બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:42 AM, 22 May 2024
કિચનમાં કામ કરતી વખતે ઘણી વખત કોઈને કોઈ વસ્તુ નીચે પડી જાય છે અને આવું થવું ખૂબ જ સામાન્ય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં અમુક ખાસ વસ્તુઓ પડવાને અશુભ માનવામાં આવે છે. કારણ કે તે નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્યનો સંકેત હોઈ શકે છે. જાણો કઈ વસ્તુઓને દરરોજ તમારી આવક અને સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી માનવામાં આવતી.
ADVERTISEMENT

સરસવનું તેલ પડવું
ADVERTISEMENT
કિચનમાં સરસવના તેલનું પડવું ખૂબ જ સામાન્ય ઘટના છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર સરસવના તેલનું પડવું અશુભ પરિણામનો સંકેત માનવામાં આવે છે. સરસવનું તેલ શનિ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.
હિંદૂ ધર્મમાં સરસવના તેલને શનિદેવ સાથે જોડવામાં આવે છે. માટે તમારાથી વારંવાર સરસવનું તેલ પડે છે. તો આ શુભ સંકેત નથી માનવામાં આવતો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તેના કારણે વ્યક્તિને શનિ સાથે સંબંધિત ઘણી મુશ્કેલીઓ ઘેરી શકે છે.
ADVERTISEMENT

દૂધ ઉભરાઈ જવું
ADVERTISEMENT
વાસ્તુ શાસ્ત્ર અનુસાર દૂધ ઉભરાઈ જવાની ઘટના જો વારંવાર થાય તો ઘરમાં સમસ્યાઓના આવવાનો સંકેત હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દૂધને ચંદ્ર ગ્રહ સાથે જોડવામાં આવે છે. માટે જો તમારા કિચનમાં વારંવાર દૂધ ઉભરાઈ જાય છે તો આ તમારી કુંડળીમાં ચંદ્ર ગ્રહના કમજોર હોવાનો સંકેત આપે છે.
વધુ વાંચો: હીટવેવથી આ લોકોને સૌથી વધારે ખતરો, જાણો લક્ષણો અને બચવા માટેના ઉપાય
ADVERTISEMENT

મીઠુ વારંવાર પડવું
ADVERTISEMENT
જ્યોતિષશાસ્ત્રમાં મીઠાનો સંબંધ કુંડળીમાં શુક્ર અને ચંદ્ર સાથે છે. જો હાથમાંથી મીઠું પડતું હોય તો તે કુંડળીમાં શુક્ર અને ચંદ્રની નબળાઈનો સંકેત છે. હાથમાંથી મીઠું પડવાથી પરિવારનો કોઈ સભ્ય બીમાર પડવાની શક્યતા વધી જાય છે. જેના કારણે ધનની ખોટ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.