બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / vice president venkaiah naidu we are taught that people who looted us are great

નિવેદન / વેંકૈયા નાયડુએ કહ્યું 'બહારથી આવતા લોકોએ દેશને લૂટ્યો અને બરબાદ કર્યો, હાલમાં તેઓને મહાન કહેવામાં આવે છે'

Krupa

Last Updated: 05:22 PM, 26 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેંકૈયા નાયડૂએ કહ્યું કે ઇતિહાસમાં શિવાજી મહારાજ, બાસવેશ્વર. જ્ઞાનેશ્વર, રાની લક્ષ્મીબાઇ, શંકરાચાર્ય માટે વધારે કંઇ ખાસ નથી. એટલા માટે કહું છું વાસ્તિવક ઇતિહાસ લોકોની સામે રાખવો પડશે

  • ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ પૂનામાં કહ્યું, આપણે દેશનો વાસ્તિવક ઇતિહાસ લોકોની સામે રાખવો પડશે
  • નાયડૂએ વિદ્યાર્થીઓને પુરાતત્વ વિજ્ઞાન માટે જાણવા માટે કહ્યું

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ દેશમાં ભણાવવામાં આવતા ઇતિહાસ પર પ્રશ્નો ઊઠાવ્યા છે. પૂનામાં એક પુરસ્કાર સમારોહ દરમિયાન નાયડૂએ કહ્યું કે ભારતમાં લાંબા સમય સુધી ઔપનિવેશક શાસન રહેવાના કારણે આપણા ઇતિહાસને ખોટી રીતે સામે રાખવામાં આવ્યો. આ જાણીજોઇને કરવામાં આવ્યું, કારણ કે ભારતની ખરાબ છાપ રજૂ કરી શકાય. બહારથી આવતા જે લોકોએ દેશ પર પ્રહાર કર્યો, લૂટ્યો, દગો આપ્યો અને બરબાદ કર્યો એમના માટે આપણને જણાવવામાં આવે છે કે તેઓ મહાન હતા. 

વેંકૈયાએ કહ્યું કે ઇતિહાસમાં શિવાજી મહારાજ, બાસવેશ્વર. જ્ઞાનેશ્વર, રાની લક્ષ્મીબાઇ, શંકરાચાર્ય માટે વધારે કંઇ ખાસ નથી. લોકો કહે છે કે ભારતની જીડીપી એક સમય 20% હતી. ભારતે ક્યારેય કોઇ દેશ પર પ્રહાર કર્યો નથી. આપણે વિશ્ન ગુરુ હતા. પરંતુ આ બધો ઇતિહાસ આપણી સામે નથી. એટલા માટે કહું છું કે આપણે દેશનો વાસ્તિવક ઇતિહાસ લોકોની સામે રાખવો જોઇએ. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે પુરાતત્વ વિજ્ઞાનમાં આપણા ખોટા ઇતિહાસને સાચો કરવાની ક્ષમતા છે. 

વેંકૈયાએ કહ્યું કે આ સમયે દેશમાં રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ઘણા સ્મારક છે. એના માટે જાગરૂકતા પેદા કરવી અને સ્કૂલ કૉલેજના વિદ્યાર્થીઓને એ માટે જણાવવું ખૂબ જરૂરી છે. ઉપરાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને નજીકના ક્ષેત્રોમાં મોજૂદ ઐતિહાસિક સ્મારકોનો પ્રવાસ કરાવવા અને ઇતિહાસ જાણવા પર પણ જોર આપવાન માટે કહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Puna Vice President national venkaiah naidu ઇતિહાસ વેંકૈયા નાયડૂ Statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ