બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ક્યારેક વાહનોમાં તોડફોડ તો ક્યારેક મારામારી! હવે સુરેન્દ્રનગરમાં ફાયરિંગની ઘટના સામે આવી, એકનું મોત
Last Updated: 11:15 AM, 6 November 2024
સુરેન્દ્રનગરમાં કથળતી જતી કાયદો વ્યવસ્થાને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે ગત રોજ સુરેન્દ્રનગર જીલ્લાની હદમાં ગત રોજ બુટલેગર દ્વારા પીએસઆઈ પર ગાડી ચડાવી દેતા પીએસઆઈનું મોત નિપજ્યું હતું. જે બાદ પોલીસ દ્વારા આરોપી બુટલેગરની પકડવાનાં ચક્રોગતિમાન કર્યા છે. ત્યારે રાત્રીનાં સુમારે સુરેન્દ્રનગરમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા પાન પાર્લરનાં માલિક પર ફાયરીંગ કરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
ADVERTISEMENT
ઇજાગ્રસ્તનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું
ADVERTISEMENT
સુરેન્દ્રનગરનાં જોરાવનગરમાં ગત રોજ રાત્રીનાં સુમારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા પાન પાર્લરનાં માલિક જીતુભાઈ પર ફાયરીંગ કરી ફરાર થઈ ગયા હતા. જે બાદ જીતુભાઈને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જીતુભાઈનું મોત નિપજતા પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં શોક છવાઈ જવા પામ્યો હતો.

ADVERTISEMENT
બનાવની ગંભીરતા જોતા સુરેન્દ્રનગર પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદીની ફરિયાદનાં આધારે ગુનો નોંધી શખ્સોને શોધવાની તજવીજ હાથ ધરી છે. તેમજ પોલીસ દ્વારા આજુબાજુની દુકાનોમાં સીસીટીવી લગાવેલ છે કે નહી તેની તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.