બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu shastra: where to place dustbin in the house

વાસ્તુ ટિપ્સ / ઘરમાં કંગાળીએ લીધો છે ભરડો? આ કારણે લક્ષ્મી દેવી થઈ જાય છે નારાજ, આટલી વસ્તુ ચેક કરી લેજો

Vaidehi

Last Updated: 06:38 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો ઘરમાં સતત પૈસાની સમસ્યા રહેતી હોય અને દુ:ખ આવતાં રહેતાં હોય તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે આટલું નાનું કામ કરવું જોઈએ.

  • વાસ્તુશાસ્ત્રમાં કચરાપેટીનાં સ્થાનથી ઘર પર અસર થવાનો ઉલ્લેખ
  • માં લક્ષ્મીનાં નારાજ થવાને લીધે ઘરમાં સતત રહે પૈસાની તંગી
  • ડસ્ટબિનને યોગ્ય દિશામાં રાખવું ખૂબ જરૂરી છે

વાસ્તુશાસ્ત્ર નિયમોનો એક સમૂહ છે જે આપણાં ભવિષ્યને સારું બનાવવામાં મદદ કરે છે. શાસ્ત્ર આપણને જણાવે છે કે આપણે આપણાં ઘરમાં ચીજોને કેવી રીતે રાખવી જોઈએ. જો આપણને પૈસાની સમસ્યા છે તો વાસ્તુશાસ્ત્રમાં આ સમસ્યાને દૂર કરવાનાં ઉપાયો પણ લખેલા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો આપણે ચીજોને ખોટી દિશામાં રાખીએ છીએ તો તેની અસર આપણાં જીવન પર પડી શકે છે. 

માં લક્ષ્મી થાય છે નારાજ
ઉદાહરણ તરીકે જો આપણે ડસ્ટબિનને ખોટી જગ્યાએ રાખીએ છીએ તો માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને આપણને પૈસાની મુશ્કેલી થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણને આપણાં ઘરમાં કચરાપેટી ક્યાં રાખવી જોઈએ એ જાણવું ઘણું જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર એક્સપર્ટસ જણાવે છે કે ઘરનાં ડસ્ટબિનને નોર્થ-ઈસ્ટ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં ક્યારેય ન રાખવું. કારણકે અહીં દેવતાનો નિવાસ હોય છે. ઘરમાં દરિદ્રતા આવે છે અને કામ બગડી જાય છે.

ઘરમાં દુ:ખ આવે છે..
વાસ્તુશાસ્ત્રમાં માનવામાં આવ્યું છે કે ઘરનાં પૂર્વ કે ઉત્તરભાગમાં કચરાપેટી રાખવાથી ઘરનાં લોકોને દુ:ખ આવે છે અને તેમની પ્રગતિ અટકી જાય છે. તેનાથી નોકરીનાં સારા મોકા શોધવું પણ અઘરું થઈ શકે છે. હંમેશા ડસ્ટબિનને ઘરની બહારની તરફ રાખવું. તેના કારણે ખર્ચા ઘટે છે. ઘરમાં લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

વધુ વાંચો: માર્ચમાં શુક્ર ગોચર: વૃષભ સહિત આ 3 રાશિના લોકો પર થશે ધનવર્ષા, નોકરી-ધંધામાં મળશે સફળતા

ડસ્ટબિન રાખવાની સાચી દિશા દક્ષિણ-પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ માનવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ દિશાને વિસર્જનનાં હિસાબે યોગ્ય માનવામાં આવ્યું છે તેથી આ દિશામાં કચરાપેટી રાખવી યોગ્ય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Maa Lakshmi Vastu Shastra માં લક્ષ્મી વાસ્તુ ટિપ્સ Vastu Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ