બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / '2027માં કોંગ્રેસને જે નિર્ણય લેવો હોય તે...', ગુલાબસિંહ રાજપૂતના એક નિવેદને જોર પકડ્યું

વિધાનસભા પેટા ચૂંટણી 2024 / '2027માં કોંગ્રેસને જે નિર્ણય લેવો હોય તે...', ગુલાબસિંહ રાજપૂતના એક નિવેદને જોર પકડ્યું

Last Updated: 12:42 PM, 6 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તેમજ ભાજપનાં ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર વેગવંતો બનાવ્યો છે. ત્યારે ભાભરમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસનાં ઉમેદવારો નિવેદન આપતા તે નિવેદન ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર વેગવંતો બનાવ્યો છે. થબાદ બેઠકમાંથી વાવ બેઠક પર ચૂંટણી લડવા આવેલ કોંગ્રેસનાં ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે નિવેદન આપ્યું હતું. ભાભર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ગુલાબસિંહ રાજપૂતના નિવેદને ચર્ચા જગાવી હતી. ગુલાબસિંહ રાજપૂતે નિવેદન આપ્યું હતું કે, ગેનીબેન વાવ બેઠક પરથી ચૂંટણી લડતા હતા ત્યારે રાજપૂત સમાજ તેની સાથે હતો. વાવ બેઠકનું ખેતર 3 વર્ષ માટે અડાણું માંગવા આવ્યો છું. વાવ બેઠક પર 2027 માં ચૂંટણીમાં જેને ટીકીટ મળશે તેમના માટે મહેનત કરીશ. 26 સાંસદમાંથી ગેનીબેન ઠાકોરને જ સમગ્ર ગુજરાત ઓળખે છે. મારા દાદા હેમાભાઈ 20 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા છે તેઓ સુખ-દુઃખનાં ભાગીદાર રહ્યા છે. ગેનીબેન ઠાકોરનો સ્વભાવ કડક છે મારો સ્વભાવ તો શાંત છે.

વાવની પેટાચૂંટણીમાં 10 ઉમેદવાર

▪️ ગુલાબસિંહ રાજપુત - કોંગ્રેસ

▪️ સ્વરૂપજી ઠાકોર - ભાજપ

▪️ ચેતનકુમાર ઓઝા - ભારતીય જન પરિષદ

▪️ જયેન્દ્ર રાઠોડ - અપક્ષ

▪️ માવજીભાઈ પટેલ - અપક્ષ

▪️ મનોજ પરમાર - અપક્ષ

▪️ માધુ નિરૂપાબેન - અપક્ષ

▪️ રાઠોડ મંજુબેન - અપક્ષ

▪️ ઠાકોર લક્ષ્મીબેન - અપક્ષ

▪️ હરિજન વિક્રમભાઈ - અપક્ષ

ક્યારે યોજાશે ચૂંટણી

૦૭-વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે આગામી તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. તા.૧૮ ઑક્ટોબરથી તા.૨૫ ઑક્ટોબર દરમિયાન કુલ ૨૧ ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેની તા.૨૮ ઑક્ટોબરના રોજ ચકાસણી અને તા.૩૦ ઑક્ટોબર સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા બાદ હવે કુલ ૧૦ ઉમેદવારો વાવ વિધાનસભા બેઠક માટે જનમત મેળવશે.

કુલ 21 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ ૨૧ ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષના બે (૦૨) ઉમેદવારો, નોંધાયેલા રાજકીય પક્ષના એક (૦૧) ઉમેદવાર ઉપરાંત સાત (૦૭) અપક્ષ ઉમેદવાર મળી કુલ દસ (૧૦) ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.

વધુ વાંચોઃ ક્યારેક વાહનોમાં તોડફોડ તો ક્યારેક મારામારી! હવે સુરેન્દ્રનગરમાં ફાયરિંગની ઘટના સામે આવી, એકનું મોત

કેટલા મતદારો

ગુજરાતની ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા.૧૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં ૧,૬૧,૨૯૩ પુરૂષ, ૧,૪૯,૩૮૭ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૬૮૧ મતદારોનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vav Assembly By-Election 2024 Gulab Singh Rajput VAV assembly by-election
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ