બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Tech & Auto / Vehicle registration in Gujarat decrease by 8% amid recession in auto sector

અર્થતંત્ર / ઓટો સેક્ટરની મંદીના પડઘમ પહોંચ્યા ગુજરાતના દ્વારે, વેચાણમાં આટલો ઘટાડો નોંધાયો

Published By: Shalin

Last Updated: 03:00 PM, 13 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર દેશમાં મંદીના વમળમાં ફસાયો છે. અલગ અલગ સેક્ટરમાં વેચાણના નિરાશાજનક આંકડા સામે આવી રહ્યા છે એવા સમયે મંદીમાં સૌથી વધુ ઘેરાયેલા ઓટો સેક્ટરના નબળા વેચાણના આંકડા હવે ગુજરાત રાજ્યમાંથી જોવા મળ્યા છે.

લોકોમાં અર્થતંત્રને લઇને નકારાત્મક અભિગમ, ગ્રાહકોમાં વિશ્વાસનો અભાવ અને માર્કેટમાં કેશફલૉની અછતના કારણે ગુજરાતના ઓટો સેક્ટરમાં નબળું વેચાણ નોંધાયું છે. 

ગુજરાતમાં નાણાકીય વર્ષ 2019-20ના બીજા ક્વાટરમાં જેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી તેમાં ગાડીઓ અને 2 વ્હીલરનું વેચાણ ગયા વર્ષની સરખામણીમાં સરેરાશ 8% ઘટી ગયું છે. 

વાહનોના વેચાણના આંકડા 

વર્ષ 2018-19માં 88000 પેસેન્જર વાહનોની નોંધણી થઇ હતી જે આ વર્ષે ઘટીને 82000 થઇ ગઈ હતી. આ ઉપરાંત 2019-20માં 2.6 લાખ 2 વ્હીલર નોંધાયા હતા જયારે ગયા વર્ષે 2.9 લાખ 2 વ્હીલર નોંધાયા હતા. આપેલા ટેબલ પરથી જાણી શકાય છે કે ત્રણેય કેટેગરીના વાહનોનું વેચાણ ઘટી ગયું છે. 

વાહન પ્રકાર નોંધણીની સંખ્યા 2018-19 નોંધણીની સંખ્યા 2019-20 તફાવત (ટકામાં)
કાર 0.88 0.82 -6.80%
2 વ્હીલર 2.9 2.6 -10.30%
પેસેન્જર વાહનો 3.7 3.4 -8.10%

* આંકડો લાખમાં છે

શું છે નિષ્ણાતોનો અભિપ્રાય?

ગુજરાતના એક ઓટોમોબાઇલ એસોસિએશનના અધિકારીએ જણાવ્યું હતું કે અર્થતંત્રનો આકાર અત્યારે સારી દશામાં રહ્યો નથી પરિણામે આવા નિરાશા જનક આંકડા જોવા મળી રહ્યા છે. આ કારણે લોકોની માનસિકતા અને ભરોસો ઘટી ગયા છે. 

ફેસ્ટિવ સીઝનમાં પણ ફટકો 

ગુજરાતના એક બીજા ઓટોમોબાઇલ એસોસિએશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ વખતે નવરાત્રી અને દશેરા બંને તહેવારો દરમિયાન વેચાણમાં નરમાઇ જોવા મળી હતી. 10 દિવસના તહેવારમાં વેચાણમાં ગયા વર્ષના તહેવાર કરતા 10%નો ધરખમ ઘટાડો નોંધાયો છે. 

આ વખતે નવરાત્રી અને દશેરા બંને તહેવારો દરમિયાન મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ ઓફરો આપવામાં આવી હતી. આ વખતે મોટા પ્રમાણમાં કેશ ડિસ્કાઉન્ટ , એકચેન્જ ઓફર, લોયલ્ટી બોનસ જેવી ઓફરોથી ગ્રાહકોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ આંકડાઓ જોતા તેનાથી ગ્રાહકો ઉપર હકારાત્મક અસર થઇ હોય તેમ લાગતું નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Auto Sector Economic Slowdown gujarat ઓટો સેક્ટર ગુજરાત મંદી Economy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ