બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu shastra for shami plant no shortage of money by planting shami plant in the house shami dur karega vastu dosha upaay

વાસ્તુ ટીપ્સ / આ છોડને ઘરમાં લગાવવાથી ક્યારેય નહીં સર્જાય નાણાંની અછત, વાસ્તુ દોષ પણ થશે દૂર

Published By: Premal

Last Updated: 02:52 PM, 12 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્રમાં ઘણી બધી ચીજ વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમ કે ઘરમાં કઈ વસ્તુને રાખવી જોઈએ અને કઈ વસ્તુને ના રાખવી જોઈએ. ચીજ વસ્તુને રાખવાની દિશા અને રાખવાની પદ્ધતિ પણ. જો આ ચીજવસ્તુઓમાં થોડી છેડછાડ થાય છે તો ઘરની આજુબાજુનો માહોલ નકારાત્મકતાથી ભરાઈ જાય છે. જેનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.

  • આ છોડને ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ થશે દૂર
  • શમીનો છોડ લગાવવાથી ઘરમાં લક્ષ્મીના દ્વાર પણ ખુલશે
  • જાણો, શમીનો છોડ ઘરમાં લગાવવાથી અન્ય કયા ફાયદા થશે

વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમારા ઘર અથવા ઓફિસનુ વાસ્તુ ખરાબ હોય તો એવી જગ્યાએ તમારી કોઈ દિવસ પ્રગતિ થતી નથી. જેના કારણે વાસ્તુ દોષનો અંત કરવો ખૂબ જ જરૂરી છે. ઘરના વાસ્તુ દોષને દૂર કરવા અને ઘરમાં નાણાંની અછતને દૂર કરવા માટે વાસ્તુ શાસ્ત્રમાં એક છોડને લગાવવાનું જરૂરી ગણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, જો તમે પોતાના ઘરમાં શમીનો છોડ લગાવશો તો તેનાથી વાસ્તુ દોષ તો દૂર થશે અને ઘરમાં લક્ષ્મીના દ્વાર પણ ખુલશે. તો જાણો આ છોડ લગાવવાની સાચી પદ્ધતિ, દિશા અને આ છોડને ઘરમાં લગાવવાથી બીજા કયા-કયા ફાયદા થાય છે.

શમીનો છોડ ઘરમાં લગાવવાથી શું ફાયદા થાય છે?

વાસ્તુ શાસ્ત્ર મુજબ શમીના છોડને ઘરમાં લગાવવાથી ઘરમાં રૂપિયા સ્થિર થાય છે
ઘરમાં લોકોનું આરોગ્ય સારું જળવાઈ રહે છે
જો કોઈ વ્યક્તિના લગ્નમાં અડચણ આવી રહી છે, તો આ છોડની પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે
જો કોઈ વ્યક્તિ શનિની સાડાસાતી પનોતીથી હેરાન થાય છે તો આ છોડની પૂજા કરવાથી તેને જરૂર ફાયદો થશે
શમીનો છોડ શનિ દોષને દૂર કરવામાં મદદ કરે છે. ઉપરાંત તેને ઘરમાં લગાવવાથી વાસ્તુ દોષ પણ સમાપ્ત થાય છે

શમીના છોડના આ ઉપાય અસરકારક

વાસ્તુ શાસ્ત્ર મુજબ શમીના છોડના કેટલાંક ઉપાયો જણાવવામાં આવ્યાં છે. જો ઘરમાં નાણાંની અછત રહેતી હોય તો શનિવારે શમીના છોડના મૂળમાં એક સોપારી અને સિક્કો દબાવી દો. ત્યારબાદ તેની પર ગંગાજળ અર્પિત કરો અને સાંજે દીવો પ્રગટાવો. એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી ધન-ધાન્યમાં વૃદ્ધી થાય છે.

જો કોઈ વ્યક્તિને આરોગ્ય સંબંધી ગંભીર સમસ્યા છે તો તેઓ શનિવારના દિવસે એક વાસણમાં શમીના છોડ પર પત્થર અથવા અન્ય કોઈ ધાતુવાળા શિવલિંગને સ્થાપિત કરો. ત્યારબાદ દરરોજ શિવલિંગ પર દૂધનો અભિષેક કરો. શિવલિંગની પૂજા કર્યા બાદ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.

કયા દિવસે અને કેવીરીતે લગાવશો શમીનો છોડ

શમીનો છોડ શનિવારે ઘર પર લગાવો
શમીનો છોડ વાસણ અથવા કોઈ જમીનમાં ઘરના મુખ્ય દ્વાર પાસે લગાવી શકો છો
આ વાતનું ખાસ ધ્યાન રાખવુ કે શમીના છોડને સૂર્ય પ્રકાશ આવશ્ય મળે. કારણકે આ છોડને સુર્ય પ્રકાશની સૌથી વધારે જરૂર પડે છે. છોડને સ્વચ્છ જગ્યાએ રાખવો
 

સંકળાયેલા મુદ્દાઓ

Money Shami Plant Vastu Dosh Vastu Shastra Vastu Shastra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ