બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Vaccine given to the deceased three years ago, this can only happen in Gujarat

શું વાત કરો છો? / ત્રણ વર્ષ પહેલા મૃત્યું પામનારને આપી દીધી વેક્સિન, આવું તો ગુજરાતમાં જ થઈ શકે

Kiran

Last Updated: 05:19 PM, 30 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલ બાદ રાજકોટના ઉપલેટામાં પણ મૃત વ્યક્તિના નામે કોરોના વેક્સિન આપવામાં આવી હોય તેવી ઘટના સામે આવી તંત્રની ગંભીર બેદકારી

  • તંત્રે ભૂલ બાદ પડદો પાડવાનું કામ કર્યું 
  • કોણ લઈ ગયું મૃતકના નામની વેક્સિન ?
  • બેદકારી કે પછી વેક્સિનને સગેવગે કરાઈ

રાજ્યમાં કોરોના વેક્સિનેશનમાં ગંભીર બેદકારીઓ સામે આવી છે, હવે પંચમહાલ બાદ રાજકોટના ઉપલેટામાં પણ મૃત વ્યક્તિના નામે કોરોના વેક્સિન આપવામાં આવી હોય તેવી ઘટના સામે આવી છે. રાજકોટ ઉપલેટામાં વર્ષ 2018માં મૃત્યું પામેલા હરદાસ કરંગિયાને વેક્સિન અપાયાનો મેસેજ આવતા તંત્રની લાલાયાવાડી સામે આવી છે. આખી ઘટના ત્યારે સામે આવી જ્યારે પરિવારના સભ્યના નંબર પર વેક્સિન લીધી હોવાનો મેસેજ આવ્યો. આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યાં મૃતકના નામે વેક્સિન રજિસ્ટ્રેશન થાય છે અને વેક્સિનને સગેવગે કરવામાં આવે છે. જ્યારે તંત્ર ડેટા એન્ટ્રીમાં ભૂલનું બહાનું બતાવીને ભૂલ પર પડદો પાડવાનું કામ કરે છે.

તંત્રે ભૂલ બાદ પડદો પાડવાનું કામ કર્યું 

વેક્સિનનેશન પ્રક્રિયામાં છબરડા બહાર આવી રહ્યા છે આ અગાઉ પણ પંચમહાલમાં એક વર્ષ પહેલા મૃત્યું પામેલા વ્યક્તિને વેક્સિન આપવાનો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે, પંચમહાલમાં 26 મે 2021 રોજ વેક્સિન લીધી હોય તેવા સર્ટિફિકેટ ઈશ્યૂ થતા મામલો સામે આવ્યો હતો જેમાં એક વર્ષ અગાઉ જે વક્તિનું મોત નિપજ્યું છે તે વ્યક્તિને વેક્સિન અપાયાનો મેસેજ અને સર્ટિફિેકેટ ઈશ્યૂ થતા પરિવારજનોમાં ચિંતા જોવા મળી હતી સમગ્ર મામલે તંત્રને ધ્યાને દોરતા ડોઝ આપનાર ને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવ્યા હતા. સવાલ એ થાય છે કે આધાર કાર્ડને આધારે જ વેક્સિનેશ કરવામાં આવે છે ત્યારે વોટર આઈડી કાર્ડ પર વેક્સિન કરી રીતે થઈ શકે તેની સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.

કોણ લઈ ગયું મૃતકના નામની વેક્સિન ?

તંત્રની સામે વેક્સિન સગેવગે કરવાનું કે મૃતકના નામે અન્ય લોકોને વેક્સિન પહોંચાડવાનું કૌભાંડ થયા હોય તેવી શંકા સેવાઈ રહી છે. અગાઉ પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં વેક્સિન સગવેગ કરવામાં આવતી હોય. હાલ લોકોમાં વેક્સિન લેવા અંગે જાગૃતિ આવી છે વેક્સિન લેવા માટે લોકો લાઈનોમાં લાગી રહ્યા છે. બીજી તરફ રાજ્યમા ખાનગી હોસ્પિટલોએ એક હજાર રૂપિયા લઈને વેક્સિન આપે છે. જ્યારે રાજ્યમાં સરકારી કેન્દ્ર કે મ્યુનિસિપર્લ આધારિત કેન્દ્ર પર વેક્સિનના ડોઝ પૂરતા પ્રમાણમાં મળી રહ્યા નથી ત્યારે વેક્સિનનું સગેવગે કરવાનું કૌભાંડ ચાલતું હોય તેવું પણ જણાઈ રહ્યું છે.  

બેદકારી કે પછી વેક્સિનને સગેવગે કરાઈ

મૃત વ્યક્તિને વેક્સિન આપવા પાછળ જવાબદાર કોણ ? મૃતકના નામે વેક્સિન કોણ લઈ ગયું ? પહેલા પંચમહાલ, હવે રાજકોટનું ઉપલેટા આવા અનેક કિસ્સાઓ રાજ્યમાં વસતા ગામડાઓમાં જોવા મળતા હશે. જેમાંથી કેટલાક કિસ્સાઓ બહાર આવે છે શું હજું સુધી રાજ્યમાં વેક્સિન માટેની યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ