બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / VIDEO: India's Janhvi lost her life in America, police said with laughter, 'This is a common man', watch the video

શરમજનક / VIDEO: અમેરિકામાં ભારતની જાહ્નવીએ જીવ ગુમાવ્યો, પોલીસે અટ્ટહાસ્ય સાથે કહ્યું, 'આ તો સામાન્ય માણસ છે', વીડિયો જોઈ ઉકળી જશો

Megha

Last Updated: 10:20 AM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jaahnavi Kandula death : સિએટલ પોલીસ વિભાગના એક અધિકારી છોકરીના મૃત્યુ પર હસતા અને મજાક કરતા સંભળાય છે. પોતાના સિનિયરને આ મામલાની માહિતી આપતાં તે છોકરીના 'જીવનની કિંમત' વિશે વાત કરી રહ્યો છે.

  • અમેરિકાના સિએટલ પોલીસ ઓફિસરનો નિર્દય ચહેરો સામે આવ્યો 
  • ભારતીય યુવતીના મોત પર અમેરિકન પોલીસની મજાક 
  • આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે

Jaahnavi Kandula death : અમેરિકાના સિએટલ પોલીસ ઓફિસરનો નિર્દય ચહેરો સામે આવ્યો છે. અમેરિકામાં આ વર્ષે જાન્યુઆરીમાં એક ભારતીય યુવતીનું પોલીસની ગાડી સાથે ટક્કર થવાથી  મોત થયું હતું. હવે આ મામલાને લગતો એક વીડિયો સામે આવ્યો છે. 

ભારતીય યુવતીના મોત પર અમેરિકન પોલીસની મજાક 
સામે આવેલ એ વિડીયોમાં જોઈ શકાય છે કે સિએટલ પોલીસ વિભાગના એક અધિકારી છોકરીના મૃત્યુ પર હસતા અને મજાક કરતા સંભળાય છે. પોતાના સિનિયરને આ મામલાની માહિતી આપતાં તે છોકરીના 'જીવનની કિંમત' વિશે વાત કરી રહ્યો છે. કહે છે કે તે કોઈ ખાસ વ્યક્તિ નથી. આ સમગ્ર ઘટના તેના બોડી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. જણાવી દઈએ કે સિએટલ પોલીસે આ કેસમાં આરોપી અધિકારી વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.

આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે
સોમવારે પોલીસે એક વિડિયો બહાર પાડ્યો જેમાં અધિકારી ડેનિયલ ઓર્ડરરને 23 જાન્યુઆરીએ મૃત્યુ પામેલા વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના અકસ્માતની તપાસ અંગે ચર્ચા કરતા સાંભળી શકાય છે.  ઓર્ડરરના સહયોગી અધિકારી કેવિન ડેવની પોલીસ પેટ્રોલિંગ કારથી મોત થયું હતું. 23 વર્ષની જ્હાન્વીએ 'નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી'ના 'સિએટલ' કેમ્પસમાં અભ્યાસ કર્યો હતો.

'શી ઇઝ ડેડ', કહ્યા બાદ ઓફિસર હસ્યો!
રિપોર્ટ અનુસાર જાહેર કરવામાં આવેલા વીડિયોમાં માત્ર ઓર્ડરરનો અવાજ જ સંભળાય છે. મળતી માહિતી મુજબ, ડેનિયલ ઓર્ડરર સિએટલ પોલીસ ઓફિસર્સ ગિલ્ડના પ્રમુખ માઈક સોલન સાથે વાત કરી રહ્યો છે. જ્હાન્વી કંડુલાના મૃત્યુની માહિતી આપતાં ઓર્ડરરે કહ્યું, 'તે મરી ગઈ છે' અને આ પછી તરત જ ઓર્ડરરનાં હાસ્યનો અવાજ સંભળાય છે. આગળ ઓર્ડરરે કંડુલા વિશે કહ્યું, 'ના, તે એક સામાન્ય માણસ છે'. વીડિયોના અંતમાં પણ જોરથી હાસ્યનો અવાજ આવે છે. અગાઉ ઓર્ડરરે કહ્યું હતું કે,"હા, ફક્ત એક ચેક લખો $11,000. આમ પણ તે તે 26 વર્ષની હતી. તેના જીવનની કિંમત મર્યાદિત છે."

ઓર્ડરરે કંડુલાની ઉંમર જણાવી હતી. ઓર્ડરરે કહ્યું, "હું માની શકતો નથી કે આમાં ગુનાહિત તપાસ થઈ રહી છે. મારો મતલબ છે કે તે 50 માઈલ પ્રતિ કલાકની ઝડપે જઈ રહ્યો હતો. તે નિયંત્રણની બહાર નથી. એક કુશળ ડ્રાઈવર માટે આ હાઇ સ્પીડ નથી."

ડેવની કારની સ્પીડ 74 mph હતી
જોકે જૂનમાં સિએટલ ટાઈમ્સના એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે કેવિન ડેવની કારની સ્પીડ 74 માઈલ પ્રતિ કલાક હતી. જ્યારે તે રોડ પર ડ્રાઇવિંગની મહત્તમ સ્પીડ 25 માઇલ પ્રતિ કલાક રાખવામાં આવી છે. ઓર્ડરર કેવિન પણ ડેવ પર ડ્રગ ટેસ્ટ કરાવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘટનાના વિડિયોમાં જાણવા મળ્યું છે કે ડેવએ તેની કારનું સાયરન ચાલુ કર્યું હતું. પરંતુ જ્યારે ડેવની કાર કુંડલા સાથે ટકરાઈ ત્યારે સાયરન વાગી રહ્યું નહતું. 

સિએટલ પોલીસ વિભાગે નિવેદન બહાર પાડ્યું 
સિએટલ પોલીસ વિભાગે વિડિયો સાથે એક નિવેદન પણ બહાર પાડ્યું છે કે ' આ વિડિયો વિભાગના કર્મચારીઓ દ્વારા તપાસ દરમિયાન મળી આવ્યો હતો. વિડિયોમાંથી મળેલી માહિતી અનુસાર, પોલીસ અધિકારીએ તેમના મુખ્ય કાર્યાલયને આ ઘટના અંગે જાણ કરી હતી. વીડિયો જોયા બાદ તેને તપાસ માટે મોકલવામાં આવ્યો છે. જો કોઈ રીતે નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો તેની તપાસ કરવામાં આવશે.' 

કેવિન ડેવના બોડી કેમેરા મુજબ ડેવએ પોતે જ કબૂલાત કરી હતી કે તેણે વધુ ઝડપે વાહન ચલાવીને ભૂલ કરી હતી. જ્હાન્વી કંડુલા આંધ્ર પ્રદેશના કુર્નૂલની રહેવાસી હતી. જ્હાન્વી સિએટલની નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીમાં ઈન્ફોર્મેશન સિસ્ટમ્સમાં એમએસસી કરવા માટે અમેરિકા ગઈ હતી અને ડિસેમ્બરમાં તેનો કોર્સ પૂરો થવાનો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ