને ડાંગરના પાકને પણ નુકશાન થયું છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ખેડૂતો અને રાજકીય આગેવાનો પહોંચ્યા હતા. રોડ  પર ટ્રાફિક જામ થતા DySP, સ્થાનિક પોલીસ અને સ્થાનિક અધિકારીઓ દોડી આવ્યા હતા. ટ્રેક્ટરને અને ડાંગરના પાકને નુકશાન થતા ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોએ દોષનો ટોપલો અધિકારીઓ ઉપર નાખ્યો હતો. ટક્કર મારેલ વાહનચાલકની  શોધખોળ પોલીસ કરી રહી છે. મોટી સંખ્યામાં ખેડૂતો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ક્રેન બોલાવી ટ્રેક્ટરોને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. 

ચાણસ્મા પાસે અકસ્માત
પાટણના ચાણસ્મા પાસે  ટ્રેલર અને  બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં  બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે. મિહિર સથવારા નામના બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું છે. મૃતક યુવકને PM માટે ખસેડાયો છે. 

ડીસામાં સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત 
બનાસકાંઠાના ડીસામાં સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. સ્કૂલ વાન કાર પાછળ ઘૂસી જતા અકસ્માત થયો છે. સદનસીબે જાનહાનિ ટળી છે. સ્કૂલ વાનમાં બેઠેલ 15 જેટલા બાળકોનો આબાદ બચાવ થયો છે.

ઓખા મઢી પાસે અકસ્માત 
કુરુંગા-દ્વારકા હાઇવે પર ઓખા મઢી પાસે અકસ્માત સર્જાયો છે. ટ્રકે અડફેટે લેતાં વૃ્દ્ધાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે. બેફામ ઝડપે જઇ રહેલા ટ્રકે વૃદ્ધ મહિલાને અડફેટે લીધી હતી. કોરાઇબેન માણેક નામના વૃદ્ધાને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે મોત થયું છે. ઘટનાની જાણકારી મળતાં પોલીસે ટ્રક ડ્રાઇવરને ઝડપી તપાસ હાથ ધરી છે. 

દુનેઠા વિસ્તારમાં અકસ્માત
દમણના દુનેઠા વિસ્તારમાં ટ્રકની અડફેટે બાળકનું મોત થયું છે. દોઢ વર્ષના માસૂમનું ડમ્પર નીચે આવી જતાં મોત થયું છે. કચરો ઉઠાવતી એજન્સીના ડમ્પર અડફેટે બાળકનું મોત થયું છે. બનાવને લઇ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. દમણ પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. 

અકસ્માતનો વીડિયો વાયરલ
સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. ધ્રાંગધ્રા બાયપાસ પાસે અકસ્માત થયો હતો.  અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા હતા. ધ્રાંગધ્રા બાયપાસ પાસે બે દિવસ પહેલા અકસ્માત થયો હતો. કાર પલટી મારી ડીવાઈડરની બીજી સાઈડ જતી ટ્રક સાથે અથડાઈ હતી. કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ