ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સૌરાષ્ટ્ર-કચ્છમાં 13 સ્માર્ટ GIDC બનશે, 7 લાખ કરોડ, વાઈબ્રન્ટ સમિટમાં મોટું એલાન
Last Updated: 04:03 PM, 11 January 2026
ADVERTISEMENT
રાજકોટ-મોરબી હાઈવે પર આવેલ મારવાડી યુનિવર્સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સનો વડાપ્રધાને પ્રારંભ કરાવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લાઓમાં 3540 એકરમાં ફેલાયેલી 13 નવી જીઆઈડીસીની જાહેરાત કરવામાં આવી હતી. જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં નવી જીઆઈડીસી બનશે.
ADVERTISEMENT

Vibrant Gujarat Regional Conference: રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો. મારવાડી યુનિવર્સિટીમાં વડાપ્રધાન મોદીએ વાયબ્રન્ટ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. મારવાડી યુનિવર્સિટીમાં આયોજીત વાયબ્રન્ટ કોન્ફરન્સમાં દેશના મુકેશ અંબાણી, પરિમલ નથવાણી, કરણ અદાણી સહિતના ઉદ્યોગપતિઓ ઉદ્યોગપતિઓ હાજર રહ્યા. આ સમિટમાં 1500થી વધુ MOU થવાની શક્યતા છે.
ADVERTISEMENT
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓએ વાયબ્રન્ટ કોન્ફરન્સમાં ભાગ લીધો. વિવિધ દેશના 350થી વધારે ડેલિગેટ્સની કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા, જયારે 5000થી વધુ બિઝનેસમેન પણ આ કોન્ફરન્સમાં જોડાયા. માહિતી પ્રમાણે, USA, UK, જર્મન, આફ્રિકન દેશો, યુક્રેન, જાપાનના ડેલિગેસ્ટ વાયબ્રન્ટ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા. આ વાયબ્રન્ટ કોન્ફરન્સને લીધે રાજકોટના ઓટોમોબાઇલ્સ સહિતના ઉધોગને પ્રોત્સાહન મળશે.
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં આવ્યાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, દેશના દિગ્ગજો હાજર #MukeshAmbani #VibrantGujarat #RegionalSummit #Rajkot #GujaratGrowth #BusinessLeaders #IndianIndustry #VibrantGujaratSummit #VTVDigital pic.twitter.com/l8CS2pqrMs
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 11, 2026
ADVERTISEMENT
રાજકોટમાં આયોજિત વાયબ્રન્ટ કોન્ફરન્સમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી, પરિમલ નથવાણી, ધનરાજ નથવાણી, વેલસ્પન ગ્રુપના ચેરમેન બી.કે. ગોએન્કા, અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર કરણ અદાણી ઉપસ્થિત રહ્યા. આ સિવાય ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સમીર મહેતા, એસ્સાર કેપિટલ/એસ્સાર ગ્લોબલ ફંડ લિમિટેડના ડિરેક્ટર પ્રશાંત રૂઇઆ ઉપસ્થિત રહેશે. આ સિવાય રવાન્ડના હાઈ કમિશ્નર તેમજ ગુયાનાના હાઈ કમિશ્નર પણ વાયબ્રન્ટ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા.
ADVERTISEMENT

ખંભાળીયાના ધારાસભ્ય મુળુ બેરા પણ રાજકોટમાં આયોજિત વાયબ્રન્ટ કોન્ફરન્સમાં સામેલ થયા. તેમણે જણાવ્યું, 'રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર રિજનની વાઇબ્રન્ટ સમિટમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ઉદ્યોગો વિશ્વ ફલક પર પોતપોતાની ઓળખ ધરાવે છે, ત્યારે આ ઉદ્યોગો સાથે એમઓયુ થશે, નવા ઉદ્યોગો આવશે, જેને લીધે રોજગારી પણ ઊભી થશે.'
ADVERTISEMENT
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ભાગ લાવ્યાં રિવાબા જાડેજા, ઉદ્યોગપતિઓનો મેળાવડો#RivabaJadeja #VibrantGujarat #RegionalSummit #GujaratDevelopment #BusinessMeet #Rajkot #VibrantGujaratSummit #VTVDigital pic.twitter.com/NzswvQ5Vce
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 11, 2026
આ પણ વાંચો: 'ગઝનવીથી માંડીને ઔરંગઝેબ... ઈતિહાસમાં દફન થઈ ગયા, સોમનાથ ત્યાં જ ઊભું છે- PM મોદી
ADVERTISEMENT
તો ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ કહ્યું કે 'આ સમિટના કારણે બિઝનેસ વધ્યા છે, નોકરીની તકો મળે છે. આજે વાઇબ્રન્ટ સમિતે આખી દુનિયા બદલી નાખી છે. સરકારને ધન્યવાદ છે, વાઇબ્રન્ટ શરૂ થયા પછી હવે આજે રાજકોટમાં ફોરેનરો આવે છે, આ રાજકોટ માટે સુવર્ણ તક છે.'
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT