બ્રેકિંગ ન્યુઝ
ટુટેલી-ફુટેલી વસ્તુઓ
ADVERTISEMENT
ટુટેલા ફુટેલા વાસણ, તુટેલો અરીસો, ઇલેકટ્રોનિક સામાન, તસવીર, ફર્નીચર, સોફા, ખુરશી અને ટેબલ, પલંગ, ઘડિયાળ, દિવો, ઝાડુ, મગ કપ અથવા કોઇ પણ એવો સામાન ઘરમાં ન રાખવો જોઇએ.
.jpg)
ADVERTISEMENT
નકારાત્મક તસવીરો, મુર્તિ કે પેઇન્ટીંગ
મહાભારતના યુધ્ધનુ ચિત્ર, તાજમહેલનું ચિત્ર, ડુબતી નૌકા કે જહાજ, ફુવારા, જંગલી જાનવરોનુ ચિત્ર, નટરાજની મુર્તિ, કાંટાવાળા છોડના ચિત્રો ઘરમા ન રાખવા જોઇએ. દેવી-દેવતાઓની ફાટેલી કે જુની તસવીરો અથવા ખંડિત મુર્તિઓથી પણ આર્થિક હાનિ થાય છે. આ બધી વસ્તુઓને કોઇ પવિત્ર નદીમાં વહાવી દેવી જોઇએ.
ADVERTISEMENT
.jpg)
જુના કે ફાટેલા કપડાંની પોટલી
ADVERTISEMENT
ઘણીવાર લોકો ઘરમાં કબાટ કે માળિયામાં જુના-ફાટેલા કપડાંની એક પોટલી રાખે છે. કેટલાક લોકો જે કપડાનો ઉપયોગ ન હોય તેને કબાટના નીચેમાં ભાગમા પણ રાખી દે છે. આમ ન કરવુ જોઇએ. જુના કપડાંનો નિકાલ કરવો જોઇએ.
ભંગાર
ADVERTISEMENT
ઘણીવાર એવુ જોવા મળે છે કે લોકો ઘરમાં ભંગાર ભેગો કરી રાખે છે. આ માટે અલગ જગ્યા હોવી જોઇએ. બને તો તે ઘરની અંદર ન હોવુ જોઇએ. જુના કે તુટેલા ચંપલ પણ તમને આગળ વધતા રોકે છે. તેને પણ ઘરમાંથી બહાર કાઢી દો.
પર્સ કે તિજોરી
ADVERTISEMENT
પર્સ ફાટેલુ ન હોવુ જોઇએ, તિજોરી તુટેલી ન હોવી જોઇએ. પર્સ કે તિજોરીમાં ધાર્મિક અને પવિત્ર વસ્તુઓ રાખો. તેનાથી સકારાત્મક ઉર્જા વધે છે અને તેને જોઇને મન પ્રસન્ન થાય છે.
તુટેલુ કે ખુલ્લુ કબાટ
પુસ્તકો રાખવા કે કંઇક નાનો મોટો સામાન રાખવાનુ કબાટ બંધ ન હોય અથવા તેમાં કાચ લગાવેલા ન હોય તો તેને ખુલ્લુ માનવામાં આવશે. એવું માનવામાં આવે છે કે કબાટ હોવાથી દરેક પ્રકારના કામમાં રુકાવટ આવે છે. ઘરનુ ધન પણ પાણીની જેમ વહી જાય છે. ટુટેલા ફર્નિચરને બદલી નાંખો અથવા તેને રિપેર કરાવી લો.
.jpg)
સજાવટની વસ્તુઓ, કલાકૃતિઓ અને પ્લાસ્ટિકનો સામાન
કેટલાક લોકો ઘરને કલાત્મક લુક આપવા માટે નકલી કે કાંટાવાળા છોડ લગાવે છે. કેટલાક લોકો જુની અને ફાલતુ વસ્તુઓથી ઘર સજાવે છે. જે ખોટુ છે. આવી વસ્તુઓ નકારાત્મક ઉર્જા વધારે છે. આજકાલ પ્લાસ્ટિકની વસ્તુઓનુ પ્રચલન વધી ગયુ છે. પાણીની બોટલો, મસાલાના ડબ્બા, બહારથી જમવાનુ લાવ્યા હોય તેના ડબ્બા ઘરમા વધી જાય છે. કેટલાક ઘરમા પ્લાસ્ટિકની થેલીઓ પણ એકઠી કરવામાં આવે છે. આ બધી વસ્તુઓ તમારી અંદરના ઉત્સાહને સમાપ્ત કરી દેશે અને તમે ખુદ નિરાશામાં બદલાઇ જશો.
હાનિકારક વસ્તુઓ
ઘરમા વિખરાયેલી પડેલી દવાઓ, એસિડની બોટલ, ટોઇલેટ ક્લિનર શોપ, ફિનાઇલ, ઝેરીલા રસાયણ કીટનાશક, મચ્છર મારવાની દવા, એન્ટીબાયોટિક દવા, એર ફ્રેશનર જેવી હાનિકારક વસ્તુઓની જગ્યા ફિક્સ હોવી જોઇએ. આવી વસ્તુઓ માટે એક લાકડાનુ કબાટ બનાવડાવો જે કિચન અને બેડરુમથી દુર હોય. કેટલાક લોકો પોતાના ઘરમાં અનાવશ્યક પત્થર, અંગુઠી, નંગ, તાવિઝ કે આ પ્રકારનો અન્ય સામાન રાખતા હોય છે. એક નાનકડો પત્થર તમારુ ભાગ્ય બદલી શકે છે. તેથી ઘરમાં કોઇ પણ નકામી વસ્તુ ન રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.