બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જીવ હાથમાં આવી ગયો! વાપી રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને યાત્રી ચડવા જતાં બન્યું ખૌફનાક
Last Updated: 11:11 AM, 4 October 2024
મળતી માહિતી મુજબ વલસાડ જીલ્લાનાં વાપી રેલવે સ્ટેશન પર વડોદરા તરફ જતી એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પરથી ઉપડવાની તૈયારીમાં હતી. તે દરમ્યાન એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયત્ન કર્યો હતો. જે દરમ્યાન મુસાફરનો પગ લપસી જતા તે નીચે પડી ગયો હતો. ત્યારે પ્લેટ ફોર્મ પર હાજર GRP જવાન દ્વારા તાત્કાલીક દોડી જઈ યુવકને નીચે પડતા બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટનાં સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.
ADVERTISEMENT

રેલ્વે સ્ટેશન પર બનતા અકસ્માતોને લઈ રેલ્વે પોલીસ દ્વારા સાવચેતીનાં ભાગરૂપે રેલ્વે સ્ટેશન પર GRP જવાનોને ટ્રેનનાં સમય દરમ્યાન પેટ્રોલીંગ કરવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે ગત રોજ વાપી રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા પોલીસ કર્મચારી યોગેશકુમાર જગુભાઈ અને તેમની GRP ટીમ ફરજ બજાવી રહ્યા હતા. તે દરમ્યાન ટ્રેન નં. 22929 દહાણુ વડોદરા એક્સપ્રેસ ટ્રેન વાપી રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નંબર 1 પર બપોરનાં સુમારે આવી ઉભી રહી હતી.
ADVERTISEMENT
પોલીસ જવાને સમય સૂચકતા બતાવી વાપી રેલવે સ્ટેશને ચાલુ ટ્રેને ચઢવા જતા પડી ગયેલ મુસાફરનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી ! pic.twitter.com/4l95Nh4vX7
— Gujarat Police (@GujaratPolice) October 3, 2024
વધુ વાંચોઃ 'શું પાકિસ્તાનમાં જઇને ગરબા રમવાના..હેં..?' ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી કેમ આવું બોલ્યા
ADVERTISEMENT
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
ટ્રેન વાપીથી વડોદરા તરફ જઈ રહી હતી. તે દરમ્યાન વાપી રેલ્વે સ્ટેશન પર એક એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચડવા ગયો હતો. તે દરમ્યાન અચાનક જ મુસાફરે બેલેન્સ ગુમાવ્યું હતું. અને પ્લેટફોર્મ પર પડ્યો હતો. ત્યારે મુસાફર ટ્રેનની નીચે આવી જાય તે પહેલા જ પ્લેટફોર્મ પર હાજર પોલીસ કર્મચારીએ મુસાફરનો હાથ ખેંચી તેને બચાવી લીધો હતો. ત્યારે મુસાફરની પૂછપરછ દરમ્યાન તેઓનું નામ અલ્પેશભાઈ રમણભાઈ ચૌહાણ રહે. આંબા વોર્ડ કૃપાનગર સોસાયટી, અંકલેશ્વર જી. ભરૂચ વાળા હોવાનું જણાવ્યું હતું. તેમજ તેઓ અંકલેશ્વરથી વાપી તેઓનાં કામ અર્થે આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાં રેલ્વે પ્લેટફોર્મ પર લગાવેલ સીસીટીવીમાં કેદ થઈ હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.