ભારતીય ટીમે ગઇકાલે પાકિસ્તાનને 228 રનના મોટા અંતરે હરાવ્યું હતું જે બાદ ટીમ ઈન્ડિયા ઉજવણીના માહોલમાં ડૂબી ગઈ હતી. હાલ તેનો વીડિયો BCCI દ્વારા શેર કરવામાં આવ્યો છે
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 228 રનના મોટા અંતરે હરાવ્યું
એશિયા કપના ઈતિહાસમાં ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત
ભારતીય ટીમની ઉજવણીનો વીડિયો BCCI દ્વારા શેર કરવામાં આવ્યો
એશિયા કપ 2023 (Asia Cup 2023)માં સુપર 4ની ત્રીજી મેચમાં, ભારતીય ટીમે ગઇકાલે પાકિસ્તાનને 228 રનના મોટા અંતરે હરાવ્યું હતું. એશિયા કપના ઈતિહાસમાં ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત હતી. આ પછી ભારતીય ટીમ ઉજવણીના માહોલમાં ડૂબી ગઈ હતી. હાલ એ ઉજવણીનો વીડિયો BCCI દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં મેં ઓફ ધ મેચ વિરાટ કોહલીનો શાનદાર અંદાજમાં જોવા મળી રહ્યો છે.
A memorable victory followed by a much-deserved recovery session ahead of today's Super 4s encounter 😃👌
ટીમ ઈન્ડિયાએ આ રીતે ઉજવણી કરી
પાકિસ્તાન સામે સૌથી મોટી જીત નોંધાવ્યા બાદ ભારતીય ટીમ સાતમા આસમાન પર પહોંચી ગઈ છે. હોટલમાં પહોંચતા જ ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું, ખાસ કરીને લાંબા સમય પછી પરત ફરી રહેલા કેએલ રાહુલ અને વિરાટ કોહલીમાટે તાળીઓનો વરસાદ જોવા મળ્યો. સુપર 4ની એ મેચ બે દિવસ રમ્યા બાદ ટીમના ખેલાડીઓએ રિલેક્સ થવા માટે સ્વિમિંગ પૂલનો સહારો લીધો હતો.
જોરશોરથી ડાન્સ કરતાં જોવા મળ્યા આ ખેલાડી
BCCI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને શુભમન ગિલ સ્વિમિંગ પૂલમાં મસ્તીભર્યા મૂડમાં જોવા મળી રહ્યા છે અને જોરશોરથી ડાન્સ કરતા પણ જોવા મળી રહ્યા છે. આ સિવાય વિરાટ કોહલી 13 હજાર રન પૂરા કરવાની ઉજવણી કેક કાપીને કરી રહ્યો છે.
આ રીતે ભારતે જીત નોંધાવી
કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં બે દિવસ સુધી રમાયેલી એ મેચમાં વિરાટ કોહલી (122*) અને ફરીથી ફિટ થયેલા કેએલ રાહુલ (111*)ની મદદથી ટીમે 2 વિકેટના નુકસાન પર 356 રન બનાવ્યા હતા. ત્યાર બાદ બોલિંગ કરતાં સમયે કુલદીપ યાદવનો દબદબો જોવા મળ્યો હતો. તેને આઠ ઓવરમાં 25 આપીને પાંચ વિકેટ લીધી હતી, આ સાથે જ ભારતે ODI ઈતિહાસમાં પાકિસ્તાન સામે સૌથી મોટી જીત હાંસલ કરી હતી. ભારતના 357 રનના લક્ષ્યાંકના જવાબમાં બાબર આઝમની આગેવાની હેઠળની ટીમ 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.