બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લાખોના ખર્ચે દવાખાનું બન્યું, 8 વર્ષથી ડૉક્ટરની જોવાઈ રહી છે રાહ, તંત્ર તો દવાખાનાની હયાતીથી જ અજાણ!

વાવ-થરાદ / લાખોના ખર્ચે દવાખાનું બન્યું, 8 વર્ષથી ડૉક્ટરની જોવાઈ રહી છે રાહ, તંત્ર તો દવાખાનાની હયાતીથી જ અજાણ!

Vishal Khamar

Last Updated: 05:56 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરહદી વિસ્તાર એવા વાવ-થરાદ જિલ્લાના ચોથાનેસડા ગામમાં એરિયા ડેવલપમેન્ટ ગ્રાન્ટ હેઠળ લાખો રૂપિયાના ખર્ચે પશુ દવાખાનું તો બનાવી દેવામાં આવ્યું છે. ત્યારે દવાખાનું બને સાત વર્ષ જેટલો સમય થયો હોવા છતાં તેનું લોકાર્પણ થયું નથી કે ડોક્ટરની નિમણૂંક કરવામાં આવી નથી. અધિકારીઓની બેદરકારીનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે.

વાવ થરાદ જિલ્લામાં એક એવુ પશુ દવાખાનું કે જે 20 લાખના ખર્ચે બનીને તૈયાર થયાને સાત વર્ષ છતાં હજુ લોકાર્પણ જ થયું નથી. જ્યારે તંત્રને આ બાબતે પૂછતા જવાબ મળ્યો કે દવાખાનું બન્યું છે એ અમને જ ખબર જ નથી. બીજીતરફ લાખોના ખર્ચે બનેલુ દવાખાનું ઉપયોગ વિના જ હવે ખંડેર સમાન ભાસી રહ્યું છે.

લાખો રૂપિયાના ખર્ચે બનેલ દવાખાનું ધૂળ ખાઈ રહ્યું છે

વાવ થરાદ જિલ્લાના ચોથાનેસડામાં આવેલું આ છે પશુ દવાખાનુ.. વર્ષ 2018 ,19માં બોર્ડર એરિયા ડેવલોપમેન્ટ ગ્રાન્ટમાંથી આશરે 20 લાખના ખર્ચે તૈયાર થયું છે. એટલે કે દવાખાનું બન્યાને આજે સાત વર્ષ વીત્યા છે છતાં ના તો દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું કે ના તો આ દવાખાનામાં આજ દિન સુધી પશુ ડોક્ટરની પણ નિમણૂક થઈ છે. 20 લાખના ખર્ચે તૈયાર થયેલા પશુ દવાખાનામાં પશુ ડોક્ટર હાજર મળશે અને પશુઓની સારવાર સમયસર થશે તેવી આશા આસપાના ગામલોકોને હતી પરંતુ આ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. કારણ કે દવાખાનું તો તૈયાર થયુ પરંતુ તે માત્ર વર્ષોથી શોભાના ગાંઠિયા સમાન જ રહી ગયું છે.

સરકારી અધિકારી ક્યારેય દવાખાનું જોવા આવ્યા જ નથી

સરકારી બાબુઓએ ટેન્ડર બહાર પાડી લાખો રૂપિયાના ખર્ચે પશુ દવાખાનું ઊભું કરી દીધું છે. દવાખાનાનું નિર્માણ કરનારા કોન્ટ્રાક્ટરને પણ લાખો રૂપિયાનું બિલ સરકારી બાબુએ ચૂકવી દીધું છે પરંતુ હવે આ બાબુઓ કે સરકારી અધિકારી ફરી આ ગામના ક્યારેય ફરક્યા જ નથી. ગામના લોકો તો આજેય રાહ જોઈ રહ્યા છે કે કયારેક સરકારી અધિકારીઓને યાદ આવશે કે ચોથાનેસડા ગામમાં પશુ દવાખાનું છે અને ડોકટરની નિમણૂક થશે પરંતુ કેમ જાણે સરકારી બાબુઓ હોય કે પછી સ્થાનિક નેતાઓ કોઈને પણ આ નવનિર્માણ પામેલ દવાખાનાની દરકાર લેવાનુ યાદ ક્યારેય નથી આવ્યું.

પશુ દવાખાનું હવે સાવ ખંડેર અવસ્થામાં

સાત વર્ષથી ઉદ્ઘાટનની અને લોકાર્પણની રાહ જોતું આ પશુ દવાખાનું હવે સાવ ખંડેર અવસ્થામાં હોય તેવી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે જે દવાખાનાના દરવાજા રોજ ખુલવા જોઈતા હતા અને જ્યાં પશુઓની સારવાર કરવા માટે પશુ ડોક્ટર હાજર રહેવાના હતા તે દવાખાના ના દરવાજાઓ ઉપર વર્ષોથી તાળા લાગેલા છે તાળા ખોલીને દવાખાનાની દરકાર લેવાવાળા કોઈ જ સરકારી બાબુઓ અહીંયા આંટોફેરો મારવા પણ આવતા નથી. જે જવાબદાર અધિકારીઓ મહિને સરકારી તિજોરીમાંથી મોટો પગાર લે છે તેઓએ કોન્ટ્રાકટરને કામ આપી લાખોનુ બિલ ચૂકવી દીધું છે પરંતુ ઓફીસમાંથી બહાર નીકળી દવાખાનાની હાલત જોવા કે નિરીક્ષણ કરવા પણ ક્યારેય આવ્યા નથી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદ, 134 તાલુકામાં મેઘો મન મૂકીને વરસ્યો, જાણો ક્યાં કેટલો વરસાદ

દવાખાનું ક્યાં ક્યારે બન્યું તે બાબતે પશુપાલન વિભાગની કચેરીને ખ્યાલ જ નથી

પશુપાલન વિભાગ કચેરીનો સંપર્ક કરી તેમને પૂછતા તેમને કહ્યું કે આ દવાખાનું ક્યાં બન્યું છે અને ક્યારે બન્યું છે તેની અમને કોઈ જ જાણ નથી એટલે કે ચોકાવનારી બાબતે છે કે જે વિભાગના તાબા હેઠળ અને દેખરેખ હેઠળ આ દવાખાનામાં ડોક્ટર સહિતનો સ્ટાફ મુકવાનો હતો તે વિભાગ ને જ ખબર નથી કે ચોથાનેસડા ગામમાં પશુ દવાખાનું સાત વર્ષથી બનીને તૈયાર છે. એટલે કે તાલુકા પંચાયત હોય કલેક્ટર કચેરી હોય કે પછી પશુપાલન કચેરી તેમનામાં સંકલનનો અભાવ આળસ અને બેજવાબદારીના કારણે સાત વર્ષથી નવું નિર્માણ થયેલ પશુ દવાખાનું આજે ધૂળ ખાઈ રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Animal Hospital Vava-Tharad district Banaskantha
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ