બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દિગ્ગજ નેતા અને તેનું બચ્ચું કૌભાંડ કરીને ફરાર થયા પણ પોલીસે ઝડપી લીધા
Last Updated: 06:44 PM, 27 June 2025
mgnrega scam : મનરેગા સ્કીમ સમગ્ર દેશના નેતાઓ માટે દુઝતી ગાય બની ચુક્યા છે. જ્યારે પણ જુઓ ત્યારે મનરેગામાં નેતાઓ અને તેનાં પુત્રો કૌભાંડ કરી કરીને દોહ્યા કરે છે. જો કે ક્યારેક ક્યારેક તેઓ ઝપટે પણ ચડી જતા હોય છે. ભરૂચના મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના હીરા જોટવાની મુશ્કેલી વધી ચુકી છે. હીરા જોટવાની મનરેગા કૌભાંડમાં સંડોવણી સામે આવ્યા બાદ ધરપકડ થઇ ચુકી છે.
ADVERTISEMENT
નેતા સાથે નાના નેતા પણ કૌભાંડની ટ્રેનિંગ લેતા ઝડપાઇ ગયા
મનરેગા કૌભાંડમાં હીરા જોટવાની સાથે તેના દીકરા દિગ્વિજય જોટવાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગીર સોમનાથ પોલીસ દિગ્વિજયને લઈને ભરૂચ આવવા રવાના થઇ ચુકી છે. સમગ્ર મામલામાં હાંસોટના આઉટસોર્સ કર્મી રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી છે. જો કે હજી પોલીસ તપાસ ચલાવી રહી છે. આ તપાસમાં કૌભાંડમાં હજુ પણ મોટા નામો સામે આવવાની શક્યતા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : Rath Yatra / રથયાત્રામાં થયા અમી છાંટણા, રાયપુર અને કાલુપુરમાં વરસાદ શરૂ
ભરૂચમાં થયું છે મોટું મનરેગા કૌભાંડ
ADVERTISEMENT
ભરૂચ મનરેગા કૌભાંડના કેસમાં ત્રીજા આરોપીની ધરપકડ કરાઈ છે. હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ કરાઈ છે. દિગ્વિજયને લઈ પોલીસ ભરૂચ આવવા રવાના થઇ ચુક્યાં છે. મુખ્ય સૂત્રધાર કોગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ કરી લેવાઇ છે. હાંસોટ ટીડીઓ કચેરીના આઉટસોર્સ કર્મીની પણ ધરપકડ કરવામાં આવી છે. આઉટસોર્સ કર્મી રાજેશ ટેલર ભરૂચ પોલીસની પકડમાં આવી ચુક્યો છે. હીરા જોટવાને પોલીસ દ્વારા પુછપરછ માટે ભરૂચ લઇ જવાયો છે.
ગીર સોમનાથથી થઇ છે ધરપકડ
ADVERTISEMENT
ગીર સોમનાથથી ભરૂચ પોલીસે હીરા જોટવાની અટકાયત કરી લીધી છે. હીરા જોટવાને તેની જ ઓફિસથી અટકાયત કરી અને ભરૂચ લાવવામાં આવ્યો છે. હવે તેને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવશે. ત્યાર બાદ તેની પુછપરછમાં કૌભાંડ પણ મોટું હોઇ શકે છે અને તેમાં અનેક મોટા માથાઓનાં નામ પણ ખુલે તેવી શક્યતા છે. જો કે હીરા જોટવા લાજવાને બદલે ગાઝ્યો હતો. હીરા જોટવાએ ધરપકડ બાદ જણાવ્યું કે, સત્ય સત્ય પરેશાન થઈ શકે છે પરાજિત નહીં, હું રાજકારણનો ભોગ બન્યો છું પરંતુ મને ભારતનાં ન્યાયતંત્ર પર સંપુર્ણ ભરોસો છે હું જરૂર નિર્દોષ છુટીશ અને બહાર આવીશ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.