બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / સ્પોર્ટસ / Cricket / Various roads in Ahmedabad will be blocked due to the final match of the World Cup

ધ્યાને લેજો / World Cup Final: આવતીકાલે અમદાવાદીઓ અહીંથી પસાર ન થતા, આ રસ્તાઓ રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ અને મેટ્રોનો સમય

Dinesh

Last Updated: 09:24 AM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023: ફાઈનલ મેચને લઈ સવારે 6:20થી લઈ રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો દોડશે. જેમાં મુસાફરોને દર 12 મિનિટે મેટ્રો મળી રહે તે રીતે દોડશે

  • વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ વિવિધ રસ્તાઓ બંઘ રહેશે
  • સવારે 11થી લઈ 12 વાગ્યાના સમય સુધી કેટલાક રસ્તાઓ બંધ રહેશે
  • સવારે 6:20થી લઈ રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો દોડશે

World Cup Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ વિવિધ રસ્તાઓ બંઘ રહેશે તેમજ કેટલાક રસ્તાઓ માટે ડાયવર્ઝન અપાયું છે. આવતીકાલે અમદાવાદના આંગણે ફાઈનલ મેચ છે ત્યારે સવારે 11 વાગ્યાથી લઈ 12 વાગ્યાના સમય સુધી કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયું છે. જે અંગે અમદાવાદ પોલીસે વિગતવાર માહિતી આપી છે.

કયો રસ્તાઓ બંધ રહેશે ?
જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થી કૃપા રેસિડેન્સી થઈ મોટેરા ટી સુધીનો રસ્તો બંને બાજુએ બંધ રહેશે. જેનો ડાયવર્ઝન માર્ગ તરીકે તપોવન સર્કલથી ઓ.એન.જી.સી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. અન્ય માર્ગ કૃપા રેસિડેન્સીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ અપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

વાંચો વિગતો

મેટ્રો પણ 1 વાગ્યા સુધી દોડશે
આ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. ત્યારે આ સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકો મેચ નીહાળવાના છે. જેને લઈ અમદાવાદના કેટલાક રસ્તાઓ સવારે 11 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધી બધ રાખવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે ફાઈનલ મેચને લઈ સવારે 6.20થી લઈ રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો દોડશે. જેમાં મુસાફરોને દર 12 મિનિટે મેટ્રો મળી રહે તે રીતે દોડશે. જેમાં ખાસ સુવિધામાં એ ફેરફાર કરાયો છે કે, પ્લાસ્ટિકની ટોકનની જગ્યા મુસાફરોને પેપરની ટિકિટ અપાશે. 

BRTS અને  AMTS 1 વાગ્યા સુધી દોડશે
રવિવારે ફાઈનલ મેચ છે ત્યારે એએમટીએસ અને બીઆરટીએસની બસો પણ સવારે 6 વાગ્યાથી લઈ રાત્રે 1 વાગ્યાથી દોડશે. જેમાં BRTS  91 બસો તથા AMTS દ્વારા 119 બસો વિવિધ રૂટ પર દોડશે 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ