બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / ગુજરાત / વડોદરા / Vadodara district will not remain thirsty, CM Bhupendra Patel inaugurated Narayan Sarovar

અમૃત સરોવર / વડોદરા જિલ્લો તરસ્યો નહીં રહે, CM ભૂપેન્દ્ર પટેલે નારાયણ સરોવરનું કર્યું લોકાર્પણ, BAPSના કામને વખાણ્યું, જુઓ શું કહ્યું

Vishal Khamar

Last Updated: 11:23 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાનના આહ્વાનને ઝીલીને રાજ્યના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.રાજ્યમાં નલ સે જલ યોજના અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડ્યું.

  • વડોદરાના ચાણસદમાં નારાયણ સરોવરનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
  • દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે
  • નલ સે જલ યોજના અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડ્યું

 પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન એવા ચાણસદમાં આધ્યાત્મિક જ્ઞાનના મહાસાગર એવા નારાયણ સરોવરનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભ - સંત, શાસ્ત્ર અને મંદિરને મજબૂત કરવાનું યુગકાર્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે થયું છે. 
પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને તેને સંગ્રહ કરવાનો અનુરોધઃભુપેન્દ્ર પટેલ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને ઝીલીને રાજ્યના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આ વર્ષે બજેટમાં અમૃત ૨.૦ અંતર્ગત તળાવોના વિકાસ અને પાણી-પુરવઠાના કામો માટે રૂ. ૧૪૫૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને તેને સંગ્રહ કરવાનો અનુરોધ. વધુમાં તેમણે જણાવ્યું કે, ભગવાન મહાવીરે પણ પાણીને ઘીની જેમ વાપરવાની સલાહ આપી છે.

વિશ્વ વંદનીય બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના જન્મ સ્થળ વડોદરા જિલ્લાના ચાણસદમાં ગુજરાત પ્રવાસન નિગમ લિ. તથા બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના સંયુક્ત સહયોગથી નિર્માણ પામેલ નારાયણ સરોવરનું  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ વિધાન સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળે નવનિર્મિત નારાયણ સરોવરનું લોકાર્પણ કર્યું
સાધુ-સંતના શિખર અને આધ્યાત્મિક જ્ઞાનના મહાસાગર એવા પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળે નવનિર્મિત નારાયણ સરોવરનું લોકાર્પણ કરતા તેમણે ધન્યતા અને સદ્ભાગ્યની લાગણી અનુભવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજના શૈશવકાળના સંસ્મરણો ધરાવતા આ તળાવનું રિડેવલેપમેન્ટ રાજ્ય સરકારના પ્રવાસન નિગમ અને બી.એ.પી.એસ. સંસ્થાના સહકારથી કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દીર્ઘદ્રષ્ટા છે, તેવું જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, તેમના નેતૃત્વમાં કોઈ પણ સમસ્યા આવે તે પહેલા તેમાંથી બહાર નીકળવાનો રોડમેપ તૈયાર કરવામાં આવે છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ડબલ એન્જિન સરકારનો નાગરિકોને લાભ મળી રહ્યો છે. દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી નલ સે જલ યોજના અંતર્ગત પહોંચાડવામાં આવી રહ્યું છે. 
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસ માટે રાજ્ય સરકાર અવિરત કાર્યરત રહેશે. તેમણે બી.એ.પી.એસ સંસ્થાના સમાજસેવાના કાર્યોની સરાહના કરતા જણાવ્યું હતું કે, આ સંસ્થાએ રાજ્ય સરકારની સાથે રહીને પ્રજાજનો માટે અનેકવિધ કાર્યો કરવા સાથે કોરોનાકાળમાં પણ લોકસેવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. 

નારાયણ સરોવરના બ્યુટીફીકેશનથી લાખો પર્યટકોને લાભ મળશેઃ  મંત્રી મૂળુભાઈ બેરા
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ નારાયણ સરોવરને હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર ગણાવી જણાવ્યું હતું કે, પવિત્ર ભૂમિ ચાણસદમાં આવેલા નારાયણ સરોવરના બ્યુટીફીકેશનથી લાખો પર્યટકોને લાભ મળશે. પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલિ પાઠવતા તેમણે ઉમેર્યું હતું કે, સ્વામીજીએ વિશ્વશાંતિ માટે સેવાકાર્યોનો અનોખો ચીલો ચાલુ કર્યો હતો. સંસ્કારયુક્ત શિક્ષણ પર ભાર આપીને સ્વામીજીએ કરોડો યુવાનોની કારકિર્દીને ઉજ્જવળ બનાવી હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

સાંસદ નરહરિભાઈ અમીને  જણાવ્યું કે રાજય સરકારના પ્રવાસન વિભાગના રૂ.૧૦ કરોડના અનુદાન અને સંસ્થાના રૂ.૧૭ કરોડ સહિત કુલ રૂ.૨૭ કરોડના ખર્ચે નારાયણ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.આગામી સમયમાં ગામમાં આરોગ્ય,શિક્ષણ અને મહિલાના પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
ચાણસદના ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો
બી.એ.પી.એસ સંસ્થાના બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ માં નિર્માણ થયેલ નારાયણ સરોવર એટલે કે શાંતિનું ગામ  વિશ્વ શાંતિનું કેન્દ્ર બિંદુ બની રહેશે.ચાણસદના ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતાં સ્વામીએ ઉમેર્યું કે પૂર્વાપરના પુણ્યથી ગુરૂહરિ પ્રમુખસ્વામી અહી પ્રગટ થયા હતા.ચાણસદ ગામે અવતારી અને દિવ્ય પુરુષ અને પવિત્ર સંત આપ્યા છે,જે આજે વિશ્વ માટે ભેટ બનીને બેઠું છે.તેમણે નારાયણ સરોવરની વિકાસ ગાથાની વિગતો આપી રાજય સરકારના પ્રવાસન વિભાગના સહયોગ બદલ આભાર વ્યકત કર્યો હતો.

આ પાવન અવસરે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ,મેયર નિલેશ રાઠોડ,, સાંસદ નરહરિભાઈ અમીન, ધારાસભ્યો યોગેશભાઈ પટેલ, ચૈતન્યસિંહ ઝાલા,ચૈતન્યભાઈ દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા,જિલ્લા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, પદાધિકારીઓ, બી.એ.પી.એસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક ઈશ્વરચરણ સ્વામી,વરિષ્ઠ સંત ભક્તિપ્રિયદાસ સ્વામી, સંતો હરિભક્તો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ