બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રથયાત્રામાં થયા અમી છાંટણા, રાયપુર અને કાલુપુરમાં વરસાદ શરૂ
આજે અમદાવાદમાં સવારે 7 વાગ્યે પરંપરાગત ભગવાન જગન્નાથની ભવ્ય યાત્રા શરૂ થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે ભગવાનની ત્રણ મૂર્તિઓને રથ પર બિરાજમાન કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પરંપરાગત રૂટ પર ચાલી રહી છે રથયાત્રા
ADVERTISEMENT
ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન પરંપરાગત રૂટ પર ચાલી રહી છે. આજની આ રથયાત્રામાં 18 ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓએ રથયાત્રામાં આકર્ષણ જમાવ્યું છે. આ સાથે 3 બેન્ડવાજા, મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ રથયાત્રામાં જોડાયા છે.

ADVERTISEMENT
રાયપુર અને કાલુપુરમાં થયા અમી છાંટણા
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. આ શુભ પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે ભગવાનના જગન્નાથના આગમન પહેલા રાયપુરમાં અમી છાંટણા થયા છે. રાયપુરમાં ઉપરાંત કાલુપુરમાં પણ વરસાદ શરુ થયો છે. વરસાદ પડતા શ્રદ્ધાળુઓ વરસાદમાં ભીંજાયા હતા. જો કે વરસાદમાં ભાવિકોની ભકિતનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
Ahmedabad Rath Yatra 2025 | અમદાવાદ રથયાત્રાનો ડ્રોન વીડિયો#rathyatra #jagannath #AhmedabadRathyatra #AhmedabadRathyatra2025 #Rathyatralivenews #Rathyatralatestnews #vtvdigital pic.twitter.com/6YS61F0Qh0
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 27, 2025
રથયાત્રામાં કડક સુરક્ષા વ્યવસ્થા
ADVERTISEMENT
રથયાત્રા સુચારુ રીતે યોજવા માટે, 23,000 પોલીસકર્મીઓ ફરજ બજાવી રહ્યા છે અને આકાશમાં દેખરેખ રાખવામાં આવી રહી છે. આજે સવારે જમાલપુરના ઐતિહાસિક ભગવાન જગન્નાથ મંદિરથી રથયાત્રા શરૂ થઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંદિરમાં પહોંચ્યા હતા અને મંગળા આરતી કરી હતી. ત્યારબાદ તેમણે પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. ત્યારબાદ રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રથયાત્રામાં હાજર રહ્યા હતા. અમદાવાદમાં જગન્નાથની રથયાત્રા ગુજરાતનો સૌથી મોટો ધાર્મિક ઉત્સવમાનો એક છે. તેમાં લાખો લોકો ભાગ લે છે. આ વખતે ભીડ ક્યાં વધુ છે તે જાણવા માટે AI કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વધુ વાંચો : અમદાવાદ રથયાત્રાની પળેપળની અપડેટ જૂઓ LIVE
ADVERTISEMENT
18 કિ.મીનો છે રથયાત્રાનો રૂટ
અમદાવાદમાં રથયાત્રા જમાલપુરના ઐતિહાસિક 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરથી શરૂ થાય છે. આ વખતે પણ યાત્રાનો જૂનો રૂટ એ જ છે. રથયાત્રા શહેરના જૂના વિસ્તારોમાંથી પસાર થાય છે. કુલ અંતર આશરે 18 કિલોમીટર છે. આમાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ભવ્ય રથ પર સવારી કરીને હજારો ભક્તોને આશીર્વાદ આપતા જોવા મળી રહ્યાં છે. પોલીસના જણાવ્યાનુસાર, રથયાત્રામા 14-15 લાખ ભક્તો ભાગ લે તેવી અપેક્ષા છે. સમગ્ર ગુજરાત તેમજ વિદેશથી લોકો અમદાવાદ રથયાત્રા જોવા અને ભાગ લેવા આવે છે.
જગન્નાથ રથયાત્રામાં ગજરાજ બેકાબૂ થયા
અમદાવાદમાં 148મી રથયાત્રા હાલ ખાડિયા નજીક પહોંચી છે. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, અહીં એક ગજરાજ બેકાબૂ થયા છે. આ તરફ ગજરાજ બેકાબૂ થતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઇ નથી.
VIDEO: અમદાવાદ રથયાત્રામાં ખાડિયા ગોલ્ડવાડ પાસે ગજરાજ બેકાબૂ થતાં અફરાતરફી, લોકોમાં નાસભાગ#rathyatra #jagannath #AhmedabadRathyatra #AhmedabadRathyatra2025 #Rathyatralivenews #Rathyatralatestnews #vtvdigital pic.twitter.com/8JAtMlGbLh
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 27, 2025
સરસપુરની પોળોમાં ભોજન
અમદાવાદમાં આજે રથયાત્રા ચાલી રહી છે. ત્યારે શહેરમાં 11 જેટલી પાળોમાં ભોજનનું આયોજન થાય છે. જ્યાં જૂની પંગત સિસ્ટમથી પ્રસાદ આપવામાં આવે છે. 48 વર્ષ પહેલાં ભંડારામાં ફક્ત 6000 રૂપિયાનો ખર્ચ થતો હતો. જે આજે 10થી 12 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.