ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Vaccination program in Gujarat will be closed on Sunday and Wednesday

આરોગ્ય વિભાગ / ગુજરાતમાં વેક્સિનેશનને લઈ મોટા સમાચાર, સપ્તાહના આ બે દિવસ રસીકરણ કેન્દ્ર રહેશે બંધ

Published By: Shyam

Last Updated: 08:04 PM, 14 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં બે દિવસ રસીકરણ બંધ રહેશે, બુધવારે મમતા દિવસ હોવાથી રસીકરણ બંધ રહેશે તો રવિવારે આરોગ્યકર્મીને આરામ મળે તે માટે વેક્સિનેશન રહેશે બંધ

ADVERTISEMENT

  • કોરોનાના રસીકરણ અભિયાનને લઇને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
  • રાજ્યમાં બે દિવસ રસીકરણ રહેશે બંધ 
  • રાજ્યમાં બુધવાર અને રવિવારે રહેશે રસીકરણ બંધ રહેશે

કોરોનાના રસીકરણ અભિયાનને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં બે દિવસ રસીકરણ બંધ રહેશે. રાજ્યમાં બુધવાર અને રવિવારે રસીકરણ બંધ રહેશે. બુધવારે મમતા દિવસ હોવાથી રસીકરણ બંધ રહેશે તો રવિવારે આરોગ્યકર્મીને આરામ મળે તે માટે વેક્સિનેશન બંધ રહેશે.

રાજ્યમાં તમામ વેક્સિન સેન્ટર રહેશે બંધ

રાજ્યમાં કોરોના સંક્રમણમાં હવે ઘટાડો નોંધાયો છે અને વેક્સિન અંગે લોકોમાં જાગૃતિ આવતા લોકો હવે વેક્સિન કેન્દ્રો પર વેક્સિન લેવા માટે પણ જઈ રહ્યા છે ત્યારે વેક્સિનેશન પ્રક્રિયા આજના દિવસ પૂરતી બંધ રાખવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આજે મમતા દિવસ હોવાથી બંધ રાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.  મમતા દિવસને લઈને રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ તથા મેડિકલ સ્ટાફ મમતા દિવસની કામગીરીમાં રોકાયેલો હોવાથી રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન

કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકેની જવાબદારી સંભાળતાની સાથે જ મનસુખ માંડવિયાએ એક મોટુ નિવેદન આપ્યું છે.  દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ મામલે ઉભી થયેલી અવ્યવસ્થાનો દોષ તેમણે રાજ્યો પણ ઢોળ્યો. મનસુખ માંડવિયાએ ટિપ્પણી કરી કે રાજ્ય સરકારોને પહેલાથી વેક્સિન ડોઝ ફાળવણી અંગે માહિતી અપાય છે. આ માટે રાજ્યોને વેક્સિનનો ચાર્ટ મોકલી દેવામાં આવ્યો છે. જેથી રાજ્યોને ખબર છે તેમને ક્યારે અને કેટલા વેક્સિન ડોઝ મળશે.  વધુમાં માંડવિયાએ કહ્યું કે આવી તૈયારી બાદ પણ જો વેક્સિન માટે લાંબી લાઇનો હોય તો એ સ્પષ્ટ છે કે સમસ્યા ક્યાં છે. તેમણે કહ્યું, વિવિધ રાજ્ય સરકારો અને આગેવાનો તરફથી રજૂઆતો મળી છે. પરંતુ કેટલાક લોકો વેક્સિન મુદ્દે ખોટી વાતો કરી રહ્યાં છે. આ વાતો નિરર્થક હોવાથી લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ વેક્સિન ફાળવણીના આંકડા રજૂ કર્યા, જેમાં તેમણે દાવો કર્યો કે જૂન મહિનામાં 11.46 કરોડ વેક્સિન ડોઝ ફાળવાયા છે અને જુલાઇ મહિનામાં 13.50 કરોડ ડોઝ અત્યાર સુધી અપાયા છે. તેમ છતાં મીડિયા સમક્ષ ખોટા નિવેદન આપતા લોકોએ આત્મમંથન કરવું જોઇએ.

સંકળાયેલા મુદ્દાઓ

Vaccination Vaccination Free Day ગુજરાત રસીકરણ રસીકરણ મુક્ત દિવસ vaccination

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ