ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વૈષ્ણોદેવી દર્શને જતા ભક્તો માટે મહત્વના સમાચાર, આટલા દિવસ માટે યાત્રા બંધ

જાણી લેજો / વૈષ્ણોદેવી દર્શને જતા ભક્તો માટે મહત્વના સમાચાર, આટલા દિવસ માટે યાત્રા બંધ

Published By: Vishal Dave

Last Updated: 11:54 PM, 5 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનની અસર યાત્રા પર પડી છે. પ્રતિકૂળ હવામાનને કારણે યાત્રા ત્રણ દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે.

ADVERTISEMENT

જો તમે માતા વૈષ્ણોદેવીની યાત્રા પર જવાનું આયોજન કરી રહ્યા છો, તો તેને રદ કરો, કારણ કે જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનની અસર યાત્રા પર પડી છે. પ્રતિકૂળ હવામાનને કારણે યાત્રા ત્રણ દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. હા, વૈષ્ણો દેવી યાત્રા 7 ઓક્ટોબર સુધી સ્થગિત કરાઇ છે.. શ્રાઇન બોર્ડના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં હવામાન અંગે હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી ચેતવણીને પગલે શ્રદ્ધાળુઓની સલામતી માટે યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.IMDએ 7 ઓક્ટોબર સુધી જમ્મુ અને કાશ્મીર માટે ગંભીર હવામાન ચેતવણી જારી કરી છે. IMD અનુસાર પ્રતિકુળ વાતાવરણ 7 ઓક્ટોબર સુધી ચાલુ રહેવાની ધારણા છે.

નોંધનીય છે કે 26 ઓગસ્ટ, 2025 ના રોજ, માતા વૈષ્ણો દેવી યાત્રા રૂટ પર અર્ધકુવારી નજીક ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. જેમાં ચોત્રીસ લોકો માર્યા ગયા હતા અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતને કારણે યાત્રા લગભગ 22 દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. 17 સપ્ટેમ્બરના રોજ યાત્રા ફરી શરૂ થઈ હતી. જોકે, આ દુર્ઘટનામાંથી બોધપાઠ લઈને, શ્રાઇન બોર્ડ ભારે સાવચેતી રાખી રહ્યું છે અને હવામાન ચેતવણીઓના આધારે યાત્રા રદ કરી રહ્યું છે. શ્રાઇન બોર્ડનું કહેવું છે કે યાત્રાળુઓની સલામતી પ્રાથમિકતા છે.

આ પણ વાંચોઃ IMDનું એલર્ટ! 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણી

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આવેલા માચૈલ માતા મંદિરની યાત્રા પણ હવામાનની સ્થિતિને કારણે ત્રણ દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. યાત્રાળુઓને સમુદ્ર સપાટીથી આશરે 3,000 મીટરની ઊંચાઈએ પદ્દર ખીણમાં સ્થિત ચંડી માતા મંદિર સુધી પહોંચતા અટકાવવામાં આવી રહ્યા છે. મંદિર સુધી પહોંચવા માટે, કિશ્તવાડથી ગુલાબગઢ સુધી લગભગ 50 કિમી મુસાફરી કરવી પડે છે અને પછી માચૈલ સુધી 15 કિમી પગપાળા જવું પડે છે. જોકે, 14 ઓગસ્ટના રોજ મંદિરના પ્રવેશદ્વાર ચિસોટી ગામમાં એક ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી.આ દુર્ઘટના પછી સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક છે, તેથી હવામાન વિભાગે અપડેટ કરતા જ યાત્રા મુલતવી રાખવામાં આવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jammu Kashmir weather alert Vaishno Devi Yatra suspended IMD warning

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ