બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / vastu tips mirrors broken utensils or brooms should not be kept in the kitchen

વાસ્તુ ટિપ્સ / ઘરના કિચનમાં રાખી હોય આ વસ્તુઓ, તો આજે જ હટાવો: કંગાળી આવતી હોવાની છે માન્યતા

Kishor

Last Updated: 05:12 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્રમાં સૂચવ્યા મુજબ રસોડાની અંદર દવા, અરીસો, તૂટેલા વાસણો કે સાવરણી સહિતની વસ્તુઓ ન રાખવી જોઈએ. આવું કરવાથી વાસ્તુદોષ લાગી શકે છે.

  • વાસ્તુશાસ્ત્ર મુજબ અરીસો, તૂટેલા વાસણો, સાવરણીનો રસોડામાંથી કરો નિકાલ
  • કલેશ, બીમારી તથા આર્થિક તંગી જેવી સમસ્યાઓ ઊંચકે છે માથું
  • વાસ્તુશાસ્ત્રના નિયમનું પાલન ખાસ કરવું જોઈએ

ઘરમાં વાસ્તુદોષ હોય તો માણસ ગમે તેટલી મહેનત કરે છતાં પણ સફળતા મળતી નથી. કમાણી હોવા છતાં પણ પૈસા બિલકુલ ટકતા નથી. જેને લઇને પરિવારજનોને આર્થિક તંગીનો સામનો કરવાની નોબત આવતી હોય છે. ત્યારે વાસ્તુશાસ્ત્રમાં ઘર અને રસોડાને ખૂબ વધારે મહત્વ આપવામાં આવ્યું છે અને માણસે ઘરમાં વાસ્તુશાસ્ત્રના નિયમનું પાલન ખાસ કરવું જોઈએ. જો આમ કરવામાં ન આવે તો માણસની જિંદગીમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય છે.આવી સ્થિતિ વચ્ચે ઘર અને રસોડામાં અમુક એવી વસ્તુ હોય છે. જેનો સમયાંતરે નિકાલ કરવો જોઈએ નહિ તો વાસ્તુદોષ લાગી શકે છે.

ઝાડુને ભૂલથી પણ રસોડાની અંદર ન રાખવું
આમ તો સાવરણીને મા લક્ષ્મીના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ઝાડુને ભૂલથી પણ રસોડાની અંદર ન રાખવું જોઈએ. જો સાવરણીને રસોડામાં રાખવામાં આવે તો તેને અશુભ માનવામાં આવે છે અને જેના પરિણામે વાસ્તુદોષ લાગી શકે છે. ઝાડુને રસોડામાં રાખવાથી પરિવારજનોનું આરોગ્ય બગડવાનું જોખમ જોવા મળે છે અને મા અનપૂર્ણા નારાજ થઈ જતા હોય છે.

આ દિશામાં ભૂલથી પણ ન બનાવવું જોઇએ રસોડું, થઇ જશો એવા કંગાળ કે... | kitchen  astrology from the astrologers


તૂટેલા વાસણનો ઉપયોગ ટાળો

ઘણી વખત વાસણ તૂટી જવા છતાં પણ લોકો આવા વાસણનો ઉપયોગ કરતા હોય છે અને તેને રસોડામાં રાખતા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમા આમ કરવાને અશુભ માનવામાં આવે છે અને રસોડામાં તૂટેલા વાસણ રાખવા પર મનાઈ કરાઈ છે. આવું કરવાથી માં અન્નપૂર્ણા નારાજ થાય છે પરિણામે ઘરમાં ધન ધાન્યની સમસ્યા ઊભી થાય છે. 

રસોડાની સફાઇને સરળ કરી દેશે આ 15 ટિપ્સ, બચશે સમય અને ચમકી ઉઠશે રસોઈ | Use  This kitchen Tips for Cleaning purpose

દવા, અરીસો રસોડાથી દૂર રાખો

રસોડામાં અરીસો લગાવવાથી નકારાત્મક શક્તિઓને ઉર્જા મળે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર રસોઈઘરમાં અરીસો લગાવવાથી આગનું પ્રતિબિંબ ઊભું થાય છે અને જરૂરથી વધારે ઉર્જા પેદા થાય છે. જે નુકસાનકારક નીવડી શકે છે. તેવી જ રીતે રસોડામાં દવા પણ ન રાખવી જોઈએ આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને કલેશ, બીમારી તથા આર્થિક તંગી જેવી સમસ્યાઓ માથું ઊંચકે છે. ઘરમાં જો ના છુટકે દવાનો ઉપયોગ થતો હોય તો તેને રસોડાથી દૂર રાખવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ