બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પ્રેમની નિશાની તાજમહેલ જોવાનો ગોલ્ડન ચાન્સ, એ પણ Free, તારીખો નોટ કરી લેજો
Last Updated: 10:19 AM, 6 January 2026
UP Taj Mahal Free Entry: ઉત્તરપ્રદેશ ફરવા જવાનો વિચાર કરી રહ્યા હોવ અને એમાં પણ જો આગ્રા તાજમહેલની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક ખુશ ખબર છે. ASI દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિર્દેશ અનુસાર 3 દિવસ માટે તાજમહેલમાં ફ્રી એન્ટ્રી રહેશે. એટલે કે તમે આ દિવસોમાં તાજમહેલનો દીદાર સાવ મફતમાં કરી શકશો.
ADVERTISEMENT
વાત જાણે એમ છે કે મુગલ બાદશાહ શાહજહાંના 3 દિવસીય વાર્ષિક ઉત્સવની ઉજવણીના ભાગરૂપે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI એ તાજમહેલની ફ્રી એન્ટ્રી કરવાનો વિચાર કર્યો છે. અને આ વિચાર અંતગર્ત આગામી 15, 16 અને 17 જાન્યુઆરીના રોજ નક્કી કરેલ અલગ અલગ ટાઈમ સ્લોટ દરમિયાન તાજમહેલમાં ફ્રી એન્ટ્રી રહેશે. તાજમહેલ એ વિશ્વની 7 અજાયબીમાંનું એક છે અને ASI તરફથી આ અંગે ઓફિશિયલ આદેશ પણ બહાર પાડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ASI તરફથી જારી કરવામાં આવેલા આદેશ અનુસાર આગામી 15,16 અને 17 જાન્યુઆરીના રોજ 3 દિવસ માટે તાજમહેલના ફ્રીમાં દર્શન કરી શકાશે. જો કે આ ફ્રીમાં દર્શન કરવાના સમય અલગ અલગ નક્કી કરવામાં આવ્યા છે. 15 જાન્યુઆરી ગુરુવારના રોજ બપોરના 2 વાગ્યાથી સૂર્યાસ્ત સુધી મફત એન્ટ્રી રહેશે. તો 16 જાન્યુઆરી શુક્રવારના રોજ પણ બપોરના 2 વાગ્યાથી સાંજ સુધી લોકો મફતમાં તાજમહેલના દીદારનો લાભ લઈ શકશે. આવી જ રીતે 17 જાન્યુઆરીને શનિવારના રોજ સમય વધારીને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી એટલે કે આખો દિવસ તાજમહેલમાં ફ્રી એન્ટ્રી રહેશે.

ADVERTISEMENT
ASI તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર ઉર્સ દરમિયાન તાજમહેલના તમામ ટિકિટ કાઉન્ટર સંપૂર્ણ રીતે બંધ રહેશે. પર્યટકોને ઓનલાઈન કે ઓફલાઇન એકપણ રીતે ટિકિટ લેવાની જરૂર રહેશે નહીં. નક્કી કરેલ સમયમાં સીધી તાજમહેલમાં એન્ટ્રી આપવામાં આવશે. તો બીજી બાજુ ભીડને ધ્યાનમાં રાખીને ASI અને લોકલ પોલીસે લોકોની સુરક્ષા અને વ્યવસ્થા માટે પણ પૂરતી વ્યવસ્થા કરી છે.
ADVERTISEMENT
જો કે વાત એમ છે કે શાહજહાંના ઉર્સ પર દર વર્ષે મોટી સંખ્યામાં દેશ અને વિદેશથી યાત્રીઓ અને પર્યટકો આગ્રા આવે છે. આ દરમિયાન તાજમહેલના પરિસરમાં પરંપરાગત વિધિ પણ કરવામાં આવે છે અને મુખ્ય મકબરા પર સતરંગી ચાદર ચઢાવાય છે. આવામાં આ સમયે જો ફ્રી એન્ટ્રી આપવામાં આવે તો પર્યટકોને રાહત મળશે અને સાથે હોટેલ, ગાઈડ, ટ્રાન્સપોર્ટ અને અન્ય લોકલ પર્યટન ઉદ્યોગને પઆન ફાયદો મળવાની આશા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તાજમહેલનું નિર્માણ મોગલ સમ્રાટ શાહજહાંએ તેમની પત્ની મુમતાઝની યાદમાં આ મહેલ બનવડાવ્યો હતો. આની શરૂઆત 1632માં થઈ હતી. આ તાજમહેલ પછીથી પ્રેમ, સુંદરતા અને મુગલ સ્થાપત્ય કળાની એક આગવી ઓળખ બનીને ઊભરી આવ્યું. અને આજે આ સ્મારક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં પણ સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.