બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Valsad District Apply 10 Day's Lockdown in city due corrona virus

કોરોના કાળ / કોરોના મહામારીમાં ગુજરાતના આ શહેરે 10 દિવસનું સંપૂર્ણ લોકડાઉન કર્યું જાહેર

Shyam

Last Updated: 05:55 PM, 18 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડ જિલ્લામાં 20 એપ્રિલથી 10 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું, વલસાડના કલેકટર આર.આર રાવલની અધ્યક્ષતામાં મળી હતી બેઠક

  • વલસાડ જિલ્લામાં 20 એપ્રિલથી 10 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન
  • વલસાડમાં 20 એપ્રિલથી 10 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર
  • સાબરકાંઠાના પ્રાંતિજમાં સ્વયંભૂ બજારો બંધ 

મહારાષ્ટ્રને અડીને આવેલા વલસાડ જિલ્લામાં પણ કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે, આ વખતે વકરેલા કોરોના મૃત્યુઆંકનું પ્રમાણ પણ અતિશય હોવાના કારણે તંત્રની ચિંતામાં મોટાપાયે વધારો થયો છે. કોરોનાની ચેન તોડવા માટે લૉકડાઉન ખૂબ જરૂરી છે. તેને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લામાં 20 એપ્રિલથી 10 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. વલસાડના કલેકટર આર.આર રાવલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં  વલસાડ જિલ્લાના વેપારી મંડળ, ધારાસભ્ય અને અન્ય બુદ્ધિ જીવો હાજર રહ્યા હતા.

આ બેઠકમાં કોરોનાની ચેન તોડવા માટે લૉકડાઉન ખૂબ જરૂરી હોવાનું તારણ બહાર આવ્યું છે. જોકે કેટલીક આવશ્યક ચીજવસ્તુઓ માટે દુકાનો ખુલ્લી રહેશે. બાકી તમામ પ્રકારના ધંધા અને બજારો બંધ રહેશે. જેથી આગામી સમયમાં કોરોનાની ચેન તૂટે અને વલસાડ જિલ્લો કોરોના મુક્ત થાય તેવો પ્રયાસ તમામ લોકોએ સાથે મળીને કર્યો છે.

સાબરકાંઠાના પ્રાંતિજમાં સ્વયંભૂ બજારો બંધ 

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વધતા કેસોને લઈને પ્રાંતિજમાં વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાંતિજમાં સવારના 8થી બપોરના 3 વાગ્યા સુધી જ દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી છે. પ્રાંતિજમાં લારી-ગલ્લાઓ સહિતના મોટાભાગના વેપારીઓ બંધમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે 30મી એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ પાળવામાં આવશે.

ધાનેરાના બોર્ડર પર આવેલા નેનાવા ગામ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન

બનાસકાંઠામાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ધાનેરા તાલુકાના બોર્ડર પર આવેલ નેનાવા ગામ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 10 દિવસ સુધી ગામમાં લોકડાઉનનો નિર્ણય ગામના આગેવાનો તથા તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન સવારે 7થી 11 વાગ્યા દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખી શકાશે. ઉલ્લેખનિય છે કે જિલ્લામાં અત્યારે 1100થી વધારે એક્ટિવ કેસો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ