બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Vadodara garba organizers came to the fore during Navratri festival

વડોદરા / માની આરાધનાના નામે ઠગાઈ કરતા ગરબા આયોજક! વડોદરામાં કર્યો શરતનો ઉલાળીયો, જાણો સમગ્ર મામલો

Dinesh

Last Updated: 03:48 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara news : વડોદરામાં નવરાત્રી પર્વમાં ગરબા આયોજકોનો તગડી કમાણીનો ખેલ સામે આવ્યો છે, મહાપાલિકા પાસેથી ટોકન ભાડા પેટે મેદાન મેળવવામાં આવે છે અને મહિલાઓને ફ્રી પ્રવેશની શરત હોવા છતા ફ્રીમાં પ્રવેશ અપાતો નથી

  • વડોદરામાં નવરાત્રી પર્વમાં તગડી કમાણીનો ખેલ
  • માની આરાધનાના નામે ઠગાઈ કરતા આયોજક
  • મહિલાઓ ફ્રી પ્રવેશની શરત ભૂલાઈ


દેશભરમાં નવરાત્રીને લઈ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ગરબાએ પરંપરાગત નૃત્યનો પ્રકાર છે. જેના માટે ગુજરાત વિશ્વભરમાં જાણીતું છે. ત્યારે હવે જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતમાં ગરબા પ્રેમીઓએ પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલાક ઠગાઈ કરતા ગરબા આયોજકો પણ ધ્યાને આવ્યા છે. જેમાં વડોદરામાં નવરાત્રી પર્વમાં તગડી કમાણીનો ખેલ સામે આવ્યો છે.

મહિલાઓને ફ્રી પ્રવેશની શરત ભૂલાઈ
માની આરાધનાના નામે વડોદરામાં કેટલાક ગરબા આયોજકો મનમાની કરી રહ્યા છે. મહાપાલિકા પાસેથી ટોકન ભાડા પેટે મેદાન મેળવવામાં આવે છે. ટોકન ભાડા પેટે મેદાન લે ત્યારે મહિલાઓને ફ્રી પ્રવેશની શરત હોય છે. પરંતુ ઘણાં ગરબા આયોજકોએ આ શરતનો ઉલાળીયો કરી નાંખ્યો છે. કોર્પોરેશન પાસેથી ટોકન ભાડાથી મેદાન લઈ મહિલાઓને ફ્રી એન્ટ્રી ન આપી છેતરપિંડીનો કારસો કરે છે.

મેદાનમાં મહિલાઓને નહીં મળે ફ્રી એન્ટ્રી
અત્રે જણાવીએ કે, મહાપાલિકાએ વડોદરામાં 31 જગ્યાએ ટોકન ભાડાથી મેદાન આપ્યા છે. જે તે સમયે મહિલાઓને ટોકન ભાડેથી લીધેલા મેદાનમાં ફ્રી પ્રવેશ મળતો હતો. હવે ટોકન ભાડાથી લીધેલા મેદાન કમાણી માટે મોકળા મેદાન હોય તેવો ઘાટ સર્જાયો છે. મેદાનમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી નહીં અને સ્ટોલ માટે પણ તગડુ ભાડુ લેવામાં આવી રહ્યું છે. કોર્પોરેશન આ બાબતે યોગ્ય કાર્યવાહીની વાત કરી રહ્યું છે, પરંતુ નવરાત્રી સમયે મહિલાઓને ફ્રી પ્રવેશ મળશે કે કેમ તે મહત્વનો સવાલ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ